AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાશે ? આમ આદમી પાર્ટીને મોટો પાટીદાર ચહેરો મળશે ?

રાજકારણમાં ઘણીવાર જે ઘટના ભવિષ્યમાં બને છે, તેની ચર્ચા પહેલે થી શરુ થઇ જતી હોય છે. આવી જ ચર્ચા ચાલી રહી છે હાર્દિક પટેલ વિષે. જો સુત્રોનું માનીએ તો હાર્દિક પટેલ કોંગ્રેસનો હાથ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાઇ શકે તેવી શક્યતા છે.

હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાશે ? આમ આદમી પાર્ટીને મોટો પાટીદાર ચહેરો મળશે ?
Discussion of Hardik Patel joining Aam Aadmi Party: Source
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2022 | 7:40 PM
Share

હાર્દિક પટેલ (Hardik patel) આમ આદમી પાર્ટીમાં (AAP) જોડાય તેવી ચર્ચાઓ થઇ રહી છે. હાર્દિક પટેલ અને આપના ટોચના નેતાઓ વચ્ચે વાતચીત થયાની શક્યતા પણ સેવાઇ રહી છે. કોંગ્રેસમાં ધાર્યું સ્થાન ન મેળવી શકનાર હાર્દિકને આપમાં મહત્વની ભુમિકા મળવાની પણ સંભાવનાઓ દેખાઇ રહી છે. કોંગ્રેસમાં હાંસિયામાં ધકેલાઇ ગયેલા હાર્દિકને આપમાં મોટું પદ મળે તેવા સંકેતો છે. આમ, 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા આપ પાર્ટીમાં મોટા ફેરફારની શક્યતાઓ જોવાઇ રહી છે. 2022ની ચૂંટણીમાં હાર્દિક ગુજરાતમાં આપનો ચહેરો બને તેવી રણનીતિ હોવાનું સુત્રો પાસેથી માહિતી મળી રહી છે. આમ આદમી પાર્ટીને પણ મોટો પાટીદાર ચહેરો મળે તેવો વ્યૂહ હોવાનું સુત્રો (Source)જણાવે છે. જો કે હાર્દિક પટેલ તરફથી આ બાબતે કોઇ સત્તાવાર સમર્થન મળ્યું નથી. રાજકીય વર્તુળોમાં હાર્દિક પટેલ લઇને ચર્ચા તેજ બની છે.

રાજકારણમાં ઘણીવાર જે ઘટના ભવિષ્યમાં બને છે, તેની ચર્ચા પહેલે થી શરુ થઇ જતી હોય છે. આવી જ ચર્ચા ચાલી રહી છે હાર્દિક પટેલ વિષે. જો સુત્રોનું માનીએ તો હાર્દિક પટેલ કોંગ્રેસનો હાથ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાઇ શકે તેવી શક્યતા છે. અને 2022ની ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો તે મુખ્ય ચહેરો બને તેવી પણ શક્યતા છે. રાજકિય વર્તુળોમાં ચર્ચા છે કે હાર્દિક પટેલ અને આમ આદમી પાર્ટીની ટોચની નેતાગીરી વચ્ચે વાતચીતનો દોર પણ ચાલું છે.

પંજાબ અને ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસની હાર બાદ હાલ કોંગ્રેસમાં પણ હતાશાનું વાતાવરણ છે. ત્યારે નવા ઉત્સાહ સાથે હાર્દિક આપમાં જોડાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી હાર્દિક, કોંગ્રેસમાં હાંસિયામાં છે. તેમના કદ પ્રમાણેનું સ્થાન અને મોભો હાર્દિકને કોંગ્રેસમાં મળ્યો નથી. ત્યારે આગામી વિધાનસભા ચૂંટણી માટે તે આમ આદમી પાર્ટીમાંથી મોટો પાટીદાર ચહેરા તરીકે ઉભરી શકે છે. જો કે હજું આ બાબતે હાર્દિક પટેલ કે આમ આદમી પાર્ટીમાંથી કોઇ સત્તાવાર સમર્થન મળ્યું થી. જો કે હાલ તો રાજકીય વર્તુળોમાં આ ચર્ચા તેજ બની છે.

આ પણ વાંચો :  ગુજરાતની જેમ મહારાષ્ટ્રની શાળાઓના અભ્યાસક્રમમાં પણ ભગવદ ગીતાનો સમાવેશ કરવામાં આવે, ભાજપે કરી માંગણી

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">