Ahmedabad : સાયબર ગઠિયાઓની નવી મોડેસ ઓપરેન્ડી, ફેક વોટ્સએપ અકાઉન્ટથી 86 લાખની કરી ઠગાઇ

પોલીસે પકડેલો આરોપી મૂળ આંધ્રપ્રદેશનો રહેવાસી છે અને આરોપીનું નામ અય્યપ્પા સ્વામી છે. સાયબર ક્રાઇમ દ્વારા આરોપીની હૈદરાબાદથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ છેતરપિંડીના રૂપિયા અલગ અલગ ખાતામાંથી મેળવીને તે રૂપિયાને ક્રિપ્ટો કરન્સીમાં બદલીને વિદેશમાં બેઠેલા મુખ્ય આરોપીઓ સુધી મોકલી દીધા હતા.

Ahmedabad : સાયબર ગઠિયાઓની નવી મોડેસ ઓપરેન્ડી, ફેક વોટ્સએપ અકાઉન્ટથી 86 લાખની કરી ઠગાઇ
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Oct 11, 2024 | 10:18 AM

જો તમે વોટસએપ વાપરી રહ્યા હોય તો આ સમાચાર વાંચવા તમારા માટે ખૂબ જરૂરી છે. કેમકે હવે સાયબર ગઠિયાઓ નવી મોડસ ઓપરેન્ડી લાવીને લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. અમદાવાદ સાઇબર ક્રાઈમમાં એક એવી ફરિયાદ નોંધાઈ જેમાં સાયબર ગઠિયાઓએ ખોટું whatsapp બનાવીને એક વ્યક્તિ સાથે 86 લાખની છેતરપિંડી કરી છે.

આ ઘટનામાં માહિતી મળી છે કે આ રકમ આરોપીઓએ વિદેશ બેઠેલા આકાઓને મોકલી દીધી. હાલ તો ફરિયાદને આધારે સાઇબર ક્રાઇમ એક આરોપીની ધરપકડ કરી છે. સમગ્ર કેસમાં અનેક ખુલાસાઓ પણ સામે આવ્યા છે.

પોલીસે પકડેલો આરોપી મૂળ આંધ્રપ્રદેશનો રહેવાસી છે અને આરોપીનું નામ અય્યપ્પા સ્વામી છે. સાયબર ક્રાઇમ દ્વારા આરોપીની હૈદરાબાદથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ છેતરપિંડીના રૂપિયા અલગ અલગ ખાતામાંથી મેળવીને તે રૂપિયાને ક્રિપ્ટો કરન્સીમાં બદલીને વિદેશમાં બેઠેલા મુખ્ય આરોપીઓ સુધી મોકલી દીધા હતા. આ કામ કરવા પેટે આરોપીને 5 ટકા કમિશન મળ્યા હોવાનુ સામે આવ્યું છે..

આજનું રાશિફળ તારીખ : 11-10-2024
ટેસ્ટમાં સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારનાર બેટ્સમેન
ગંદુ અને પીળુ પડી ગયેલુ મોબાઈલ કવર મિનિટોમાં થઈ જશે સાફ, બસ કરી લો આ કામ
ઘરમાં લગાવો આ ચાર પેઈન્ટીંગ્સ, થશે ધનવર્ષા
પરંપરાગત પોશાકમાં સજ્જ હોય છે આ ગુજરાતી સિંગર, જુઓ ફોટો
TV9 Festival of India : TV9 ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા દુર્ગા પૂજાથી થયો શરૂ, 5 દિવસ ચાલશે ઉત્સવ

શું હતી સમગ્ર ઘટના ?

સમગ્ર ઘટનાની વાત કરીએ તો ફરિયાદી આઇટી કંપનીમાં એકાઉન્ટન્ટને થોડા દિવસ પહેલા અજાણ્યા નંબર પરથી એક વોટસએપ મેસેજ આવ્યો હતો. જે વોટ્સએપના ડીપીમાં કંપનીના માલિકનો ફોટો રાખવામાં આવ્યો હતો અને તે નંબર ઉપરથી કોઈ અન્ય વ્યક્તિએ વાત કરી હતી કે પ્રોજેક્ટ અંતર્ગત એડવાન્સ પેમેન્ટ કરવાનું છે અને આ પ્રોજેક્ટ ખૂબ અગત્યનો છે, તેનું પેમેન્ટ કરવું પણ જરૂરી છે. જો આ પેમેન્ટ કરવામાં આવશે તો જ પ્રોજેક્ટ થઈ શકશે.

