Ahmedabad : વિકૃત વૃદ્ધે બાળકીને બિભત્સ વીડિયો બતાવી કર્યા અડપલા
Ahmedabad: સાબરમતી વિસ્તારમાં એક વિકૃત માનસિક્તા ધરાવતા વૃદ્ધે 10 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હોવાનુ સામે આવ્યુ છે. ફર્નિચર જોવાના બહાને બાળકીને બિભત્સ વીડિયો બતાવી તેની સાથે શારીરિક અડપલા કરતા બાળકીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
Ahmedabad: શહેરના સાબરમતી વિસ્તારમાં એક વૃદ્ધની વિકૃત માનસિકતા સામે આવી. જેમાં 10 વર્ષની બાળકીને છેડતીનો શિકાર બનાવી છે. ફર્નિચર જોવાના બહાને આવેલા વૃદ્ધ સગીરાને મોબાઈલમાં બિભત્સ વિડીયો બતાવી શારિરીક અડપલા કર્યા. જે અંગે બાળકીની માતાએ પોલીસને જાણ કરતા પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વિકૃત વૃદ્ધની ધરપકડ કરી છે.
વિકૃત માનસિક્તાના વૃદ્ધે 10 વર્ષની બાળકી સાથે કર્યા અડપલા
સાબરમતી પોલીસની કસ્ટડીમાં રહેલા 65 વર્ષીય વૃદ્ધ આ આરોપીનુ નામ ભિમરાવ સોનવણે છે. જે સાબરમતીના ડી કેબિન વિસ્તારમાં રહે છે અને નિવૃત જીવન ગુજારે છે. વિકૃત વૃદ્ધએ પોતાની દીકરી સમાન સગીરા સાથે શારીરિક અડપલાં કર્યા હતા. ઘટના કઈક એવી છે કે ગઈકાલે બપોરે ભિમરાવ સોનવણે જુનુ ફર્નિચર લેવા માટે એક ઘરમાં ગયા હતા. જ્યાં રમી રહેલી બાળકીને જોઈ વૃદ્ધની નજર ખરાબ થઈ હતી. આધેડે 10 વર્ષની બાળકીની બાજુમાં બેસી તેને મોબાઈલમાં બિભત્સ વિડીયો બતાવ્યા હતા. તે સયમે વૃદ્ધ બાળકીને શારિરીક અડપલા કરતા, બાળકીએ સમગ્ર ઘટનાની તેની માતાને જાણ કરી હતી. જેથી મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
વૃદ્ધ આરોપીના મોબાઈલમાંથી 4 પોર્ન વીડિયો પણ મળ્યા
બાળકીની માતા એ તમામ હકીકત પોલીસને જણાવતા પોલીસે પોક્સો સહીતની કલમો હેઠળ ગુનો નોંધી ભીમરાવ ની ધરપકડ કરી છે. સાથે જ આધેડ આરોપીના મોબાઇલ ની તપાસ કરતા તેમાંથી 4 પોર્ન વીડિયો પણ મળી આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે આધેડ 4 વખત તે ઘરે ગયો હતો. જે ઘરે વૃદ્ધ ફર્નિચર લેવા ગયા હતા. તે સગીરાના પીતા જૂના ફર્નિચરનું લે-વેચનું કામ કરે છે. પરંતુ ગઈકાલે ઘરમાં કોઈ ન હોવાથી એકલતાનો લાભ મળતા બાળકી સાથે અડપલાં કર્યા હતા.
આ પણ વાંચો : Ahmedabad: 36.95 કરોડની GST ચોરી કેસમાં એક વ્યકિતની ધરપકડ, 13 જૂન સુધી ન્યાયિક કસ્ટડીમાં
વૃદ્ધની સામે પોક્સો હેઠળ ફરિયાદ નોંધી કરાઈ ધરપકડ
મહત્વનું છે કે સાબરમતી પોલીસે ગુનો નોંધી બાળકની છેડતી કરનાર વૃદ્ધની ધરપકડ કરી છે. સાથે જ આરોપી જે વિસ્તારમાં રહે છે. ત્યાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. જેથી ચારિત્ર અંગે માહિતી સામે આવી શકે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો