રામોલ પોલીસ બાદ કાલુપુર પોલીસ આવી આગળ, સ્વામિનારાયણ મંદિરની મદદથી પોલીસ કર્મચારીઓ માટે આઈસોલેશન વોર્ડ શરૂ કર્યા

રામોલ પોલીસ સ્ટેશન દ્વારા આ પહેલની શરૂઆત કરવામાં આવી. જે બાદ કાલુપુર પોલીસ સ્ટેશન આગળ આવ્યું. જેમને કાલુપુર સ્વામિનારાયણ મંદિરના સહયોગથી મંદિરમાં જ આઈસોલેશન વોર્ડ પોલીસ કર્મચારી માટે શરૂ કર્યો છે.

રામોલ પોલીસ બાદ કાલુપુર પોલીસ આવી આગળ, સ્વામિનારાયણ મંદિરની મદદથી પોલીસ કર્મચારીઓ માટે આઈસોલેશન વોર્ડ શરૂ કર્યા
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Apr 25, 2021 | 11:06 PM

રાજ્યમાં કોરોના કોહરામ મચાવી રહ્યો છે. જ્યાં જોવો ત્યાં કતારો લાગી છે. તે પછી ટેસ્ટિંગ હોય, સારવાર હોય, વેક્સિનેશન હોય કે ઈન્જેક્શન માટે હોય કે સ્મશાનમાં હોય. તેવામાં પોતાના વિભાગના કર્મચારીઓને કઈ રીતે સાચવી શકાય તેવી પોલીસ વિભાગને ચિંતા સતાવી અને તે ચિંતા દૂર કરવા પોલીસ વિભાગ દ્વારા અલગ પ્રયાસ હાથ ધરાયો અને તે છે પોલીસ સ્ટેશનમાં આઈસોલેશન વોર્ડ શરૂ કરવા.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

રામોલ પોલીસ સ્ટેશન દ્વારા આ પહેલની શરૂઆત કરવામાં આવી. જે બાદ કાલુપુર પોલીસ સ્ટેશન આગળ આવ્યું. જેમને કાલુપુર સ્વામિનારાયણ મંદિરના સહયોગથી મંદિરમાં જ આઈસોલેશન વોર્ડ પોલીસ કર્મચારી માટે શરૂ કર્યો છે. જે આઈસોલેશન વોર્ડમાં 12 બેડ રાખવામાં આવ્યા છે. જેમાં 7 બેડ પુરુષ વિભાગ માટે, જ્યારે 5 બેડ મહિલા વિભાગમાં રખાયા છે.

એટલું જ નહીં પણ હાલમાં ઓક્સિજનની ડિમાન્ડ વધુ છે. અછત પણ છે ત્યારે જો કર્મચારી દાખલ થાય તો તેઓને પૂરતો ઓક્સિજન મળી રહે તેવી પણ વ્યવસ્થા કરાઈ છે. જેના માટે વોર્ડમાં ત્રણ ઓક્સિજન સિલિન્ડર પણ રખાયા છે, જેથી ઓક્સિજન વાળા દર્દીને ઓક્સિજન સમયસર મળી રહે. તેમજ પલ્સ ઓક્સીમીટર, થર્મલ ગન, બ્લડ પ્રેસર મશીન, ડાયાબીટીસ માપવાનું મશીન અને જરૂરી દવાઓ પણ રખાઈ છે. જેથી દર્દીને તમામ પ્રકારની સુવિધા અને સગવડ મળી રહે.

સ્વામિનારાયણ મંદિરના PROના જણાવ્યા પ્રમાણે મંદિર સહયોગથી આઈસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે. તેમજ વધુ બેડ ઉભા કરવા તૈયારી બતાવી છે. સાથે જ અન્ય મંદિરમાં પણ જરૂર જણાય વોર્ડ ઉભા કરવા pro દ્વારા અને મંદિર પ્રશાસન દ્વારા તૈયારી બતાવાઈ છે. તેમજ મંદિર દ્વારા અન્ય સંસ્થાઓને પણ આ પ્રકારનો પ્રયાસ કરવા જણાવ્યું છે. જેથી જે તે વિભાગ કે જે તે સોસાયટી કે સંસ્થાના લોકો પ્રથમ તેમના ત્યાં સારવાર મેળવી સાજા થઈ શકે, જ્યાં સુધી અન્ય જગ્યા પર તેઓને જગ્યા ન મળે. જે પ્રયાસ હાલ વખાણવા લાયક છે.

