Ahmedabad: અમદાવાદમાં કલેક્ટર પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની મળી બેઠક
Ahmedabad: જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કેના અધ્યક્ષસ્થાને જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી હતી. જેમા જિલ્લાના વિવિધ પ્રશ્નો અંગે કરાયેલી રજૂઆતો બાબતે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી અને પ્રશ્નોના ઉકેલ લાવવા બાબતે હકારાત્મક વિચારણા કરવામાં આવી.
અમદાવાદ જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકેના અધ્યક્ષસ્થાને જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં કલેક્ટરએ વિવિધ વિભાગોને લગતા પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા માટે વિવિધ વિભાગોના અધિકારીઓને માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
સાંસદો અને ધારાસભ્યોની રજૂઆતો સંદર્ભે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા
અમદાવાદ જિલ્લાના વિવિધ પ્રજાકીય પ્રશ્નો અંગે સાંસદ અને ધારાસભ્યોની રજૂઆતો બાબતે વિવિધ વિભાગોના અધિકારીઓ વચ્ચે સુગમ સંકલન થકી ત્વરિત ઉકેલ લાવવા બાબતે હકારાત્મક વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં જે-તે વિભાગોના પડતર પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ આ બાબતે ઉપસ્થિત અધિકારીઓને ઝડપી કાર્યવાહી કરવા સૂચનો આપવામાં આવ્યાં હતા.
પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે આગોતરુ આયોજન કરવા સંબંધિત અધિકારીઓને કરાઈ તાકીદ
આ બેઠક અન્વયે વિવિધ વિભાગોની યોજનાઓના અમલીકરણ તેમજ સ્વાગત સપ્તાહની ઉજવણી સહિતના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, ઉનાળાના દિવસોમાં કોઈ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે આગોતરું આયોજન કરવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી. આ બેઠકમાં અમદાવાદ જિલ્લાના સંસદસભ્ય, ધારાસભ્ય, જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે, જિલ્લા પોલીસ અધિક્ષક અમિત વસાવા, નિવાસી અધિક કલેક્ટર સુધીર પટેલ, અધિક નિવાસી નાયબ કલેકટર ડૉ. વિમલ જોશી સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ, પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
કલેક્ટરની અધ્યક્ષતામાં અમદાવાદ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
જિલ્લા કલેકટર કચેરી અમદાવાદ ખાતે કલેક્ટર પ્રવીણા ડીકેના અધ્યક્ષસ્થાને અમદાવાદ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં અન્ન સલામતી કાયદા અન્વયે પુરવઠાની ઉપલબ્ધિ અને ભાવો અંગે, નવી વ્યાજબી ભાવની દુકાનો ખોલવાની મંજુરી આપવા બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત, નાગરિક પુરવઠા, ગ્રાહક સુરક્ષા અને વાજબી ભાવની દુકાનોની કામગીરી અંગેની રજૂઆતો અને સૂચનો અંગે હકારાત્મક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં અમદાવાદના જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…