Ahmedabad: BU પરવાનગી અને NOC મુદ્દે હાઈકોર્ટની ઝાટકણી બાદ AMCએ અનેક મિલકતો સીલ કરી દીધી
Ahmedabad: હાઇકોર્ટે BU પરમિશન અને ફાયર NOC મામલે ઝાટકણી કાઢ્યા બાદ કોર્પોરેશનની ઉંઘ ઉડી છે એ સાથે જ ગઈકાલે મોડી રાતથી AMC હરકતમાં આવી છે અને BU પરમિશન વગર ઉપયોગ કરવામાં આવતી મિલકતો સામે કાર્યવાહી શરુ કરી છે.
Ahmedabad: હાઇકોર્ટે BU પરમિશન અને FIRE NOC મામલે ઝાટકણી કાઢ્યા બાદ કોર્પોરેશનની ઉંઘ ઉડી છે એ સાથે જ ગઈકાલે મોડી રાતથી AMC હરકતમાં આવી છે અને BU પરમિશન વગર ઉપયોગ કરવામાં આવતી મિલકતો સામે કાર્યવાહી શરુ કરી છે.
AMCના એસ્ટેટ વિભાગ દ્વાશહેરના પશ્ચિમઝોનના નવરંગપુરા, મોટેરા, રાણીપ, સહિતના વિસ્તારોમાં, પૂર્વ ઝોનમાં ઓઢવ, વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં આવેલી BU પરમિશન વગરની મિલકતોને એસ્ટેટ વિભાગ દ્વારા સીલ મારવામાં આવી છે. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે અલગ કોમ્પ્લેક્સની 300 જેટલી દુકાનોને સીલ મારી દીધું છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીયુ પરમિશન વગર અનેક બિલ્ડીંગનો વપરાશ થતો હોવાથી બે નોટિસ આપી હતી છતાં મિલકતધારકો દ્વારા બીયુ લેવા અંગે કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતાં 7 ઝોનમાં 692 યુનિટ સીલ કરવામાં આવ્યા.
બે દિવસમાં કુલ 1206 યુનિટ સીલ કરાયા છે તો બીયુ પરમિશન વગર ઉપયોગમાં લેવાતા યુનિટ સામે આજે કરેલી કાર્યવાહીમાં પશ્ચિમ ઝોનમાં 125. ઉત્તર પશ્ચિમ ઝોનમાં 16. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 14. મધ્ય ઝોનમાં 129. ઉત્તર ઝોનમાં 6. પૂર્વ ઝોનમાં 354 અને દક્ષિણ ઝોનમાં 48 યુનિટ સીલ કરવામાં આવ્યા. 7 ઝોનમાં કુલ 41 મકાનોના 692 યુનિટ સીલ કરાયા
31 મે અને 1 જૂન ના મળી ને કુલ 1206 યુનિટ સીલ કરવામાં આવ્યા.
31 મેના રોજ સીલ કરાયેલ યુનિટમાં કોમર્શિયલ યુનિટ 314. હોટેલના 194 રૂમ. રેસ્ટોરેન્ટના 4 યુનિટ. 1 વર્કશોપ અને 1 સ્કૂલનો સમાવેશ.
તો 31 મેં અને 1 જૂન દરમિયાન કરાયેલ સિલમાં કોમર્શિયલ યુનિટ 851. હોટેલના 293 રૂમ. રેસ્ટોરેન્ટના 12 યુનિટ. 1 વર્કશોપ અને 3 સ્કૂલ 48 રૂમનો સમાવેશ.