કર્ફ્યુ દરમિયાન પોલીસ વિભાગની કામગીરી

મહત્વનું છે કે કોરોના સંક્રમણ અટકાવવા સરકારે કર્ફ્યુ લાગુ કર્યું છે. તેમજ જરૂરી નિયમ પણ જારી કર્યા છે. સાથે જ પોલીસ વિભાગ દ્વારા પણ જાહેરનામા બહાર પાડી લોકોને નિયમ પાલન કરાવાઈ રહ્યા છે. તેમજ જાહેરનામા ભંગ કરનાર સામે જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી પણ કરાઈ રહી છે. જેમાં પોલીસ વિભાગ દ્વારા જાહેરનામા ભંગ બદલ 54,032 ગુના નોંધયા છે. તેમજ 63 હજારથી વધુ લોકોની ધરપકડ કરી છે. એટલું જ નહીં પણ 2,016 પોલીસ કર્મચારી અને અધિકારી સંક્રમિત થયા, જેમાં 16 પોલીસ કર્મચારી અને અધિકારીના કોરોનામાં મોત નિપજ્યા છે તો અત્યારે પોલીસ વિભાગમાં 395 એક્ટિવ કેસ છે.

જે ગંભીર બાબત છે તો સાથે જ 7 જગ્યા પર મેડિકલ ઓક્સિજન સપ્લાયરને ત્યાં બંદોબસ્ત પણ અપાયો છે, જેથી હાલમાં ચાલી રહેલ ઓક્સિજનની તંગી વચ્ચે ક્યાંય ઘર્ષણનો માહોલ ન સર્જાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે. સાથે સાથે પોલીસ વિભાગ દ્વારા એક નવતર પ્રયાસ પણ હાથ ધરાયો છે. જેમાં વાર પ્રમાણે ડીસીપીને શહેરની જવાબદારી સોંપાઈ છે. જેમાં દરેક વાર પ્રમાણે જે ડીસીપીને જવાબદારી સોંપાઈ છે તેઓ શહેરમાં રાઉન્ડ લગાવે છે. માસ્ક વિતરણ કરે છે, બંદોબસ્તનું નિરીક્ષણ કરે છે તેમજ પોલીસ વ્યવસ્થા જેવી પોલીસ વિભાગની તમામ કામગીરી જોવે છે.

જેથી પોલીસ વિભાગની ક્યાંય ચૂક ન સર્જાય. લોકો નિયમ પાલન કરે તો લોકો આ માસ્ક પ્રત્યે જાગૃતિ આવે માટે હાલમાં પોલીસ વિભાગ દ્વારા માસ્ક નહીં પહેરનારને દંડ નહીં કરીને માસ્ક વિતરણ કરીને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. જેથી લોકો સ્વયં જાગૃત બની માસ્ક પહેરતા થાય અને શહેરને કોરોના સંક્રમણમાંથી મુક્તિ અપાવી શકાય. જે પ્રયાસના ભાગ રૂપે પોલીસ વિભાવ દરરોજ 4થી 5 હજાર માસ્ક વિતરણ કરી રહ્યું છે. તેમજ દરરોજ 400થી 500 કેસ નિયમ ભંગ જાહેરનામા ભંગ હેઠળ કેસ પણ કરાઈ રહ્યા છે. જેથી લોકોમાં મેસેજ જાય અને દરેક નાગરિક નિયમ પાડતો થાય.

આ પણ વાંચો: વેસ્ટર્ન રેલ્વેની ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન ગુજરાતના હાપાથી મહારાષ્ટ્રના કોલંબોલી સુધી દોડાવવામાં આવી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">