વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત નૌતમ સ્વામીએ કહ્યું, હાર્દિકે હિન્દુવાદી પક્ષમાં જોડાઈ જવું જોઈએ
નૌતમ સ્વામીએ એવું પણ કહ્યુ કે, ભારતીય અને હિન્દુ સંસ્કૃતિને આવા યુવાનોની જરૂર છે. જે હિન્દુ હિતની વાત કરશે તે દેશ પર રાજ કરશે.. આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યુ કે, 370 કલમ હટાવી, રામ મંદિર બનાવ્યું તે જ પાર્ટી હિંદુવાદી પાર્ટી કહેવાય.
હાર્દિક પટેલ (Hardik Patel) ભાજપ (BJP) માં જોડાશે તેવી ચર્ચા વચ્ચે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય (Vadtal Swaminarayan Sampradaya) ના સંત નૌતમ સ્વામી (Nautam Swami) એ મહત્વનું નિવેદન આપ્યું છે. વિરમગામમાં હાર્દિક પટેલના પિતાના કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા નૌતમ સ્વામીએ હાર્દિક પટેલને સલાહ આપી છે અને કહ્યુ કે, હાર્દિક પટેલે હિંદુવાદી પાર્ટીમાં જોડાવવું જોઇએ. એટલું જ નહિં તેમણે એવું પણ કહ્યુ કે, ભારતીય અને હિન્દુ સંસ્કૃતિને આવા યુવાનોની જરૂર છે. જે હિન્દુ હિતની વાત કરશે તે દેશ પર રાજ કરશે. આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યુ કે, 370 કલમ હટાવી, રામ મંદિર બનાવ્યું તે જ પાર્ટી હિંદુવાદી પાર્ટી કહેવાય.
હાર્દિક પટેલની પ્રદેશ નેતાગીરી સામેની નારાજગી વચ્ચે પિતાના પુણ્યતિથિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પહોંચ્યા હતા. હાર્દિકે પ્રદેશ નેતાગીરીની કાર્યશૈલી સામે ઉઠાવેલા સવાલો બાદ આ પહેલી વખત હતુ કે પ્રદેશના ઉચ્ચ નેતાઓ અને હાર્દિક આમને-સામને આવ્યાં હોય.
કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા પણ હાજર રહ્યા હતા. સ્વાભાવિક છે કે હાર્દિકના નારાગજી પર સવાલ પૂછાવાના હતા. જ્યારે હાર્દિક વિશે રઘુ શર્માને સવાલ પૂછવામાં આવ્યા તો તેમણે કહ્યું હાર્દિકની નારાજગીની વાતમાં કોઈ તથ્ય નથી અને આવનારી ચૂંટણીમાં હાર્દિક પટેલની ભૂમિકા મહત્વની રહેશે તેવી વાત કહી હતી. તો, કાર્યક્રમમાં હાજર રહેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને હાર્દિકની નારાજગી વિશે જ્યારે સવાલ પૂછવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું હાર્દિક સાથેની ચર્ચા ચાલુ છે.
હાર્દિક પટેલના પિતાની પુણ્યતિથિને લઈને આજે વિરમગામમાં આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારથી શરૂ થયેલા કાર્યક્રમમાં વિવિધ સંગઠનના લોકો સહિત કોંગ્રેસના મોટા નેતાઓનો જમાવડો જોવા મળ્યો.કાર્યક્રમમાં ઉમિયાધામ સંસ્થાના આર.પી. પટેલ, કોંગ્રેસ પ્રભારી, રઘુ શર્મા, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, વિરમગામના ધારાસભ્ય લાખા ભરવાડ, દશાડાના ધારાસભ્ય નૌશાદ સોલંક, સિદ્ધાર્થ પટેલ સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. તો ભાજપના નેતાઓને આમંત્રણ છતા હજુ સુધી એક પણ નેતા આ કાર્યક્રમમાં દેખાયા નથી.
આ પણ વાંચોઃ અમદાવાદઃ સરદાર પટેલ સ્ટેડિયમ AMC દ્વારા બંધ કરાશે, સ્ટ્રક્ચર રિપોર્ટ અનફિટ આવતા લેવાયો નિર્ણય
આ પણ વાંચોઃ રાજકોટ પોલીસનો અનોખો અભિગમ, હવે ક્રાઇમ બ્રાન્ચમાં જોડાવું હશે તો જોઇશે આ લાયકાત