Ahmedabad: BMW હિટ એન્ડ રન કેસ, અકસ્માત સર્જનાર સત્યમના પિતાએ જણાવી ચોંકાવનારી હકીકતો, જુઓ Video
પરિવાર ઘરે પરત આવતા સત્યમના પિતા ક્રિશ્ના શર્માએ જણાવ્યું હતું કે અમે બહાર ગયા હતા અને કામ પૂર્ણ થતા પાછા આવી ગયા છીએ. સાથે જ તેના પિતાએ એમ પણ કહ્યું હતું કે ગાડી સત્યમ ચલાવતો હતો કે તેની સાથે તેનો મિત્ર હતો તે ચલાવતો હતો તે ખબર નથી.
અમદાવાદના એસજી હાઈવે ઉપર ગત રોજ થયેલા BMW હિટ એન્ડ રન કેસમાં અકસ્માત બાદ કાર માલિક પરિવાર આજે ઘરે પરત ફર્યો છે. ત્યારે સત્યમ શર્માના પિતા ક્રિષ્ના શર્માએ ટીવી9 સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે હાલ સત્યમ સાથે કોઈ સંપર્ક નથી થઈ રહ્યો, પરંતુ તે ઘટના બની તે દિવસે સત્યમ સાથે વાત થઈ હતી કે તું ક્યાં છે તેમ કડકાઈથી પૂછતા તેણે ફોન જ બંધ કરી દીધો હતો. તેના પિતાએ કહ્યું હતું કે ઘટના બની તે રાત્રે 10: 30 વાગ્યે સત્યમ સાથે વાત થઈ હતી, ત્યાર બાદ સતત તેનો ફોન સ્વીચ ઓફ જ આવે છે. હાલ તો સત્યમ સાથે કોઈ સંપર્ક નથી. તે અંગે અમે પોલીસને જાણ કરેલી જ છે.
પરિવાર ઘરે પરત આવતા સત્યમના પિતા ક્રિશ્ના શર્માએ જણાવ્યું હતું કે અમે બહાર ગયા હતા અને કામ પૂર્ણ થતા પાછા આવી ગયા છીએ.
સાથે જ તેના પિતાએ એમ પણ કહ્યું હતું કે ગાડી સત્યમ ચલાવતો હતો કે તેની સાથે તેનો મિત્ર હતો તે ચલાવતો હતો તે ખબર નથી. સત્યમના પિતાએ કહ્યું હતું કે સત્યમ હજી અભ્યાસ કરે છે. જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે અમે ઇચ્છીએ છીએ કે ઇજાગ્રસ્ત દંપતી ઝડપથી સાજા થઈ જાય.
ક્રિષ્ના શર્માએ એમ પણ જણાવ્યું હતું કે સત્યમ ક્યારે રીલ બનાવતો હતો તે અંગે મને કંઈ જ ખબર નથી.
જાણો શું હતી સમગ્ર ઘટના
અમદાવાદમાં સિમ્સ હોસ્પિટલની નજીક BMW કાર ચાલકે ઓવર સ્પીડમાં ગાડી ચલાવતા ચલાવતા એક દંપતીને અડફેટે લીધું હતું. આ દંપતી ઝાયડસથી સિમ્સ હોસ્પિટલ જવાના રસ્તા ઉપર ચાલી રહ્યું હતું ત્યારે સત્યેન શર્મા નામના કાર ચાલકે દંપતીને અડફેટે લીધું હતું. જયાં દંપતીને ગંભીર ઈજા પહોંચી હતી.
વિગતો અનુસાર આ કાર ચલાવતો યુવક દારૂ પીને ગાડી ચલાવતો હતો અને અકસ્માત બાદ ખેતરમાં કાર મૂકીને નાસી ગયો હતો. નોંધનીય છે કે BMW કારની ટકકરે મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત દંપતી પૈકી મહિલાનું નામ મેઘા અગ્રવાલ અને પતિનું નામ અમિત અગ્રવાલ છે.
ગત રોજ Tv9ની ટીમ કાર માલિકના થલતેજ ખાતેના નિવાસ્થાને પહોંચી હતી ત્યારે સત્યમ શર્માનું ઘર બંધ જોવા મળ્યું. જોકે વિગતો જાણવા મળી હતી કે કાર ચાલક સત્યમ શર્માના પિતા બિઝનેસમેન છે. આ પરિવાર ગ્વાલિયરનો છે. સાથે જ કારમાંથી એક રાજકીય પક્ષનો ખેસ મળી આવતા અનેક તર્ક વિતર્ક પણ થઈ રહ્યા છે. આ ઘટનામાં સોલા પોલીસે કારમાંથી દારૂની બોટલ મળી આવતા કાર માલિક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.