Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્ર વિભાગમાં ઘમાસાણ, HOD પર માનસિક ત્રાસનો મહિલા પ્રોફેસરનો આરોપ, સમગ્ર મામલે કુલપતિને ફરિયાદ
Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના મહિલા પ્રોફેસર અને રાજ્યશાસ્ત્ર વિભાગના વડા મુકેશ ખટીક વચ્ચે વિવાદ સર્જાયો છે. HOD મુકેશ ખટીક સામે મહિલા પ્રોફેસરે માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરી છે. HOD પક્ષપાતી વર્તન રાખી પ્રમોશન માટેની અરજીમાં સહી ન કરવી, વાહનભથ્થા માટે લાયક હોવા છતા સહી ન કરી આપવાનો આરોપ લગાવ્યો છે. આ તરફ HODએ તમામ આરોપો ફગાવ્યા છે. બંને પ્રોફ્સર વચ્ચેનો વિવાદ હવે કુલપતિ સુધી પહોંચ્યો છે.
Ahmedabad: ઉચ્ચ શિક્ષણનું ધામ ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) વારંવાર વિવાદોમાં આવતી રહે છે. જેમાં વધારો થતાં મહિલા પ્રોફેસરને વિભાગીય વડા માનસિક હેરાન કરતા હોવાની ફરિયાદ સાથે વધારો થયો છે. શૈક્ષણિક કારકિર્દી માટે જરૂરી રિફ્રેશર કોર્સ માટે મંજૂરી ના આપવી, વાહન ભથ્થા માટેની ફાઇલ પર સહી ના કરી માનસિક હેરાન કરતા હોવાના આક્ષેપ સાથે કુલપતિને મેઈલ કરવામાં આવ્યો. સામે પક્ષે જેમના પર આક્ષેપ છે તે વિભાગીય વડાએ આક્ષેપોને નકાર્યા છે. આ સમગ્ર મામલો હવે કુલપતિ સુધી પહોંચ્યો છે.
રાજ્યની સૌથી મોટી અને જૂની ગુજરાત યુનિવર્સિટીમાં રાજ્યશાસ્ત્ર વિભાગના આસિસ્ટન્ટ મહિલા પ્રોફેસર રંજન ધોળકિયાએ વિભાગીય વડા (HOD) સામે માનસિક હેરાનગતિની ફરિયાદ કુલપતિને મેઈલ થકી કરતા શિક્ષણ આલમમાં ચકચાર મચી છે.
HOD સામે માનસિક હેરાનગતિની ફરિયાદ
રાજ્યશાસ્ત્ર વિભાગના HOD પ્રો.ડૉ. મુકેશ ખટીક તેમના વિભાગના મહિલા પ્રોફેસરને માનસિક હેરાન કરતા હોવાની અગાઉ પણ ફરિયાદ થઈ હતી અને હવે જે ફરિયાદ કરવામાં આવી છે એમાં મહિલા પ્રોફેસરે આક્ષેપ કર્યા છે કે સરકાર તરફથી પ્રોફેસરને વાહન ભથ્થું મળવા પાત્ર હોય છે જેનું એનેક્ષ્ચર પ્રમાણપત્ર વિભાગીય વડાની સહી માટે રજૂ કરવામાં આવ્યું હતું આમ છતાં એમના દ્વારા સહી કરવામાં આવી ન હતી. આ સિવાય રિફ્રેશર કોર્સ કે જે શૈક્ષણિક કારકિર્દી માટે અનિવાર્ય હોય છે તેના ઓનલાઈન કોર્સ માટે HOD પાસેથી મંજૂરી માંગી હોવા છતાં આપવામાં આવી ના હતી.
પ્રમોશન માટેની અરજીમાં સહી ન કરવાનો આરોપ
મહિલા આસિસ્ટન્ટ પ્રોફેસર એ સિનિયર સ્કેલ માટે C.A.S. અંતર્ગત અરજી કરેલ હતી. જે સંદર્ભમાં પણ પ્રોફેસર જાહેરમાં નામંજૂર કરવાની વાત કરી રહ્યા હોવાનો દાવો મેઇલમાં મહિલા પ્રોફેસર દ્વારા કરવામાં આવ્યો છે. મહિલા પ્રોફેસરે મેઇલમાં કહ્યું છે કે મારી શૈક્ષણિક કારકિર્દીને નુકસાન કરી માનસિક હેરાનગતિ કરાઈ રહી છે. જે સંદર્ભે કુલપતિ દ્વારા યોગ્ય સહકાર કરવામાં આવે અને કાર્યવાહી કરાય એવી માંગણી કરી છે.
આ પણ વાંચો: PM મોદીએ બે દાયકા પહેલા મહિલા અનામતને આપ્યું હતું સમર્થન, 23 વર્ષ બાદ સાકાર થયું સપનું
આક્ષેપ પાયાવિહોણા, પુરાવાઓ રજુ કરે: HOD
ગુજરાત યુનિવર્સિટી મહિલા પ્રોફેસર હેરાનગતિ મામલે જેમના પર આક્ષેપ થયા છે તે HOD મુકેશ ખટીકે આક્ષેપોને નકાર્યા છે અને આક્ષેપો અંગેના પુરાવાઓની માંગ કરી છે. ટ્રાવેલ અલાઉન્સની રિકવરી આવતા મહિલા પ્રોફેસર પાછલી તારીખમાં સહી કરાવવા માગ કરતા સહી ના કરી આપી હોવાનું તેમજ મારી મંજુરીથી જ એમણે બે કોર્સ કર્યા હતા, હવે હું કેમ મંજૂરી ના આપું? એમ HOD ખટિક જણાવી રહ્યા છે. વિભાગીય વડા મુકેશ ખટીક દાવો કરી રહ્યા છે કે ગુજરાત યુનિવર્સિટી સસ્પેન્ડેડ અધ્યાપક સાથે મળી મને બદનામ કરવા પ્રયત્ન કરી રહ્યા છે ખરા અર્થમાં તો તેઓ યોગ્ય રીતે ભણાવતા ના હોવાની વિદ્યાર્થીઓની ફરિયાદ મળી હતી.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો