Ahmedabad Crime : શોર્ટકટમાં પૈસા કમાવવાની લાલચે પોલીસ કસ્ટડીમાં ધકેલાઇ મહિલા, જાણો શું હતો ગુનો
અમદાવાદમાં સિનિયર સિટીઝન ને ટાર્ગેટ કરીને છેતરપીંડી કરતી ઠગ મહિલાની પોલીસે ધરપકડ કરી છે. મહિલા ખોટી ઓળખાણ કાઢી અને ધાર્મિક કામ માટે રૂપિયા ની જરૂર છે તેમ કહી છેતરપિંડી કરતી હતી. પોલીસે ઠગ મહિલાની ધરપકડ કરીને 3 ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. કોણ છે આ ઠગ મહિલા અને શું હતી મોડ્સ ઓપરેન્ડી વાંચો..

અમદાવાદમાં પોલીસ કસ્ટડીમાં રહેલ ઠગ મહિલા નું નામ છે જીનલ ભાવસાર છે. આ ઠગ મહિલા જીનલ આમ તો ઇવેન્ટ મેજમેન્ટ નું કામ કરે છે પરંતુ રૂપિયા ની લાલચ માં તેને સિનિયર સિટીઝન ને છેતરવાનું શરૂ કરી દીધું. જોકે શોર્ટ કટમાં પૈસા કમાવવા પાછળ નું કારણ શું હતું તે જાણી શકાયું નથી. પણ ઠગ મહિલાનું કેહવુ છે કે થોડાક મહિના પહેલા જ લગ્ન થયા હતા જે લગ્નમાં ખર્ચ થયો હોવાથી રૂપિયાની જરૂર હોવાથી તેને આવું કર્યું છે.
મહિલા છેલ્લા 2 મહિનાથી આ ગુનાઓ કરતી હોવાનું સામે આવી રહ્યું છે. મહિલા આરોપી વિરુદ્ધ વાડજ અને રાણીપમાં 3 ગુના નોંધાયા છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી જિનલ ભાવસારના 3 મહિના પહેલા જ લગ્ન થયા હતા. એ લગ્નના ખર્ચ વધુ થતા મહિલાએ ઠગાઈ કરવાનું શરૂ કર્યું હતું. આ મહિલાએ અમદાવાદ ના વાડજ વિસ્તાર માં વૃદ્ધ સાથે ઠગાઈ કરેલ હતી. વૃદ્ધ મહિલા પૌત્રને સ્કૂલેથી લઈને ઘરે પરત ફરતા હતા ત્યારે ઠગાઈ કર્યા હોવાનું સામે આવ્યું છે.
વૃદ્ધ મહિલા બેંકમાંથી પૈસા ઉપાડી પૌત્ર સાથે ઘરે આવતા હતા તે સમય આરોપી મહિલાએ વૃદ્ધના પૌત્ર અને માતાને ઓળખતી હોવાનું જણાવીને વિશ્વાસ કેળવ્યો અને પૈસાની જરૂર હોવાનું કહીને 1 લાખ રૂપિયા લઈ લીધા ત્યાર બાદ ઘરે મૂકી જવાના બહાને રસ્તામાં ઉતારી મહિલા ફરાર થઈ ગઈ હતી. આ પ્રકાર ની ઘટના રાણીપ માં પણ બની હતી અને જેમાં આરોપી મહિલાએ ધાર્મિક વિધિ ના નામે પોતે ઓળખીતા હોવાનું કહી ને છેતરપિંડી કરી હતી.
આ પ્રકાર ની 2 ઘટનાઓ રાણીપ માં બની હતી. જોકે ઠગ મહિલાએ અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે જે દિશામાં તપાસ કરાઇ રહી છે.
નોંધનીય છે કે મહિલા એ કરેલા 3 ગુનાઓ ના ભેદ પોલીસે ઉકેલ્યા છે પરંતુ મહિલા એ આ સિવાય અન્ય કેટલા ગુનાઓ કર્યા છે અને તેની સાથે અન્ય વ્યક્તિ પણ સામેલ હોવાનું સામે આવી રહ્યું છે તે કોણ છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.