Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AMCના સત્તાધીશોએ બતાવેલ સ્વપ્ન હવે થશે સાકાર ! સાબરમતી નદીમાં ક્રુઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટની હાથ ધરાઈ કામગીરી, જાણો તેની ખાસિયત

Ahmedabad News : મળતી માહિતી પ્રમાણે 2011માં આ પ્રોજેકટને લઈને ટેન્ડરિંગ કરાયુ હતું. જોકે તે કેન્સલ થતા બાદમાં પ્રોજેકટ ખોરંભે ચડી ગયો હતો. પણ તાજેતરમાં તેનું ટેન્ડરિંગ થતા પ્રોજેક્ટની કામગીરી પૂરજોશ ચાલી રહી છે.

AMCના સત્તાધીશોએ બતાવેલ સ્વપ્ન હવે થશે સાકાર ! સાબરમતી નદીમાં ક્રુઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટની હાથ ધરાઈ કામગીરી, જાણો તેની ખાસિયત
રિવરફ્રન્ટ પર શરુ થશે ક્રુઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jan 19, 2023 | 2:42 PM
અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે દિવસે ને દિવસે નવા નજરાણા ઉમેરાઈ રહ્યા છે. તે પછી સી પ્લેન હોય, હેલિપેડ હોય, અટલ બ્રિજ હોય કે અન્ય સુવિધા હોય. અટલ બ્રિજ બાદ રિવર ફ્રન્ટ ખાતે લોકોને વધુ એક સુવિધા મળી રહેશે. જેની કામગીરી હાલ પુરજોશ ચાલી રહી છે. હવે રિવર ફ્રન્ટ પર વધુ એક સુવિધા ઉમેરાવા જઈ રહી છે અને તે છે ક્રુઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ. જે એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં શરૂ કરવાને લઈને પુરજોશ કામગીરી ચાલી રહી છે. કેમ કે આ ટાઈમ લાઇન રિવર ફ્રન્ટ પ્રોજેકટ દ્વારા જાહેર કરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે 2011માં આ પ્રોજેકટને લઈને ટેન્ડરિંગ કરાયુ હતું. જોકે તે કેન્સલ થતા બાદમાં પ્રોજેકટ ખોરંભે ચડી ગયો હતો. પણ તાજેતરમાં તેનું ટેન્ડરિંગ થતા પ્રોજેક્ટની કામગીરી પૂરજોશ ચાલી રહી છે. જેમાં વાસના બેરેજ પાએ રિવર ફ્રન્ટ ખાતે ક્રુઝની બોડી તૈયાર કરાઈ રહી છે. જે બોડી તૈયાર થતા તેને નદીમા ઉતારવામાં આવશે અને બાદમાં ઇન્ટિરિયર ડિઝાઇન તૈયાર કરાશે. જેથી ક્રુઝને નદીમાં લાવવામાં હાલાકી ન પડે.

કેવી હશે ક્રુઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ?

મળતી માહિતી પ્રમાણે ક્રુઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરેન્ટ બે માળની રહેશે. જેમાં પ્રથમ માંડ એસી કેબિન અને બીજો માળ ઓપન સ્પેશ રહેશે. જે ક્રુઝમાં એક સાથે 150 લોકો સવાર થઈ શકે તે પ્રકારે તૈયાર કરવામાં આવી રહી છે. જ્યાં મનોરંજની સુવિધાઓ હશે. જેમાં લાઇવ શો, મ્યુઝિક પાર્ટી હશે. તેમજ લોકો બર્થ ડે પાર્ટી, ઓફિસ મીટિંગ કે અન્ય ફંક્શન પણ અહીં કરી શકે તેવું આયોજન કરાયું છે.  ક્રુઝના સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ એક રાઉન્ડ માટે દોઢ કલાક સમય થશે.

આગામી દિવસમાં સરદાર બ્રિજ અને અટલ બ્રિજ વચ્ચે નદીમાં જેટી પણ તૈયાર કરવામાં આવશે. જ્યાંથી લોકો ક્રુઝમાં જઈ શકશે. જેનું કામ અક્ષર ટ્રાવેલ્સને સોંપવામાં આવ્યું છે.  આ ક્રુઝ બનાવવામાં અંદાજે 10 કરોડ જેટલો ખર્ચ થશે. જે ક્રુઝ ચલાવવા કંપની રિવર ફ્રન્ટને વર્ષે 45 લાખ આપશે. જોકે ટિકિટ દર અક્ષર ટ્રાવેલ્સ નક્કી કરશે.
ઉલ્લેખનીય છે કે, રિવરફ્રન્ટ બન્યો ત્યારથી રિવર ફ્રન્ટ પર બગીચા, ફ્લેવર ગાર્ડન, ઇવેન્ટ સેન્ટર, સાયકલિંગ, જેવી સુવિધા ઉભી કરાઈ. બાદમાં સી પ્લેન, હેલિપેડ, અટલ બ્રિજ જેવા નજરાણા પણ ઉભા કરાયા છે. જો કે સી પ્લેન પ્રોજેક્ટ થોડા સમયથી બંધ છે. ત્યારે લોકો પણ આશા રાખી રહ્યા છે કે ક્રુઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરેન્ટ પ્રોજેક્ટ કે જે શરૂ થવાને 12 વર્ષ લાગ્યા તે પ્રોજકેટ સી પ્લેનની જેમ ખોરંભે ન ચડે અને તંત્રની ટાઈમ લાઇન પ્રમાણે લોકોને તેની સુવિધાની મજા માણવાનો મોકો મળે.

g clip-path="url(#clip0_868_265)">