G-20 સમિટના ઉપલક્ષ્યમાં યોજાનારી અર્બન-20 બેઠકમાં ભાગ લેવા અમેરિકા, જાપાન, ઈટલી, ફ્રાન્સ સહિતના 20 દેશોનું ડેલિગેશન આવશે અમદાવાદ

Ronak Varma

|

Updated on: Jan 31, 2023 | 8:28 PM

Ahmedabad: G-20 સમિટના ઉપલક્ષ્યમાં આગામી 9-10 ફેબ્રુઆરીએ અમદાવાદમાં અર્બન-20 અંતર્ગત સિટી શેરપા ઈન્સેપ્શન બેઠક યોજાશે. આ બેઠકમાં સામેલ થવા માટે 20 આંતરરાષ્ટ્રીય શહેરોમાંથી ડેલિગેશન અમદાવાદ આવશે. જેમા અમેરિકા, જાપાન, ઈટાલી અને ફ્રાન્સ સહિતના દેશો સામેલ છે.

G-20 સમિટના ઉપલક્ષ્યમાં યોજાનારી અર્બન-20 બેઠકમાં ભાગ લેવા અમેરિકા, જાપાન, ઈટલી, ફ્રાન્સ સહિતના 20 દેશોનું ડેલિગેશન આવશે અમદાવાદ
અર્બન-20
Follow us

G-20ની ભારતની અધ્યક્ષતાના ભાગરુપે અમદાવાદને પહેલીવાર અર્બન-20 બેઠકનું યજમાનપદ પ્રાપ્ત થયું છે. આ બેઠકના ભાગરુપ આગામી 9-10 ફેબ્રુઆરીએ સિટી શેરપા ઇન્સેપ્શન બેઠક યોજાશે. આ બેઠકમાં સામેલ થવા માટે 20 આંતરરાષ્ટ્રીય શહેરોએ તેમનું ડેલિગેશન મોકલવાની સંમતિ આપી છે. આ શહેરોમાં ન્યૂયોર્ક, ટોકિયો, મેડ્રીડ અને મિલાનનો પણ સમાવેશ થાય છે. અમેરિકા, ફ્રાન્સ તથા ઇટલીની સાથે આર્જેન્ટિના, બ્રાઝિલ, નેધરલેન્ડ્સ, સ્પેન, તુર્કી, ઇક્વાડોર જેવા દેશોના શહેરો આ યાદીમાં સામેલ છે.

આગામી 9 મહિનામાં રાજ્યમાં 14 વિવિધ બેઠકો યોજાશે

આગામી 9-10 ફેબ્રુઆરીએ અર્બન-20 અંતર્ગત સિટી શેરપા બેઠક બાદ જુલાઇ 2023માં અર્બન-20ના મેયરની બેઠક યોજાશે. ક્લાઇમેટ-40 અને યુનાઇટેડ સીટિઝ એન્ડ લોકલ ગવર્નમેન્ટ્સની સાથે મળીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશન દ્વારા અર્બન-20 બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જી-20 હેઠળ આગામી 9 મહિનામાં રાજ્યમાં 14 વિવિધ બેઠકો યોજાશે. હાલમાં જ ગાંધીનગર ખાતે બિઝનેસ-20ની એક બેઠક યોજાઈ હતી.

આ બેઠકો માર્ચ અને એપ્રિલ દરમિયાન યોજાશે

અમદાવાદ, સુરત, કેવડિયા અને ધોરડો સહિતના સ્થળે અન્ય 14 બેઠકો આગામી દિવસોમાં રાજ્યમાં યોજાશે. કચ્છના ધોરડોમાં 7થી 10 ફેબ્રુઆરી દરમિયાન ટુરિઝમ વર્કિંગ ગ્રુપની પ્રથમ બેઠક યોજાશે. એ પછી 9 અને 10 ફેબ્રુઆરી દરમિયાન અમદાવાદમાં અર્બન-20 ઇન્સેપ્શન બેઠક યોજાશે. બી-20 અંતર્ગત બીજી બેઠક સુરતમાં 13 અને 14 માર્ચના રોજ થશે. એ પછી એન્વાર્યમેન્ટ એન્ડ ક્લાઇમેટ વર્કિંગ ગ્રુપની બીજી બેઠક તથા એનર્જી વર્કિંગ ગ્રુપની બીજી બેઠક ગાંધીનગરમાં મળશે. આ બેઠકો માર્ચ અને એપ્રિલ દરમિયાન યોજાશે.

આ પણ વાંચો: G-20: આગામી 9 મહિનામાં અર્બન-20 સહિત 15 મહત્ત્વની આંતરરાષ્ટ્રીય બેઠક ગુજરાતમાં યોજાશે

અમદાવાદમાં 29 અને 30 મેના રોજ અર્બન-20 સમિટ મળશે. બાદમાં કેવડિયામાં 19 જૂનથી 21 જૂન દરમિયાન ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રુપની બીજી બેઠક મળશે. બાકીની 6 બેઠક ગાંધીનગરમાં યોજાશે, જેમાં ફાયનાન્સ એન્ડ સેન્ટ્રલ બેન્ક ડેપ્યુટીઝની ત્રીજી બેઠક (21થી 23 જૂન), ફાયનાન્સ મિનિસ્ટર્સ એન્ડ સેન્ટ્રલ બેન્ક ગવર્નર્સની ત્રીજી બેઠક (24 અને 25 જુલાઇ), હેલ્થ વર્કિંગ ગ્રુપ બેઠક (2-3 ઓગસ્ટ), મિનિસ્ટેરિયલ હેલ્થ વર્કિંગ ગ્રુપ (4 ઓગસ્ટ), વુમન એમ્પાવરમેન્ટ અંગેની મિનિસ્ટેરિયલ બેઠક (9-10 ઓગસ્ટ) તથા ઇન્ટરનેશનલ ફાયનાન્સ આર્કીટેક્ચર વર્કિંગ ગ્રુપની ચોથી બેઠક (29 અને 30 સપ્ટેમ્બર) સામેલ છે.

અર્બન-20માં આ શહેરો જોડાશે

શહેર દેશ
સાઓ પાઓલો બ્રાઝિલ
રોટરડેમ નેધરલેન્ડ્સ
બાર્સેલોના સ્પેન
મિલાન ઇટલી
બ્યુઓનસ એરિસ આર્જેન્ટિના
પેરિસ ફ્રાન્સ
મેડ્રીડ સ્પેન
ટોકિયો જાપાન
ઇઝમીર તુર્કી
જાકાર્તા ઇન્ડોનેશિયા
લોસ એન્જેલસ અમેરિકા
ન્યૂયોર્ક અમેરિકા
મેક્સિકો સિટી મેક્સિકો
રિયાધ સાઉદી અરેબિયા
ડર્બન સાઉદી અરેબિયા
જ્હોનાસિબર્ગ સાઉદી અરેબિયા
શ્વાને સાઉદી અરેબિયા
લાગોસ નાઇજેરિયા
ક્વિટો ઈક્વાડોર
નોર્થ ઢાકા બાંગ્લાદેશ

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati