Ahmedabad : મહાઠગ કિરણ પટેલને આજે મોડી રાત સુધીમાં લવાશે અમદાવાદ, જમ્મુ-કાશ્મીરથી પોલીસ રવાના

કૌભાંડી કિરણને પણ કાશ્મીરથી બાય રોડ પોલીસ વાનમાં જ ગુજરાત લાવવામાં આવી રહ્યો છે. હાઇપ્રોફાઇલ લાઇફ જીવતા અને કરોડોની લક્ઝુરિયસ કારમાં ફરતા કિરણને સામાન્ય કેદીની જેમ પોલીસના ડબ્બામાં પૂરીને કાશ્મીરથી ગુજરાત લાવી રહી છે. 

Ahmedabad : મહાઠગ કિરણ પટેલને આજે મોડી રાત સુધીમાં લવાશે અમદાવાદ, જમ્મુ-કાશ્મીરથી પોલીસ રવાના
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2023 | 9:43 AM

મહાઠગ કિરણ પટેલનો ક્રાઇમ બ્રાન્ચે કબજો લીધો છે. જેમાં શ્રીનગરથી ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ આવવા રવાના થઈ છે અને આજે સાંજ કે મોડી રાત સુધીમાં ક્રાઇમ બ્રાન્ચ આ મહાઠગને લઇને અમદાવાદ પહોંચી શકે છે. ક્રાઇમ બ્રાન્ચે ટ્રાન્સફર વોરંટથી કિરણ પટેલનો ગઈકાલ ગુરુવારે કબજો લીધો હતો અને પોલીસ અમદાવાદ આવવા માટે રવાના થઈ હતી.

પોલીસ બાય રોડ કિરણ પટેલને ગુજરાત લાવી રહી છે

મહાઠગ કિરણ પટેલનો ક્રાઇમ બ્રાન્ચે કબજો લીધો છે. જેમાં શ્રીનગરથી ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ આવવા રવાના થઈ છે.ક્રાઇમ બ્રાન્ચે ટ્રાન્સફર વોરંટથી કિરણ પટેલનો કબજો લીધો છે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)ના અધિકારી તરીકેની ઓળખ આપી અનેક લોકો સાથે છેતરપિંડી આચરનારા મહાઠગ કિરણ પટેલને કાશ્મીરથી ગુજરાત લાવવામાં આવી રહ્યો છે.  આ અંગે જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) દિલબાગ સિંહે કહ્યું કે પટેલની કસ્ટડીના મામલે જમ્મુ અને કાશ્મીર પોલીસ ગુજરાત પોલીસને સહકાર આપશે

જે પ્રકારે માફિયા અતીક અહેમદને પોલીસ વાન મારફતે ગુજરાતથી ઉત્તર પ્રદેશ લઇ જવાયો હતો, એ જ રીતે કૌભાંડી કિરણને પણ કાશ્મીરથી બાય રોડ પોલીસ વાનમાં જ ગુજરાત લાવવામાં આવી રહ્યો છે. હાઇપ્રોફાઇલ લાઇફ જીવતા અને કરોડોની લક્ઝુરિયસ કારમાં ફરતા કિરણને સામાન્ય કેદીની જેમ પોલીસના ડબ્બામાં પૂરીને કાશ્મીરથી ગુજરાત લાવી રહી છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ખોટી ઓળખ બતાવી જમ્મુ-કાશ્મીરનો સરકારી મહેમાન બન્યો હતો

ગુજરાતના મહાઠગ કિરણ પટેલે PMOના અધિકારી તરીકેની ઓળખ આપી જમ્મુ-કાશ્મીરનો સરકારી મહેમાન બન્યો અને ઝેડ પ્લસ સિક્યુરિટીમાં છેક બોર્ડ પહોંચી ગયો હતો. પરંતુ તેનું કારનામું બહાર આવ્યા બાદ ગુજરાતમાં પણ તેના એક પછી એક એમ અનેક કૌભાંડ બહાર આવ્યા છે. પૂર્વ પ્રધાનના ભાઇ જગદીશ ચાવડાનો રૂપિયા 18 કરોડનો બંગલો પચાવી પાડવાના કેસમાં કિરણ વિરૂદ્ધ કેસ દાખલ થયો છે.

ગુજરાત પોલીસે કૌભાંડી કિરણ ઉપર કસ્યો સંકજો

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કિરણ પટેલે પોતાની ઓળખ PMOના અધિકારીની આપીને અનેક લોકોને ભોળવી લીધા હતા. અમદાવાદની જાણીતી કો-ઓપરેટિવ બેંકના એક ઉચ્ચ પદાધિકારી પણ તેના સંપર્કમાં હતા. કિરણ પટેલ આ બધા સંપર્કોના આધારે લોકોને ફસાવતો હતો. કૌભાંડો સામે આવ્યા બાદ પોલીસમાં ફરિયાદ ન થાય તે માટે પણ કિરણે અનેક ઉધામા નાંખ્યા હતા, પરંતુ ગુજરાત પોલીસે કૌભાંડી કિરણ પર એવો સકંજો કસ્યો છે કે જેમાંથી તે બચી શકે તેમ નથી. હવે કિરણ પટેલને અમદાવાદ લાવ્યા બાદ શું પગલાં લેવાશે તે જોવું રહ્યું.

g clip-path="url(#clip0_868_265)">