Ahmedabad: હાટકેશ્વર બ્રિજ કેસમાં મેટ્રોપોલીટન કોર્ટે તમામ આરોપીઓની જામીન અરજી ફગાવી, જુઓ Video
અમદાવાદના વિવાદિત હાટકેશ્વર બ્રીજ કેસમાં બ્રિજ બનાવનાર 4 આરોપીઓએ જામીન અરજી કરી હતી. મેટ્રો પોલીટન કોર્ટે તમામ આરોપીઓની જામીન અરજી ફગાવી છે. કોર્ટે તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા.
Ahmedabad: વિવાદિત હાટકેશ્વર બ્રિજ ભ્રષ્ટાચાર કેસમાં બ્રિજ બનાવનાર અને કેસના જવાબદાર 4 આરોપીઓએ જામીન અરજી કરી હતી. મેટ્રો પોલીટન કોર્ટે તમામ આરોપીઓની જામીન અરજી (Bail application) ફગાવી છે. અગાઉ તમામ આરોપીઓએ આગોતરા જામીન અરજી પણ કરી હતી.
સુપ્રીમ કોર્ટે કેસની ગંભીરતા જોતા આગોતરા જમીન અરજી ફગાવી હતી. તમામ આરોપીઓને હવે જેલ હવાલે કરાશે. થોડા દિવસ અગાઉ પોલીસ સમક્ષ હાજર થયેલા આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાયા હતા. જોકે આ કેસમાં હવે કોર્ટે તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા. અગાઉ કોર્ટે 2 દિવસના રિમાન્ડ આપ્યા હતા.
બ્રિજ બનાવવામાં હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરી કૌભાંડ આચરનારા આરોપીઓે ધરપકડથી બચવા આગોતરા જામીન માટે સેશન્સ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જો કે ત્યાંથી તેમને આગોતરા ન મળતા સુપ્રીમ કોર્ટ સુધી ધા નાખી હતી, પરંતુ આગોતરા જામીન મંજૂર ન થતા આખરે આરોપીએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યુ હતું. અમદાવાદ મહાનગર પાલિકા એ 2014માં ટેન્ડર બહાર પાડ્યું હતું.
આ પણ વાંચો : ચોમાસામાં જે રોડ પર ખાડા પડશે તે રોડને જે તે અધિકારીનુ અપાશે નામ, કોંગ્રેસે ઉચ્ચારી ચીમકી
જેમાં અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને હાટકેશ્વરના છત્રપતિ શિવાજી બ્રિજનો કોન્ટ્રાકટ મળ્યો હતો. જે વર્ષ 2015માં બ્રિજ બનાવવાની કામગીરી શરૂ થઈ. બે વર્ષ બાદ 2017માં બ્રિજ તૈયાર થઈ જતા લોકો માટે ખુલ્લો મુકાયો હતો. જો કે બ્રિજમાં અવાર નવાર ગાબડાં પડવાનો સિલસિલો ચાલતો રહ્યો હતો. જેથી 2022માં બ્રિજ બંધ કરીને રિપેરિંગની પ્રક્રિયા શરૂ કરાઈ હતી અને બ્રિજના નમૂનાનું ટેસ્ટિંગ કરવા આવ્યું હતું. જેમાં નબળી ગુણવત્તાનું મટીરીયલ વાપરવાનો રિપોર્ટ સામે આવતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો