Ahmedabad : કાપડના વેપારી સાથે કરોડોની છેતરપિંડી કરનાર પિતા અને બે પુત્રની ધરપકડ

અમદાવાદમાં કાપડના વેપારી સાથે કરોડોની છેતરપિંડી કરનાર પિતા અને બે પુત્ર ની ધરપકડ કરવામા આવી છે. પિતા પુત્ર એ સાથે મળી 21 જેટલા વેપારી પાસેથી માલ ખરીદી રૂપિયા ચૂકવ્યા વિના ફરાર થઈ ગયા હતા. આર્થિક ગુના નિવારણ શાખાએ 3 આરોપીની સુરત થી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Ahmedabad : કાપડના વેપારી સાથે કરોડોની છેતરપિંડી કરનાર પિતા અને બે પુત્રની ધરપકડ
Ahmedadad Crime Branch Arrest Accused
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jan 19, 2023 | 4:41 PM

અમદાવાદમાં કાપડના વેપારી સાથે કરોડોની છેતરપિંડી કરનાર પિતા અને બે પુત્ર ની ધરપકડ કરવામા આવી છે. પિતા પુત્ર એ સાથે મળી 21 જેટલા વેપારી પાસેથી માલ ખરીદી રૂપિયા ચૂકવ્યા વિના ફરાર થઈ ગયા હતા. આર્થિક ગુના નિવારણ શાખાએ 3 આરોપીની સુરત થી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા પિતા અને તેના 2 પુત્રોની છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરી છે.

આ ત્રણે લોકો ભેગા થઈને અનેક વેપારીઓ ને વિશ્વાસમાં રાખી ને છેતરપિંડી કરતા હોવાનુ સામે આવ્યું છે. જેમાં આરોપીઓ વકીલ માર્કેટ, રેવડી બજારમાં લવલી એન્ટર પ્રાઈઝ નામની ઓફીસ ખોલીને અન્ય વેપારીઓને વિશ્વાસમાં લઈ ને છેતરપિંડી કરેલ હોવાનુ સામે આવ્યું છે.

પોલીસે વિનુ વનરા અને તેના 2 પુત્રો શની વનરા અને નિકુલ વનરા ની ધરપકડ કરી

આ આરોપીઓ વેપારીઓ પાસે થી 4 કરોડ 75 લાખ 5 હજાર ની રેયોન બેઝ લેડીઝ કુર્તી મટીરીયલની ખરીદ કરી 2 કરોડ 9 લાખ નહિ ચૂકવી છેતરપિંડી કરી હોવાનુ સામે આવ્યું છે.પોલીસે વિનુ વનરા અને તેના 2 પુત્રો શની વનરા અને નિકુલ વનરા ની ધરપકડ કરી લીધી છે.પોલીસ તપાસ મા સામે આવ્યુ કે, પિતા અને તેના પુત્ર વર્ષ 2021 થી લવલી એન્ટરપ્રાઇઝ ના નામે 4.75 કરોડ થઈ વધુ નો માલસામાન ખરીદી 2.09 કરોડ રૂપિયા ચૂકવ્યા ન હતા.જેથી અરજદારો દ્વારા અલગ અલગ પોલીસ મથકે અરજીઓ આપવામાં આવી હતી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

કાપડનો માલ મેળવી અડધા પૈસા ચૂકવી છેતરપીંડી

પરંતુ અરજીઓનો આંકડો કરોડોની પાર થતાં આર્થિક ગુના નિવારણ શાખા એ તપાસ સંભાળી હતી. જેથી તપાસ દરમિયાન બે પુત્રો અને પિતાની ધરપકડ કરવામાં આવી છે..પકડાયેલ આરોપી તપાસ કરતા છેલ્લા દોઢ વર્ષથી વેપારીઓનો વિશ્વાસ કેળવી કાપડનો માલ મેળવી અડધા પૈસા ચૂકવી છેતરપીંડી કરે છે.

મહત્ત્વનુ છે કે, આર્થિક ગુનામા વધારો થતા પોલીસ પણ સતર્ક બની છે અને વેપારી સાથે છેતરપીંડી કરનારા અન્ય વેપારી આરોપીની શોધખોળ હાથ ધરી છે.જેથી આગામી સમયમાં આર્થિક ગુનાને અટકાવી શકાય છે.

આ પણ વાંચો : Bhavnagar: એપીએમસીની ચૂંટણી યોજવા માટે ખેડૂતો-વેપારીઓની માંગ, છેલ્લા 10 વર્ષથી છે વહીવટદારનું શાસન

g clip-path="url(#clip0_868_265)">