Gujarati video : BMW કાર હિટ એન્ડ રન કેસ, પૂરપાટ દોડતી કારના CCTV આવ્યા સામે, કારમાંથી મળ્યો રાજકીય પક્ષનો ખેસ, જુઓ Video
જે પરિવાર આ કારની ટકકરથી ઇજાગ્રસ્ત થયો હતો. તેમણે જણાવ્યું હતું કે કે કાર ચાલક પૂરઝડપે અને નશામાં કાર ચલાવતો હતો. આથી આ ઘટનામાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો ગુનો દાખલ કરવો જોઈએ.
અમદાવાદમાં સિમ્સ હોસ્પિટલ પાસે બનેલી BMW હિટ એન્ડ રન ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે કે, કાર બુલેટ ગતિએ જઇ રહી હતી. એટલું જ નહિં કાર ચાલકે રોડની સાઈડમાં ચાલતા મેઘા અને તેના પતિ અમિત અગ્રવાલને અડફેટે લઇ લીધા હતા. જેમાં પતિ પત્ની બંને ઇજાગ્રસ્ત થઇ ગયા હતા. જો કે, મહિલાની હાલત હજુ પણ ગંભીર હોવાની માહિતી મળી છે તેમજ ઇજાગ્રસ્ત દંપતીના પરિવારજનોએ ડ્રિંક એન્ડ ડ્રાઇવનો ગુનો દાખલ કરવા માટે માંગણી કરી છે. હાલ ગંભીર ઈજાગ્રસ્ત દંપતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે
જે પરિવાર આ કારની ટકકરથી ઇજાગ્રસ્ત થયો હતો. તેમણે જણાવ્યું હતું કે કે કાર ચાલક પૂરઝડપે અને નશામાં કાર ચલાવતો હતો આથી આ ઘટનામાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો ગુનો દાખલ કરવો જોઈએ. નોંધનીય છે કે BMW કારની ટકકરે મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત દંપતી પૈકી મહિલાનું નામ મેઘા અગ્રવાલ અને પતિનું નામ અમિત અગ્રવાલ છે.
અમદાવાદના એસજી હાઈવે ઉપર થયેલા હિટ એન્ડ રન કેસમાં અકસ્માત બાદ કાર માલિક પરિવાર સાથે ફરાર થઈ ગયો છે . BMW કારનો માલિક શ્રીક્રિષ્ના શર્માનો પુત્ર સત્યમ શર્મા કાર ચલાવતો હતો. આથી પરિવાર નબીરાને બચાવવા ભૂગર્ભમાં ઉતરી ગયો છે. Tv9ની ટીમ કાર માલિકના થલતેજ ખાતેના નિવાસ્થાને પહોંચી હતી ત્યારે સત્યમ શર્માનું ઘર બંધ જોવા મળ્યું. જોકે વિગતો જાણવા મળી હતી કે કાર ચાલક સત્યમ શર્માના પિતા બિઝનેસમેન છે. આ પરિવાર ગ્વાલિયરનો છે. સાથે જ કારમાંથી એક રાજકીય પક્ષનો ખેસ મળી આવતા અનેક તર્ક વિતર્ક પણ થઈ રહ્યા છે.