અકાઉન્ટન્ટ દ્વારા 86 લાખ રૂપિયા ઓનલાઇન અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. આ નંબર પર ડીપીમાં તેના માલિકનો ફોટો હોવાથી વિશ્વાસમાં આવી કર્મચારીએ 86 લાખ રૂપિયા અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા. બાદમાં પૈસા ટ્રાન્સફર નો મેસેજ કંપનીમાં માલિકને આવતા સમગ્ર ઘટનાનો ખ્યાલ આવ્યો હતો. જેમાં આધારે સાઇબર ક્રાઈમમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

જોકે સાઇબર ક્રાઈમ દ્વારા એક ખાતા નંબરમાં તપાસ કરતા સામે આવ્યું કે એકાઉન્ટ મધ્યપ્રદેશનું છે જેના થકી ટ્રાન્સફર થયેલા રૂપિયા અલગ અલગ લેયરમાં આરોપી સુધી પહોંચ્યા હતા. વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે જે નંબરથી મેસેજ આવ્યો તે ચાઇના ના કંબોડિયા થી આવ્યા હોવાનુ સામે આવ્યું છે. જેથી વિદેશથી આ ગેંગ સમગ્ર કૌભાંડ ઓપરેટ થતું હોવાનુ પણ સામે આવ્યું છે. સાયબર ક્રાઇમ હાલ 57 લાખ રૂપિયા ફ્રીઝ કરાવી દીધા છે અને આરોપીની ધરપકડ કરી ને મોબાઇલ, સીમ કાર્ડ, cpu, ડેબિટ વાઉચર સહિત અન્ય મુદ્દામાલ કબ્જે કર્યા છે, બીજી તરફ જે પણ ખાતામાં રૂપિયા આવ્યા તે ખાતા ધારકોને પણ નોટિસ આપી બોલાવવામાં આવ્યા છે.

માંગરોળ દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીની ધરપકડ
માંગરોળ દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીની ધરપકડ
આ 5 રાશિના જાતકોને આજે મહત્વના કામમાં સફળતા મળવાના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે મહત્વના કામમાં સફળતા મળવાના સંકેત
નવરાત્રીમાં વિધ્ન બન્યો વરસાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બોલાવી રમઝટ
નવરાત્રીમાં વિધ્ન બન્યો વરસાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બોલાવી રમઝટ
સુરતમાં સગીરા પર દુષ્કર્મ આચરનારા બે નરાધમો પૈકી એકનું મોત- Video
સુરતમાં સગીરા પર દુષ્કર્મ આચરનારા બે નરાધમો પૈકી એકનું મોત- Video
બનાસકાંઠાના ખેડૂતોને ગલગોટાએ રડાવ્યા, સંગ્રહખોરીને કારણે ન મળ્યા દામ
બનાસકાંઠાના ખેડૂતોને ગલગોટાએ રડાવ્યા, સંગ્રહખોરીને કારણે ન મળ્યા દામ
રાજ્ય પર વધુ એક વાવાઝોડાનો ખતરો, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી - Video
રાજ્ય પર વધુ એક વાવાઝોડાનો ખતરો, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી - Video
સંસ્કૃતિની ઝલક દેખાડે છે રુટસના ગરબા, ગામડાના પારંપરિક ગરબાનો કરાવે છે
સંસ્કૃતિની ઝલક દેખાડે છે રુટસના ગરબા, ગામડાના પારંપરિક ગરબાનો કરાવે છે
ગોમતી ઘાટ પર અનુપમા સિરિયલના શુટીંગ દરમિયાન થયો વિવાદ, આવી પોલીસ-Video
ગોમતી ઘાટ પર અનુપમા સિરિયલના શુટીંગ દરમિયાન થયો વિવાદ, આવી પોલીસ-Video
Anand : હાર્ટ કિલર ગરબા ગ્રાઉન્ડનો મુખ્ય પ્રવેશદ્વાર તૂટી પડ્યો
Anand : હાર્ટ કિલર ગરબા ગ્રાઉન્ડનો મુખ્ય પ્રવેશદ્વાર તૂટી પડ્યો
કચ્છના આડેસરમાં યુવતી પર દુષ્કર્મ આચરનાર કારખાના માલિકની ધરપકડ- Video
કચ્છના આડેસરમાં યુવતી પર દુષ્કર્મ આચરનાર કારખાના માલિકની ધરપકડ- Video
g clip-path="url(#clip0_868_265)">