Ahmedabad : ગ્રાહક કોર્ટે મહિલાને ન્યાય અપાવ્યો,વીમા કંપનીને 3 લાખ ચૂકવવા આદેશ
મહિલા તરફી ગ્રાહક તકરાર નિવારણ ફોરમે ચુકાદો આવ્યો. અને વીમા કંપની ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીને વીમાના 3 લાખના 80 ટકા નાણાં અરજી કર્યાની તારીખથી ચુકાદો આવ્યો ત્યાં સુધી 8 ટકા વ્યાજ સાથે અને 5 હજાર રકમ શારીરિક માનસિક ત્રાસ અને 3 હજાર ખર્ચના ચૂકવવા આદેશ કર્યો.
સામાન્ય રીતે સરકારી યોજના લોકોની સહાય માટે તો બનાવી દેવાય છે. પણ તે સહાય લોકો સુધી પહોંચે છે કે નહીં તે જોવાની કોઈ દરકાર લેતું નથી. આવો જ એક કિસ્સો અમદાવાદ શહેરમાં સામે આવ્યો છે. જેમાં અમદાવાદના વટવામાં રહેતા એક વ્યક્તિએ સરકારની જ્યોતિર્ગમય યોજનાનો લાભ લીધો. જોકે તેમના મૃત્યુ બાદ થયુ તે બાદ બેંક અને કંપની સહાય આપવા ગલ્લા તલ્લા કરવા લાગી. આખરે સમગ્ર મામલો ગ્રાહક તકરાર નિવારણ ફોરમમા પહોંચ્યો હતો. જ્યાં સાડા ચાર વર્ષની લડત બાદ આખરે ફરિયાદી તરફથી ચુકાદો આવતા સહાયના પૈસા ચૂકવવા આદેશ કરાયો છે.
મુકેશભાઈએ સરકારની જ્યોતિર્ગમય યોજનામાં 3 લાખ નો વીમો લીધો હતો
જેમાં આ સમગ્ર ઘટનાની વિગત મુજબ, દક્ષાબેન મકવાણા વટવામાં તેમના બે બાળકો સાથે રહે છે. દક્ષાબેનના પતિ મુકેશભાઈ મકવાણા amts માં નોકરી કરતા હતા. જેમનું સપ્ટેમ્બર 2015 માં રણુંજા ખાતે એક અકસ્માતમાં મોત નીપજ્યું. જેમાં દક્ષાબેન અને બે બાળકો અને અન્ય પરિજનોનો બચાવ થયો. જોકે દક્ષાબેનના પતિનું નિધન થતા તેમના ઘરના મોભી તેઓ ગુમાવી બેઠા હતા. જેમાં બાદમાં ઘર ચલાવવા માટે દક્ષાબેને સિક્યોરિટીની નોકરી શરૂ કરી. જો કે ત્યારે તેમને વિમા વિશે કોઈ જાણ ન હતી. બાદમાં એડીસી બેન્ક માંથી દસ્તાવેજ જમા કરાવવા જાણ કરવામાં આવી ત્યારે તેઓને જાણ થઈ કે તેમના પતિ મુકેશભાઈએ સરકારની જ્યોતિર્ગમય યોજનામાં 3 લાખ નો વીમો લીધો છે. જેના તેઓ દર મહિને 33 રૂપિયા હપ્તો ભરતા.
જેની જાણ થતાં દક્ષાબેને વીમો પાસ કરાવવા પ્રક્રિયા કરી. જોકે બેન્ક અને કંપની ગલ્લા ટલ્લા કરવા લાગી અને દક્ષા બેનને ધક્કા ખાવા નો વારો આવ્યો. બાદમાં દક્ષાબેન ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિમાં ગયા. જે બાદ એટલે કે ઘટનાને સાડા ચાર વર્ષ બાદ ગ્રાહક તકરાર નિવારણ ફોરમે મહિલા તરફી ચુકાદો આપ્યો. જે ચુકાદો આવતા દક્ષાબેનને ન્યાય મળ્યો અને તેમને નાણાં આવવાની આશ જાગી હતી.
8 ટકા વ્યાજ સાથે અને 5 હજાર રકમ શારીરિક માનસિક ત્રાસ અને 3 હજાર ખર્ચના ચૂકવવા આદેશ કર્યો.
મૃતક મુકેશ મકવાણાએ સરકારની જ્યોતિર્ગમય યોજના નો 2014 માં લાભ લીધો હતો. કેમ કે 2014 માં તેમનું પ્રીમિયમ પણ બેન્ક ખાતામાંથી કપાયું હતું. જે પુરાવા પણ વીમામાં રજૂ કરાયા હતા. તો જ્યારે દક્ષાબેનના પતિનું મોત થયું તેના 60 દિવસમાં નિયમ પ્રમાણે તેઓએ વીમો પાસ કરવા પ્રોસેસ કરેલ. જોકે વીમા કંપનીએ 60 દિવસ બાદ પ્રોસેસ કર્યાનું જણાવી વીમો રદ કર્યાની દલીલ કરી હતી. જોકે આ દલીલ ગ્રાહક તકરાર નિવારણ ફોરમે ફગાવી દીધી. સાથે જ 60 દિવસ બાદ વીમાની પ્રોસેસ કર્યાનો કંપની પાસે કોઈ પુરાવો નહિ હોવાની દલીલ પણ ધ્યાને લેવાઈ. આખરે ફરિયાદી મહિલા તરફી ગ્રાહક તકરાર નિવારણ ફોરમે ચુકાદો આવ્યો. અને વીમા કંપની ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીને વીમાના 3 લાખના 80 ટકા નાણાં અરજી કર્યાની તારીખથી ચુકાદો આવ્યો ત્યાં સુધી 8 ટકા વ્યાજ સાથે અને 5 હજાર રકમ શારીરિક માનસિક ત્રાસ અને 3 હજાર ખર્ચના ચૂકવવા આદેશ કર્યો.
વીમા કંપનીને રકમ 30 દિવસમાં ચૂકવવા આદેશ કર્યો
ઉલ્લેખનીય છે કે જ્યારે મુકેશ મકવાણાએ પોલિસી લીધી ત્યારે યોજનામાં સરકારે કોઈપણ પ્રકારના દસ્તાવેજ કર્યા વગર સીધા ગ્રાહક ના ખાતામાંથી પ્રીમિયમ કાપી પોલિસી શરૂ કરી દીધી હતી. અને આજ બાબત આ કેસમાં મહત્વ ની કડી બની અને મહિલા તરફી ચુકાદો આવ્યો. અને વીમા કંપનીને વીમા રકમ 30 દિવસમાં ચૂકવવા આદેશ કર્યો.
જે ચુકાદો આવતા બેન્ક અને વીમા કંપની દ્વારા નાણાં ચૂકવવા પ્રોસેસ પણ શરૂ કરી દેવાઈ છે. ત્યારે જોવાનું એ રહે છે કે ફરિયાદી મહિલાને નાણાં ક્યારે મળે છે કે પછી નાણાં લેવા ફરી ધક્કા ખાવા પડે છે. પણ આ કેસ પરથી એટલું ચોક્કસ કહી શકાય કે આ પ્રકારની યોજનાનો લાભ લેનાર લોકો માટે આ કિસ્સો લાલ બતી સમાન છે. જેઓ પણ જાગૃત બનવાની જરૂર લાગી રહી છે. જેથી તેઓએ દક્ષાબેનની જેમ ધક્કા ખાવાનો વારો ન આવે.