AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM મોદીએ બે દાયકા પહેલા મહિલા અનામતને આપ્યું હતું સમર્થન, 23 વર્ષ બાદ સાકાર થયું સપનું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2000માં પણ મહિલા અનામત બિલને સમર્થન આપ્યું હતું. જો કે, તે સમયે નેતાઓ બિલ પર સર્વસંમતિ પર પહોંચી શક્યા ન હતા, ત્યારબાદ તેને સંસદની સંયુક્ત સમિતિને મોકલવામાં આવ્યું હતું. ત્યારે 23 વર્ષ પછી પીએમ મોદીએ પોતાની વાત સાબિત કરી દીધી છે.

PM મોદીએ બે દાયકા પહેલા મહિલા અનામતને આપ્યું હતું સમર્થન, 23 વર્ષ બાદ સાકાર થયું સપનું
PM Modi
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2023 | 9:53 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) વર્ષ 2000માં જે બાબતોનો ઉલ્લેખ કર્યો હતો તે 2023માં પૂર્ણ થઈ ગઈ છે. વર્ષ 2000માં જ્યારે પીએમ મોદી ભાજપના મહાસચિવ હતા ત્યારે તેમણે મહિલાઓને અનામત આપવાનો ઉલ્લેખ કર્યો હતો, જે દર્શાવે છે કે તેઓ હંમેશા નીતિ ઘડતરમાં મહિલાઓના વધુ પ્રતિનિધિત્વના પક્ષમાં રહ્યા છે.

વર્ષ 2000માં ભાજપના મહાસચિવ તરીકે, પીએમ મોદીએ એક અખબાર સાથે વાત કરતા, દેશના રાજકારણમાં મહિલાઓની ભાગીદારી વધારવા પર ભાર મૂક્યો હતો અને દેશની સંસદમાં તેમજ રાજ્યમાં મહિલા અનામતની માંગને ખુલ્લું સમર્થન આપ્યું હતું.

આ પણ વાંચો Breaking News : અમદાવાદ એરપોર્ટ ખાતે PM મોદીનું સંબોધન, વિધાનસભાથી લોકસભા સુધી મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવાની મોદીની ગેરંટી

જો કે, વર્ષ 2000માં મહિલા અનામત બિલને સંસદની સંયુક્ત સમિતિને મોકલવામાં આવ્યું હતું કારણ કે કેટલાક રાજકીય પક્ષો બિલ પર સર્વસંમતિ સુધી પહોંચી શક્યા ન હતા. આ પછી પણ આરક્ષણના મુદ્દે પીએમ મોદીનો મત સંપૂર્ણપણે સ્પષ્ટ હતો.

પંચાયત રાજમાં પણ મહિલાઓને અનામત આપવાની વાત થઈ હતી

આખરે 23 વર્ષ બાદ સંસદના બંને ગૃહોમાં મહિલા અનામત બિલ પાસ થઈ ગયું છે. ત્યારે પીએમ મોદીએ પંચાયત રાજ અને નાગરિક સંસ્થાઓમાં પણ મહિલાઓને 33 ટકા અનામત આપવાનો આગ્રહ કર્યો હતો. વર્ષ 2000માં દેશમાં ભાજપની સરકાર હતી અને અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા.

તમને જણાવી દઈએ કે મોદી સરકાર દ્વારા તાજેતરમાં પસાર કરાયેલ મહિલા આરક્ષણ બિલમાં લોકસભાની સાથે સાથે દેશની વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત આપવાની વાત કરવામાં આવી છે. લોકસભા અને રાજ્યસભામાં ચર્ચા દરમિયાન કોંગ્રેસ પાર્ટી સહિત વિપક્ષી ગઠબંધન ભારતની પાર્ટીઓએ પણ બિલને સમર્થન આપ્યું હતું.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">