Ahmedabad : નારણપુરા વિસ્તાર ફરી એકવાર વિવાદમાં, રોડ કપાતની નોટિસો બાદ સ્થાનિકોનો વિરોધ
સ્થાનિક લોકોએ એએમસી અને ભાજપના કાઉન્સિલરો સામે રોડની બંને બાજુ ઘરો પર, દુકાનો પર અને વૃક્ષો પર બેનર લગાવી વિરોધ કરી રહ્યા છે.જો એએમસી રોડ પહોળો કરવાનો નિર્ણય પરત નહીં ખેંચે તો સ્થાનિક લોકોએ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે
અમદાવાદ(Ahmedabad)શહેરનો નારણપુરા(Naranpura)વિસ્તાર ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. એએમસીએ નારણપુરા રેલવે ક્રોસિંગથી ગામ સુધીના દોઢ કિલોમીટરનો રોડ પહોળો કરવા કપાત(Roadline Cutting)કરવાનો નિર્ણય કરતા સ્થાનિકોએ વિરોધ કર્યો છે..એએમસીના આ નિર્ણયને કારણે 100 જેટલી દુકાનો અને 50થી વધુ બંગલા અને ફ્લેટ કપાતમાં જશે.એએમસીએ 80 ફૂટના હયાત રોડને 100 ફૂટનો કરવા નિર્ણય કર્યો છે.સ્થાનિકોની રજુઆત છે કે હાલ અહીંયા ટ્રાફિકની કોઈ સમસ્યા નથી.ક્રોસિંગથી આશ્રમ રોડ સુધીનો રોડ માત્ર 50 ફૂટનો જ છે.તો એએમસી ક્રોસિંગથી આ બાજુનો રોડ 80 ફૂટનો હોવા છતાં કેમ 100 ફૂટનો કરવા ઈચ્છે છે.ક્રોસિંગથી આશ્રમ રોડ સુધીનો રસ્તો પહોળો કર્યા બાદ જરૂર હશે તો રસ્તો પહોળો કરવા સ્થાનિકોને કોઈ વાંધો નથી. સ્થાનિક લોકોએ આ બાબતે અનેક વખત ભાજપના સ્થાનિક કાઉન્સિલરોએ રજુઆત કરી છે. તેમ છતાં પણ કોઈ નિરાકરણ આવતું નથી.
બિલ્ડરોએ જૂની સોસાયટીઓને રીડેવલોપમેન્ટમાં લીધી છે
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે વર્તમાન કોર્પોરેટરો તેમજ ભૂતપૂર્વ કોર્પોરેટર અને પુર્વ મેયર ગૌતમ શાહને બિલ્ડરોને ફાયદો થાય તે માટે રોડ કપાત કરવામાં રસ છે. તેમજ અનેક બિલ્ડરોએ જૂની સોસાયટીઓને રીડેવલોપમેન્ટમાં લીધી છે. જો રસ્તો પહોળો થાય તો બિલ્ડરોને FSI વધારે મળે અને બિલ્ડરોને ફાયદો થાય.
ભાજપના કાઉન્સિલરો કે પૂર્વ મેયર ગૌતમ શાહ કઇ કહેવા તૈયાર નથી
કાઉન્સિલરો બિલ્ડરો સાથે સાંઠગાંઠ કરી તેમાં FSIમાં વધારો અપાવવા માટે રોડ કપાત કરાવવા માંગે છે.ત્યારે સ્થાનિક લોકોએ એએમસી અને ભાજપના કાઉન્સિલરો સામે રોડની બંને બાજુ ઘરો પર, દુકાનો પર અને વૃક્ષો પર બેનર લગાવી વિરોધ કરી રહ્યા છે.જો એએમસી રોડ પહોળો કરવાનો નિર્ણય પરત નહીં ખેંચે તો સ્થાનિક લોકોએ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે..આ સમગ્ર વિવાદ અંગે ભાજપના કાઉન્સિલરો કે પૂર્વ મેયર ગૌતમ શાહ કઇ કહેવા તૈયાર નથી.
એફએસઆઇ વધારવા આવતી હોવાનો આક્ષેપ
ઉલ્લેખનીય છે કે, રાજયના કોઇપણ નવા બાંધકામની મંજૂરી માટે એફએસઆઇ અદાલતના આદેશ મુજબ રોડની પહોળાઈને આધારે નક્કી કરવામાં આવે છે. જેના પગલે કૉર્પોરેશનના સત્તાધીશો અને બિલ્ડરોની સાંઠગાંઠથી રોડની પહોળાઈને વધારાઇને નવી બિલ્ડિંગની એફએસઆઇ વધારવા આવતી હોવાનો આક્ષેપ થયા હોય છે. જો કે મુદ્દામાં પણ આ જ પ્રકારનોઆક્ષેપ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : જામનગર : કૃષિ મંત્રીએ ખીજડીયા ખાતે સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કાનો પ્રારંભ કરાવ્યો
આ પણ વાંચો : હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાશે ? આમ આદમી પાર્ટીને મોટો પાટીદાર ચહેરો મળશે ?