Ahmedabad: કોરોનાના કેસ વધતા બજારમાં મેડિકલ ચીજવસ્તુની ડિમાન્ડ વધી, માસ્ક સાથે PPE કિટની પણ માંગ

જો કે હાલમાં ફરી કેસ વધતા માસ્ક સાથે ppe કિટની 50 ટકા ડિમાન્ડ વધી છે. જે માસ્ક થોડા મહિના પહેલા 1 હજાર બનતા હતા, તે હાલ દિવસના 10 હજાર કે તેની ઉપર બની રહ્યા છે તો ppe કિટ કે જે થોડા મહિના પહેલા કેસ ઓછા હોવાથી દિવસની 50 કિટ બનતી હતી.

Ahmedabad: કોરોનાના કેસ વધતા બજારમાં મેડિકલ ચીજવસ્તુની ડિમાન્ડ વધી, માસ્ક સાથે PPE કિટની પણ માંગ
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Apr 25, 2021 | 11:31 PM

કોરોના સંક્રમણએ ઈતિહાસમાં ન સર્જી હોય તેવી સુવિધાની અછત તેમજ ડિમાન્ડ સર્જી છે. તે ઓછી ઓક્સિજનની હોય, ઓક્સીમીટરની હોય કે થર્મલ ગનની હોય કે પછી માસ્ક કે ppe કિટની ડિમાન્ડ હોય. બજારોમાં એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે કોઈ પણ જગ્યા પર વસ્તુ પૂરતા પ્રમાણમાં નથી મળી રહી અને મળે તો તે વધુ ભાવે મળી રહી છે. જો કે લોકો ના છૂટકે વધુ ભાવે વસ્તુ ખરીદી રહ્યા છે. મહત્વનું છે કે કોરોનામાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ પ્રથમ ઉપાય છે. જેથી પહેલી લહેરમાં માસ્કની પુષ્કળ ડિમાન્ડ હતી. જે ડિમાન્ડ થોડા મહિના પહેલા કેસ ઘટતા માસ્કની ડિમાન્ડ ઘટી હતી સાથે જ થોડા મહિના પહેલા ppe કિટની નહિવત ડિમાન્ડ હતી.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

જો કે હાલમાં ફરી કેસ વધતા માસ્ક સાથે ppe કિટની 50 ટકા ડિમાન્ડ વધી છે. જે માસ્ક થોડા મહિના પહેલા 1 હજાર બનતા હતા, તે હાલ દિવસના 10 હજાર કે તેની ઉપર બની રહ્યા છે તો ppe કિટ કે જે થોડા મહિના પહેલા કેસ ઓછા હોવાથી દિવસની 50 કિટ બનતી હતી. જેના હાલમાં 1,500 કિટના ઓર્ડર છે. જોકે કારીગરો વતન હિજરત કરી ગયા હોવાથી ઓર્ડરને પહોંચી વડવું મુશ્કેલ બન્યું છે. જેથી ઓર્ડર સામે કારીગરો એટલા નહીં હોવાથી 500 જ કીટ તૈયાર કરી શકાય છે. વેપારી તુષારભાઈના માટે કોરોનાને કારણે કારીગરો વતન હિજરત કરી ગયા છે.

જેથી કામગીરી મુશ્કેલ બની છે. તેમજ હાલમાં કારીગરો પાસે વર્ક ફ્રોમ હોમ દ્વારા કામ લેવાઈ રહ્યું છે. જેના કારણે ખાનગી હોસ્પિટલ તેમજ લોકોમાં ppe કિટની ડિમાન્ડ વધી છે, જેને પહોંચી વળી નથી શકાતી. એટલું જ નહીં પણ કેટલીક ફેકટરીમાં કારીગરો કોરોના પોઝિટીવ આવતા હોવાથી ફેકટરી બંધ કરવાથી પણ ઓર્ડરને લઈને વેઈટિંગ ચાલી રહ્યું છે. તેમજ માસ્કમાં ઈલાસ્ટિકના ભાવ વધતા માસ્કના ભાવમાં પણ વધારો થયો છે. આમ બજારોની હાલત પણ હાલ પહેલી લહેર કરતા પણ ખરાબ મનાઈ રહી છે.

આ પણ વાંચો: રામોલ પોલીસ બાદ કાલુપુર પોલીસ આવી આગળ, સ્વામિનારાયણ મંદિરની મદદથી પોલીસ કર્મચારીઓ માટે આઈસોલેશન વોર્ડ શરૂ કર્યા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">