એશિયન ગ્રેનિટો લિમિટેડ (Asian Granito Limited) નામની સિરામીક બનાવતી કંપનીમાં ઈન્કમટેક્સ (Income Tax) ના વહેલી સવારથી દરોડા પડ્યા છે. અમદાવાદ, હિંમતનગર, પ્રાંતિજ અને મોરબી સહિત 35થી 40 સ્થળોએ ફોક્ટટરી અને ઓફિસો ધરાવતી આ કંપની દેશની ટોચની ત્રણ સિરામિક કંપનીઓમાંની એક છે. કંપની 1400 કરોડનું ટર્નઓવર ધારવે છે અને દુનિયાના 100થી વધુ દેશોમાં પોતાની પોડક્ટ્સની નિકાસ કરે છે. આટલી મોટી કંપનીમાં આઈટી વિભાગે 200 અધિકારીઓ સાથે મેગા ઓપરેશન હાથ ધરતાં મોટા પાયો ગેરરીતી બહાર આવવાની સંભાવના છે.
AGL નામથી ફેસમ આ કંપની ઓગસ્ટ 1995માં શરૂ થઈ હતી. મહત્ત્વની વાત એ છે કે આ કંપની શરૂ થઈ ત્યારે બહુ મોટી કહી શકાય તેવી 127 કરોડ રૂપિયાની ઓથોરાઇઝ્ડ કેપિટલ સાથે શરૂ થઈ હતી. અમદાવાદમાં હેડક્વાર્ટર ધરાવતી આ કંપની 26 વર્ષ પહેલાં સ્થાપવામાં આવી હતી અને આટલા ટુંકા ગાળામાં જ વિશ્વના 100 દેશોમાં નિકાસ કરતી કંપની બની ગઈ છે. મહત્ત્વની વાત એ છે કે યુરોપ અને અમેરિકાના વિકસિત દેશોમાં પણ આ કંપની પોતાની પ્રોડક્ટની નિકાસ કરે છે.
કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર કમલેશ ભગુભાઈ પટેલ અન્ય 9 કંપનીઓમાં ડાયરેક્ટર છે જ્યારે 2 કંપનીઓમાં એડિશનલ ડાયરેક્ટર અને 1 કંપનીમાં ઇન્ડિવિઝ્યુઅલ ડાયરેક્ટર છે. આ ઉપરાંત કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ જીવાભાઈ પટેલ અન્ય 5 કંપનીઓમાં ડાયરેક્ટર છે જ્યારે 1 કંપનીઓમાં એડિશનલ ડાયરેક્ટર અને 1 કંપનીમાં ઇન્ડિવિઝ્યુઅલ ડાયરેક્ટર છે.
આ કંપની માત્ર ટાઈલ્સ જ નહીં પણ બાથવેર અને મારબલના ઉત્પાદનો પણ બનાવે છે. કંપની તેના પ્રિમિયમ પ્રોડક્ટસ્ માટે પણ જાણિતી છે. દેશભરમાં 300થી વધુ શો રૂમ ધરાવે છે અને સાઉથ આફ્રિકામાં દેશનો સૌથી મોટો સિરામિક શો રૂમ ખોલવાનું શ્રેય પણ આ કંપનીને જાય છે. આ કંપનીની ઘણી બધી સબસીડરી કંપનીઓ પણ છે અને રાજ્યમાં પણ આ કંપની અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા અને મોરબી જિલ્લામાં પોતાના 9 જેટલાં જંગી ઉત્પાદન યુનિટો ધરાવે છે.
Published On - 1:07 pm, Thu, 26 May 22