Ahmedabad: પ્રેમ, પરંપરા અને પાબંદી વચ્ચે પીસાયુ આ પ્રેમી યુગલ, 51 લાખ મુકો અને છોકરીને લઈ જાવ, ગૃહપ્રધાનને જીવ બચાવવા યુગલની કાકલુદી

Ahmedabad: પ્રેમ, પરંપરા અને પાબંદી વચ્ચે પીસાયુ આ પ્રેમી યુગલ, 51 લાખ મુકો અને છોકરીને લઈ જાવ, ગૃહપ્રધાનને જીવ બચાવવા યુગલની કાકલુદી
Ahmedabad

બન્ને પ્રેમી યુગલ શિક્ષતિ છે. જેમાં અમી દેસાઈ પીએચડીમાં અભ્યાસ કરે છે અને ગાંધીનગર ચિલ્ડ્રન યુનિવર્સિટી સંશોધન મદદનીશ તરીકે ફરજા બજાવે છે.જ્યારે મેરુ કાયદાનો અભ્યાસ કરે છે. બંને ગુજરાત યુનિવર્સિટીમાં સંપર્કમાં આવ્યા અને પ્રેમસંબંધમાં જોડાયા હતા.

Mihir Soni

| Edited By: Pinak Shukla

May 26, 2022 | 5:04 PM

અમદાવાદ (Ahmedabad) ના ઘાટલોડિયા વિસ્તારની આશાપુરા સોસાયટીમાં મોડી રાત્રે 25 લોકોના ટોળાએ તોડફોડ કરી હતી. આ તોડફોડનું કારણ હતું અમી અને મેરૂ નામના યુવક-યુવતીના મૈત્રી કરાર. બંને યુગલે સમાજના બંધનો તોડી મૈત્રી કરારમાં સાથે રહેવાનો નિર્ણય કર્યો. જોકે પરિવાર અને સમાજને યુવતીનો આ નિર્ણય મંજૂર નહોતો. બસ પછી શું? સમાજ અને પરિવાર સામે પડેલી યુવતીને પરત લાવવા સામાજીક અગ્રણીઓ મેદાનમાં પડ્યા. યુવતી ટસની મસ ન થતા, કેટલાક લોકોએ યુવકના ઘરે હુમલો કર્યો. શહેરના ઘાટલોડિયા સ્થિત આશાપુરા સોસાયટીમાં યુવકના મકાન પર 25 લોકોનું ટોળુ ત્રાટક્યુ. અને ઘરના બારીબારણા સહિત કાર અને વાહનોમાં તોડફોડ કરી હતી. સાથે જ ધમકી આપી કે, જો યુવતીને પરત નહીં મોકલાય તો 51 લાખ રૂપિયા આપવા પડશે. અન્યથા યુવતીનું અપહરણ કરવામાં આવશે.

સીસીટીવીમાં હથિયારો સાથે દેખાતા અસામાજિક તત્વોએ પ્રેમી યુગલને પ્રેમની સજા આપવા માટે આંતક મચાવી રહ્યા છે..ધટના કઈક એવી છે કે ઘાટલોડિયામાં રહેતા મેરુ દેસાઈ અને અમી દેસાઈ વચ્ચે વર્ષ 2019 પ્રેમ સંબંધમાં જોડાયા હતા. પરતું અમીબેનના પરિવારને આ સંબંધનો સ્વીકાર કરતું ન હતું જેથી પોતાના પ્રેમી સાથે જિંદગી જીવા માટે પિતાનું ઘર છોડ્યું અને પ્રેમી મેરુના ઘરે રહેવા આવી,આ પ્રેમી યુગલ સપનામાં પણ વિચાર્યું ન હતું કે તેમના પરિવાર તમેના જીવનો દુષમન બનશે અને ખાતકી હુમલો કરશે. આ પ્રેમી યુગલ મૈત્રી કરાર કરી આશાપુરી સોસાયટી રહેવા આવ્યા જેની જાણ અમીના પરિવારને થતા તેઓ ટોળું લઈ સમાધાન બહાને 51 લાખ રૂપિયા અને સોના દાગીના માંગણી કરી. પરતું યુવકના પરિવારે માંગણી ન સ્વીકારતા તેમના ઘરે 20 થી25 લોકોના ટોળા ઘર પર તોડફોડ કરી. જે દહેશતથી પ્રેમી પખીડા કાપી રહ્યા છે અને રક્ષણ માંગ કરી રહ્યા છે.

બન્ને પ્રેમી યુગલ શિક્ષતિ છે. જેમાં અમી દેસાઈ પીએચડીમાં અભ્યાસ કરે છે અને ગાંધીનગર ચિલ્ડ્રન યુનિવર્સિટી સંશોધન મદદનીશ તરીકે ફરજા બજાવે છે.જ્યારે મેરુ કાયદાનો અભ્યાસ કરે છે. બંને ગુજરાત યુનિવર્સિટીમાં સંપર્કમાં આવ્યા અને પ્રેમસંબંધમાં જોડાયા હતા. પરંતું અમીબેનના બાળપણમાં લગ્ન કરી લીધા હતા. જે અમીને મંજુર નહતા. એક તરફ પ્રેમ અને બીજી તરફ સામાજિક બંધન વચ્ચે અમીએ પ્રેમનો સાથ આપ્યો અને પ્રેમી મેરુ સાથે મૈત્રી કરાર કરીને જિંદગી ની શરૂઆત કરી. જેની અદાવત રાખીને અમીના પરિવારે અસામાજિક તત્વો સાથે મળીને તોડફોડ કરીને હુમલો કરતા ઘાટલોડિયા પોલીસે રાયોટિંગનો ગુનો નોંધ્યો.

પ્રેમ અને સામાજિક બંધન વચ્ચે પ્રેમી યુગલે કાયદા ની મદદ મેળવીને રક્ષણ ની માંગ કરી છે. સાથે જ ગૃહપ્રધાન હર્ષ સંઘવી પાસે તેમણે પોતાનું જીવન બચાવવા માટે કાકલુદી કરી છે. ટીવી 9 સાથેની વાતચીતમાં તેમણે આ અપીલ કરી હતી કે પરિવાર અને સમાજ દ્વારા તેમને સતત ધમકીઓ આપવામાં આવી રહી છે તે સામે તેમને રક્ષણ પૂરૂ પાડવામાં આવે અને ગૃહપ્રધાન સમગ્ર મામલે મધ્યસ્થી કરે.

51 લાખ રૂપિયા અને સોનાના દાગીના આપવાના ફરજીયાત રિવાજનો આ પ્રેમી યુગલ વિરોધ કરી રહ્યો છે. અને પોતાની જિંદગી પોતાની ઈચ્છા થી જીવવા ની માંગ કરે છે. ત્યારે આ વિવાદો વચ્ચે ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati