Ahmedabad: સફાળા જાગેલા તંત્રએ શાસ્ત્રી બ્રિજના સમારકામનો નિર્ણય લીધો, 14 જૂન સુધીમાં ટેન્ડર બહાર પડાશે

|

Jun 08, 2023 | 9:50 AM

આ બ્રિજ છેલ્લા ઘણા સમયથી જર્જરિત થઈ ગયેલો છે. મોટા વાહનો પસાર થાય તો ધ્રુજારી મારે છે. આ અંગેની જાણ હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું હતું. જાણે કોઈ દુર્ઘટનાની રાહ જોવાઈ રહી હોય તેવો ઘાટ ઘડ્યો હતો.

Ahmedabad: સફાળા જાગેલા તંત્રએ શાસ્ત્રી બ્રિજના સમારકામનો નિર્ણય લીધો, 14 જૂન સુધીમાં ટેન્ડર બહાર પડાશે

Follow us on

Ahmedabad: અમદાવાદના વિશાલા પાસે શાસ્ત્રી બ્રિજ (Shastri Bridge)  જર્જરિત (Dilapidated) હોવાના TV9ના અહેવાલનો પડઘો પડ્યો છે. TV9ના અહેવાલ બાદ સફાળા જાગેલા તંત્રએ શાસ્ત્રી બ્રિજના સમારકામનો નિર્ણય કર્યો છે. TV9 ગુજરાતીએ ગત 5 જૂનના રોજ શાસ્ત્રી બ્રિજ પર તિરાડો પડી ગઈ હોવાનો અને પોપડા ઉખડી ગયા હોવાનો અહેવાલ દર્શાવ્યો હતો. આ અહેવાલને પગલે તંત્ર સફાળું જાગ્યું હતું અને રૂપિયા 5.50 કરોડના ખર્ચે બ્રિજમાં બેરિંગ રિપેરિંગનો નિર્ણય લેવાયો છે. 14 જૂન સુધીમાં તેના માટે ટેન્ડર (Tender) બહાર પાડવામાં આવશે.

આ પણ વાંચો-Gujarat Video : સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ પર પોલીસ પર પથ્થરમારો, DySP સહિતના સ્ટાફની હાજરીમાં બની ઘટના

મહત્વનું છે કે આ બ્રિજ છેલ્લા ઘણા સમયથી જર્જરિત થઈ ગયેલો છે. મોટા વાહનો પસાર થાય તો ધ્રુજારી મારે છે. આ અંગેની જાણ હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું હતું. જાણે કોઈ દુર્ઘટનાની રાહ જોવાઈ રહી હોય તેવો ઘાટ ઘડ્યો હતો. તંત્રએ ફક્ત વ્હાઈટવોશ કરીને જ કામ ચલાવી લીધુ હતું. રસ્તા અને બ્રિજના સમારકામ માટે બજેટમાં રૂપિયાની ફાળવણી થતી હોવા છતાં લોકોની આંખમાં ધૂળ નાખવાનું કામ સત્તાધીશો કરી રહ્યા હતા. જોકે આ બ્રિજનું સમારકામ શરૂ ક્યારે થશે તે મોટો સવાલ છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

TV9 દ્વારા આ બ્રિજને લઈ રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં ખુલાસો થયો છે કે વિશાલા બ્રિજની હાલત દિવસે દિવસે જર્જરીત થઇ રહી છે. આ બ્રિજ પરથી પસાર થવું એટલે કે મોતના મુખમાંથી પસાર થવા સમાન છે તેમ કેટલાક લોકો કહે છે. વિશાલા બ્રિજ અમદાવાદના સૌથી જૂના ઓવરબ્રિજ માંથી એક છે. જો કે એલિસબ્રિજના ધારાસભ્યનો દાવો છે કે, બ્રિજ સુરક્ષિત છે. ત્યારે હવે લોકો મૂંઝવણમાં મુકાયા છે. કે આ બ્રિજ પરથી પસાર થવું કે કેમ. જોખમી બ્રિજ સામે હવે તંત્ર સબ સલામતીના દાવા તંત્ર કરી રહ્યુ છે. જે કેટલું સત્ય છે તે બાબત આવનારા સમયમાં સામે આવશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article