AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : AMCએ લીધો મોટો નિર્ણય, BRTSના કેટલાક રુટ સમાંતર સાઇકલ ટ્રેકને કરાશે દૂર

ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે AMCએ આ નિર્ણય લીધો છે. શહેરના ત્રણ રૂટ પર સાઇકલ ટ્રેક તોડવાનો નિર્ણય કરાયો છે. નરોડા, RTO, વસ્ત્રાપુર લેક નજીકના કુલ 26 કિલોમિટર રોડ પર સાઇકલ ટ્રેક દૂર કરીને રોડ પહોળો કરવામાં આવે છે.

Ahmedabad : AMCએ લીધો મોટો નિર્ણય, BRTSના કેટલાક રુટ સમાંતર સાઇકલ ટ્રેકને કરાશે દૂર
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2023 | 11:17 AM
Share

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને, રહી રહીને જ્ઞાન આવ્યું હોય તેવો નિર્ણય લેવાયો છે. અમદાવાદમાં રોજબરોજ વધતી જતી ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે, BRTSના કેટલાક રૂટ ઉપર સમાંતર સાઇકલ ટ્રેકને દૂર કરવામાં આવશે. ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે AMCએ આ નિર્ણય લીધો છે. શહેરના ત્રણ રૂટ પર સાઇકલ ટ્રેક તોડવાનો નિર્ણય કરાયો છે. નરોડા, RTO, વસ્ત્રાપુર લેક નજીકના કુલ 26 કિલોમિટર રોડ પર સાઇકલ ટ્રેક દૂર કરીને રોડ પહોળો કરવામાં આવે છે.

આ પણ વાંચો : Ahmedabad : મહાઠગ કિરણ પટેલને આજે મોડી રાત સુધીમાં લવાશે અમદાવાદ, જમ્મુ-કાશ્મીરથી પોલીસ રવાના

આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું કે સાયકલ ટ્રેકનો ઉપયોગ ન થતો હોવાની અને ટ્રેક પર દબાણ ઉભા કરાયા હોવાની વારંવાર ફરિયાદ મળતી હતી. જેને કારણે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો છે. જેથી હવે નારોલ-નરોડા અને વસ્ત્રાપુર સંજીવની હોસ્પિટલ પાસેના ટ્રેક બંધ કરાશે. અને સાયકલ ટ્રેક ઉપરના દબાણ દૂર કરી રોડને સમકક્ષ બનાવવામાં આવે છે.

મહત્વનું છે કે સાયકલ પર જતા આવતા લોકોને કોઇ તકલીફ ન પડે તે માટે નારોલ, નરોડા, શિવરંજની અને IIM વિસ્તારમાં સાયકલ ટ્રેક બનાવાયા હતો. પરંતુ સાયકલ ટ્રેકનો ઉપયોગ ના થવાના કારણે હવે સાયકલ ટ્રેક દૂર કરાશે.

સાયકલ ટ્રેક ગાયબ

આ અગાઉ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ચાર વર્ષ પહેલા ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલા સાયકલ ટ્રેકનું નામો નિશાન પણ ખતમ થઈ ગયું હતુ. કોઈ આયોજન વગર બનાવવામાં આવેલા સાયકલ ટ્રેકમાં પ્રજાના કરોડો રૂપિયાનું આંધણ થયુ છે. થોડા અંશે સાઇકલ ટ્રેક બચ્યો હતો એને પણ ખુદ મહાનગરપાલિકાએ જ તોડી પાડ્યો હતો. રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી 2019-20માં શહેરીજનો અને વિદ્યાર્થીઓના હિતમાં અને સેફટી માટે સાયકલ ટ્રેક બનાવાયો હતો. શહેરના નીલમબાગ સર્કલથી કાળીયાબીડ સુધી તેમજ વિરાણી સર્કલ થી સરદાર પટેલ સ્કૂલ સુધી નવ કિલોમીટરનો સાયકલ ટ્રેક બનાવાયો હતો. જેનો ખર્ચ અંદાજે 3 કરોડ રૂપિયા જેટલો થયો હતો.

3 કરોડના ખર્ચે બનાવ્સાયો હતો સાઇકલ ટ્રેક

ચાર વર્ષ પહેલા સાઇકલ ટ્રેક 3 કરોડના ખર્ચે બનાવ્યો હતો. શહેરીજનો ખુશ હતા કે તેઓ મોર્નિગ અને ઇવનિંગના ટાઇમે સાઇકલ ચલાવી શકશે. પરંતુ થયું એવું કે 3 કરોડના ખર્ચે બનાવેલો સાઇકલ ટ્રેક મનપાએ ગાયબ કરી દીધો છે. અને હવે દાવો કર્યો છે કે ભાવનગરમાં સિક્સ લેન રોડ બન્યા બાદ નવો સાઇકલ ટ્રેક બનાવવામાં આવશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">