Ahmedabad: નર્મદા કેનાલના બ્રિજ પર પડેલા ગાબડા અંગે TV9ના અહેવાલ બાદ અધિકારીઓ થયા દોડતા, નર્મદા વિભાગની ટીમે મેળવ્યા NDT રિપોર્ટ

Ahmedabad: દહેગામથી નરોડાને જોડતા નર્મદા કેનાલ બ્રિજ પર પડેલા ગાબડા અંગે Tv9 ગુજરાતી દ્વારા લોકોની સમસ્યાને વાચા આપતો ધારદાર અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે બાદ નર્મદા વિભાગના અધિકારીઓને પગતળે રેલો આવ્યો અને દોડતા થયા હતા. tv9ના અહેવાલ બાદ નર્મદા વિભાગના અધિકારીઓએ ઘટનાસ્થળે જઈ બ્રિજનો NDT રિપોર્ટ મેળવ્યો હતો.

Ahmedabad: નર્મદા કેનાલના બ્રિજ પર પડેલા ગાબડા અંગે TV9ના અહેવાલ બાદ અધિકારીઓ થયા દોડતા, નર્મદા વિભાગની ટીમે મેળવ્યા NDT રિપોર્ટ
Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Jul 31, 2023 | 10:33 PM

Ahmedabad: અમદાવાદના નરોડાથી દહેગામ રોડ પર રાયપુર ગામ નજીક આવેલ નર્મદા કેનાલના બ્રિજ પર ગાબડું પડ્યું હતું. એક અઠવાડિયા પહેલા પડેલ ગાબડાને રીપેર કરવામાં આવ્યું ના હતું. જો કે આ સમાચાર tv9 એ પ્રસારિત કર્યા બાદ નર્મદા વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તુરંત બ્રિજની મજબૂતાઈ અંગેનો NDT રિપોર્ટ લેવામાં આવ્યો.

સતત બીજીવાર એક જ જગ્યાએથી પીલરને જોડતો ભાગ તૂટ્યો

નરોડા દહેગામ હાઈવે પર આવતી નર્મદા કેનાલના બ્રિજ પર રોડ અને પીલર સાથે જોડતો ભાગ તૂટ્યો હતો. થોડા વર્ષો પૂર્વે જે જગ્યાનું સમારકામ કરવામાં આવ્યું હતું. એજ જગ્યાએ નીચેનો ભાગ તૂટ્યો હતો. 10 ફૂટથી વધારેનો ભાગ તૂટી ગયો હોવા છતાં આ બાબત તંત્રને ધ્યાને આવી ના હતી. લોકો બેરોકટોક એ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. જો કે એ બાબત તંત્રના ધ્યાને આવી ના હતી. જો કે tv9ના અહેવાલ બાદ નર્મદા વિભાગની ટીમ તુરંત બનાવ સ્થળ પર પહોંચી હતી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

બ્રિજ વાપરવા યોગ્ય છે કે કેમ તેને લઈને સપ્તાહમાં અધિકારીઓ સોંપશે રિપોર્ટ

નર્મદા વિભાગની ટીમ નર્મદા કેનાલ બ્રિજ પર પહોંચી હતી અને બ્રિજનું નિરીક્ષણ કર્યા બાદ NDTરિપોર્ટ લેવામાં આવ્યો. જેમાં બ્રિજની સ્થિતિ શું છે? બ્રિજ પુનઃ વપરાશને લાયક છે કે નહીં એ અંગેનો રિપોર્ટ આવશે. આ સિવાય ક્રેન બોલાવી જે પોપડું બ્રિજથી તૂટી લટકી રહ્યું હતું એને તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી.

સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ પોપડું પડ્યું એના થોડા દિવસ પૂર્વ જ નર્મદા કેનાલ પરના બ્રિજનું નિરીક્ષણ અને અભ્યાસ કરવામાં આવ્યો હતો. જો કે એમાં બ્રિજની કોઈ ખામી સામે આવી ના હતી અને થોડા જ દિવસોમાં બ્રિજનું પોપડું ખરી પડ્યું હતું. ઘટના બાદ લેવામાં આવેલ રિપોર્ટ એક અઠવાડિયામાં આવી જશે. જેમાં સ્પષ્ટ થશે કે બ્રિજ વાપરવા યોગ્ય છે કે સમારકામ માંગે છે.

આ પણ વાંચો : Breaking News : અમદાવાદની સાબરમતીમાં કાયાકિંગ બોટ પલટી, યુવતીનો જીવ માંડ માંડ બચ્યો, જૂઓ Video

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">