સુરત : સરકારી ઓફિસમાં દસ્તાવેજ એન્ટ્રી કૌભાંડ આચરાયું, અધિકારીઓની સંડોવણીની આશંકા

અઠવા સબ રજીસ્ટ્રાર કચેરીમાં 60 વર્ષ અગાઉ ડુમસ, વેસુ, ખજોદ અને સિંગણપોરની જમીનના નોંધાયેલા દસ્તાવેજને રાતોરાત ગાયબ કરી તેના ઠેકાણે બોગસ દસ્તાવેજની એન્ટ્રી કરવાના કૌભાંડને (Scam) પગલે સુરતના રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે.

સુરત : સરકારી ઓફિસમાં દસ્તાવેજ એન્ટ્રી કૌભાંડ આચરાયું, અધિકારીઓની સંડોવણીની આશંકા
Surat: Document entry scam in government office (ફાઇલ)
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 28, 2022 | 1:31 PM

સુરતના (Surat) નાનપુરા સ્થિત બહુમાળી બિલ્ડીંગમાં આવેલી અઠવા સબ રજીસ્ટ્રાર કચેરીમાં 60 વર્ષ અગાઉ ડુમસ, વેસુ, ખજોદ અને સિંગણપોરની જમીનના (Land Scam) નોંધાયેલા દસ્તાવેજના વોલ્યુમમાંથી ઓરીજનલ દસ્તાવેજ ગાયબ કરી અન્ય દસ્તાવેજની એન્ટ્રી કરાવી કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાના કૌભાંડમાં સબ રજીસ્ટ્રાર કચેરી અને જમીનના મૂળ માલિકના અઠવાલાઇન્સ પોલીસે નિવેદન નોંધ્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) આ બાબતે તપાસ શરૂ કરી, જેમાં અનેક અધિકારીઓની પણ સંડોવણી બહાર આવે તો નવાઈ નહિ.

સુરતના સરકારી કામકાજો જે જગ્યાએથી થાય છે તે નાનપુરા બહુમાળી બિલ્ડીંગમાં કરોડોની જમીનોના કાગળો કે પછી સરકારી કાગળો રહેતા હોય છે. ત્યાં બહુમાળીમાં આવેલ એ-બ્લોકમાં ત્રીજા માળે આવેલી અઠવા સબ રજીસ્ટ્રાર કચેરીમાં નોંધાયેલા દસ્તાવેજ નં. 1143, 1144, 1889, 1890 અને 1897 ના દસ્તાવેજના રેકર્ડમાં કંઇક ખોટું થયાની શંકા વ્યકત કરતી અરજીને પગલે કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાનું મસમોટું કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. આ સમગ્ર પ્રકરણમાં તપાસ અંતર્ગત અઠવાલાઇન્સ પોલીસે ગાંધીનગર સ્થિત નિરીક્ષક કચેરી પાસેથી મળેલા દસ્તાવેજના આધારે જમીનના મૂળ માલિક એવા લીલીબેન મગનભાઇ સોંસકીયાનું નિવેદન નોધ્યું છે.

સાથે આ ઉપરાંત સબ રજીસ્ટ્રાર કચેરીના સ્ટાફના ત્રણ કર્મચારીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે. જોકે પોલીસની પ્રાથમિક તપાસમાં સિસ્ટમેટીક રીતે આચરવામાં આવેલા કૌભાંડ મસમોટું હોવાનું જણાતા તાબડતોબ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર દ્વારા આ પ્રકરણની તપાસ ક્રાઇમ બ્રાંચના એસીપી આર.આર. સરવૈયાને સોંપવામાં આવી છે. બીજી તરફ એવું ચર્ચાય રહ્યું છે કે આ કૌભાંડ પાછળ ચોક્કસ ટોળકી સક્રિય છે અને તેણે સમગ્ર ખેલ કર્યો છે. આટલી મોટી હિંમત કોઈ બહાર ન વ્યક્તિ નહીં કરી શકે કોઈ અંદરના વ્યક્તિ દ્વારા આ ખેલ પાડ્યો હોય તેવું હાલમાં પ્રાથમિક ધોરણે લાગી રહ્યું છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

અઠવા સબ રજીસ્ટ્રાર કચેરીમાં 60 વર્ષ અગાઉ ડુમસ, વેસુ, ખજોદ અને સિંગણપોરની જમીનના નોંધાયેલા દસ્તાવેજને રાતોરાત ગાયબ કરી તેના ઠેકાણે બોગસ દસ્તાવેજની એન્ટ્રી કરવાના કૌભાંડને પગલે સુરતના રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ આ સમગ્ર કૌભાંડ વર્ષ 2021માં આચરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. સબ રજીસ્ટ્રાર કચેરી સાથે સંકળાયેલા કેટલાક લેભાગુઓએ વોલ્યુમમાંથી ઓરીજનલ દસ્તાવેજ ચોરી કરાવી તેના ઠેકાણે બીજા દસ્તાવેજની એન્ટ્રી કરાવ્યાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો :Tech Tips: Chrome Browser માં પૈસા બચાવવાથી લઈને બેટરી બચાવવા સુધીના છે વિકલ્પો, જાણો આ 5 ખાસ ફીચર્સ

આ પણ વાંચો :Cannes 2022 : દીપિકા પાદુકોણ પહેલા, આ બોલિવૂડ સ્ટારે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુરીની ભૂમિકા ભજવી હતી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">