ભારે કરી ! સુરતના આ કાકાએ સડક પર એવી સાઈકલ ચલાવી કે લોકો જોતા રહી ગયા, જુઓ VIDEO

આજકાલ સુરત શહેરનો(Surat City) એક વીડિયો સોશિયલ મીડિયા પર છવાયો છે.જેમાં કાકા જે રીતે સાઈકલ ચલાવી રહ્યા છે,તે જોઈને તમને પણ હસવુ આવશે.

ભારે કરી ! સુરતના આ કાકાએ સડક પર એવી સાઈકલ ચલાવી કે લોકો જોતા રહી ગયા, જુઓ VIDEO
Funny video goes viral
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2022 | 2:35 PM

Viral Video : સોશિયલ મીડિયા (Social Media) પર અવારનવાર કોઈને કોઈ વીડિયો વાયરલ થતો જોવા મળે છે.જેમાં કેટલાક વીડિયો (Video) જોઈને યુઝર્સ પણ આશ્વર્ય ચકિત થઈ જાય છે.જ્યારે કેટલાક રમુજી વીડિયો(Funny Video)  જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થઈ જાય છે. તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. જેમાં એક કાકા જે રીતે સડક પર બિન્દાસ અંદાજથી સાઈકલ (Bicycle) ચલાવી રહ્યા છે તે જોઈને તમને પણ હસવુ આવશે.

કાકાએ અનોખી રીતે ચલાવી સાઈકલ

ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મોટી ઉંમરના કાકા વ્યસ્ત સડક વચ્ચે સાઈકલ ચલાવી રહ્યા છે,જો કે તમે કહેશો કે આમાં શું નવુ છે…? પરંતુ તમને જણાવી દઈએ કે, કાકા હેન્ડલ પર હાથ રાખ્યા વગર બેલેન્સ જાળવીને બિન્દાસ અંદાજથી સાઈકલ ચલાવતા જોવા મળે છે. કાકાનો આ અંદાજ જોઈને સડક પર લોકો પણ જોતા રહી જાય છે.આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં લોકપ્રિય સિંગર કિંજલ દવેનું સોંગ…ઘટે તો જીંદગી ઘટે રે …વાગી રહ્યુ છે.આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર થતાની સાથે જ વાયરલ થયો હતો.આ વીડિયો સુરત(Surat)  શહેરનો છે.

આ પણ વાંચો

જુઓ વાયરલ વીડિયો

View this post on Instagram

A post shared by Iamsuratcity (@iamsuratcity)

રમુજી વીડિયોએ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી

તમને જણાવી દઈએ કે, આ વાયરલ  વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર @iamsuratcity નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ રમુજી વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું કે,વાહ…કાકા શું સાઈકલ ચલાવી છે.જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે…આ રીતે સાઈકલ ચલાવવી જોખમી સાબિત થઈ શકે છે.આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચોઃ Surat : કુદરતી હીરા બજારમાં રફ ડાયમંડની અછત અને શોર્ટ સપ્લાય જોતા મોટા ઉદ્યોગકારો સિન્થેટિક ડાયમંડ ઉત્પાદનના રસ્તે

આ પણ વાંચોઃ Junagadh: પોષણક્ષમ ભાવ મેળવવા વિસાવદરના 306 ખેડૂતોએ મળીને બનાવી ખેત ઉત્પાદક સહકારી મંડળી

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">