થ્રસ્ટ ન મળ્યું…શું કારણ ? અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પાયલટના શબ્દો અને અમેરિકાના રિપોર્ટમાં સૌથી મોટો ખુલાસો !
એર ઇન્ડિયાની ફ્લાઇટ 171 ની દુર્ઘટના અંગે બે નવી માહિતીઓ સામે આવી છે. પાયલટના અંતિમ સંદેશામાં પાવર ફેલ્યરનો ઉલ્લેખ છે, જ્યારે અમેરિકન ઉડ્ડયન નિષ્ણાતના રિપોર્ટમાં વિમાનની રચનાત્મક ખામીની શક્યતા દર્શાવાઈ છે.

12 જૂનના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ટેકઓફ કર્યા બાદ એર ઇન્ડિયાની ફ્લાઇટ નં. 171 માત્ર થોડા મિનિટોમાં જ દુર્ઘટનાગ્રસ્ત બની. આ ભયાનક ઘટનામાં 241 લોકોના મોત થયા. હવે આ દુર્ઘટનાને લઈને બે મહત્વપૂર્ણ માહિતી બહાર આવી છે – એક પાયલટના અંતિમ મેસેજ અને બીજી અમેરિકાના ઉડ્ડયન નિષ્ણાતનો વિશ્લેષણાત્મક રિપોર્ટ.
પાયલટના અંતિમ સંદેશમાં પાવર ફેલ્યરનો ઉલ્લેખ
પ્લેન ક્રેશ પહેલા પાયલટ સુમિત સભરવાલે ATC (એર ટ્રાફિક કંટ્રોલ)ને મેડે કોલ આપ્યો હતો. છેલ્લી ઘડીએ તેમના ઓડિયો મેસેજમાં સ્પષ્ટ રીતે સાંભળવા મળ્યું કે તેઓ કહી રહ્યા હતા:
“મેડે, મેડે, મેડે… થ્રસ્ટ નથી મળી રહ્યું. પાવર ઓછો થઈ રહ્યો છે, પ્લેન નથી ઊઠી રહ્યું, નહીં બચીએ.”
આ સંદેશ બતાવે છે કે ટેકઓફ વખતે વિમાન પૂરતો પાવર પ્રદાન કરવામાં નિષ્ફળ રહ્યું હતું, જેના કારણે તે થોડા સમયમાં જ નીચે પડી ગયું.
અમેરિકાથી આવેલા વિશ્લેષણમાં તાંત્રિક ખામીની શક્યતા
અમેરિકાના સેફ્ટી ઓપરેટિંગ સિસ્ટમના CEO અને વોશિંગ્ટન ડીસી સ્થિત ઉડ્ડયન નિષ્ણાત જોન એમ. કોક્સે કહ્યું છે કે, ટેકઓફ સમયે વિમાની રચનાત્મક ત્રુટિઓ કારણે દુર્ઘટના થઈ હોવાની શક્યતા છે. તેઓએ જણાવ્યું..
“મારા વિશ્લેષણ મુજબ, વિમાનના સ્લેટ્સ અને ફ્લૅપ્સ ટેકઓફ પોઝિશનમાં નહોતા. એટલે વિમાન પૂરતી લિફ્ટ જનરેટ કરી શક્યું નહિ.”

વીડિયોના આધારે કોક્સે એ પણ ઉમેર્યું કે ટેકઓફ દરમિયાન પ્લેનનો ભાગ ઉછળતો જોવા મળ્યો, અને પછી અચાનક નીચે પડ્યું – જે પાવર અને લિફ્ટની અપૂરતી સ્થિતિ દર્શાવે છે.
શું બંને માહિતીઓમાં તાળમેલ છે?
હા. પાયલટ દ્વારા જણાવાયેલું “થ્રસ્ટ નથી મળી રહ્યું” અને કોક્સનો વિશ્લેષણ કે “સ્લેટ્સ અને ફ્લૅપ્સ યોગ્ય રીતે સેટ ન હતા” – બંને ઘટનાઓ એકસાથે એ જ તરફ ઈશારો કરે છે: ટેકઓફ સમયે વિમાને પૂરતો પાવર અને લિફ્ટ નહોતી, જેના કારણે આ વિનાશકારી દુર્ઘટના થઈ.
