AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

G-20: આગામી 9 મહિનામાં અર્બન-20 સહિત 15 મહત્ત્વની આંતરરાષ્ટ્રીય બેઠક ગુજરાતમાં યોજાશે

જી-20ની ભારતની અધ્યક્ષતા હેઠળ અમદાવાદ સહિત ગુજરાતના વિવધ સ્થળે આગામી 9 મહિનામાં 15 જેટલી વિવિધ આંતરરાષ્ટ્રીય બેઠકો યોજાશે. જેની શરુઆત ગાંધીનગરમાં બી-20 (બિઝનેસ 20) ઇન્સેપ્શન બેઠક સાથે થઈ ગઈ છે જેમાં દેશ વિદેશના 600થી વધુ ડેલિગેટ્સ ભાગ લઈ રહ્યા છે.

G-20: આગામી 9 મહિનામાં અર્બન-20 સહિત 15 મહત્ત્વની આંતરરાષ્ટ્રીય બેઠક ગુજરાતમાં યોજાશે
Gujarat G-20Image Credit source: File Image
Ronak Varma
| Edited By: | Updated on: Jan 24, 2023 | 8:39 PM
Share

જી-20ની ભારતની અધ્યક્ષતા હેઠળ અમદાવાદ સહિત ગુજરાતના વિવધ સ્થળે આગામી 9 મહિનામાં 15 જેટલી વિવિધ આંતરરાષ્ટ્રીય બેઠકો યોજાશે. જેની શરુઆત ગાંધીનગરમાં બી-20 (બિઝનેસ 20) ઇન્સેપ્શન બેઠક સાથે થઈ ગઈ છે જેમાં દેશ વિદેશના 600થી વધુ ડેલિગેટ્સ ભાગ લઈ રહ્યા છે.

ગુજરાત સરકારના આર્થિક બાબતો અંગેના મુખ્ય સચિવ મોના ખંધારે આ અંગે જાણકારી આપતા કહ્યું હતું કે અમદાવાદ, સુરત, કેવડિયા અને ધોરડો સહિતના સ્થળે અન્ય 14 બેઠકો આગામી દિવસોમાં રાજ્યમાં યોજાશે

અમદાવાદમાં 29 અને 30 મેના રોજ અર્બન-20 સમિટ મળશે

કચ્છના ધોરડોમાં 7થી 10 ફેબ્રુઆરી દરમિયાન ટુરિઝમ વર્કિંગ ગ્રુપની પ્રથમ બેઠક યોજાશે. એ પછી 9 અને 10 ફેબ્રુઆરી દરમિયાન અમદાવાદમાં અર્બન-20 ઇન્સેપ્શન બેઠક યોજાશે. બી-20 અંતર્ગત બીજી બેઠક સુરતમાં 13 અને 14 માર્ચના રોજ થશે. એ પછી એન્વાર્યમેન્ટ એન્ડ ક્લાઇમેટ વર્કિંગ ગ્રુપની બીજી બેઠક તથા એનર્જી વર્કિંગ ગ્રુપની બીજી બેઠક ગાંધીનગરમાં મળશે.

આ બેઠકો માર્ચ અને એપ્રિલ દરમિયાન યોજાશે. અમદાવાદમાં 29 અને 30 મેના રોજ અર્બન-20 સમિટ મળશે.

19 જૂનથી 21 જૂન દરમિયાન ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રુપની બીજી બેઠક મળશે

જ્યારે કેવડિયામાં 19 જૂનથી 21 જૂન દરમિયાન ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રુપની બીજી બેઠક મળશે. બાકીની 6 બેઠક ગાંધીનગરમાં યોજાશે, જેમાં ફાયનાન્સ એન્ડ સેન્ટ્રલ બેન્ક ડેપ્યુટીઝની ત્રીજી બેઠક (21થી 23 જૂન),

ફાયનાન્સ મિનિસ્ટર્સ એન્ડ સેન્ટ્રલ બેન્ક ગવર્નર્સની ત્રીજી બેઠક (24 અને 25 જુલાઇ), હેલ્થ વર્કિંગ ગ્રુપ બેઠક (2-3 ઓગસ્ટ), મિનિસ્ટેરિયલ હેલ્થ વર્કિંગ ગ્રુપ (4 ઓગસ્ટ), વુમન એમ્પાવરમેન્ટ અંગેની મિનિસ્ટેરિયલ બેઠક (9-10 ઓગસ્ટ) તથા ઇન્ટરનેશનલ ફાયનાન્સ આર્કીટેક્ચર વર્કિંગ ગ્રુપની ચોથી બેઠક (29 અને 30 સપ્ટેમ્બર) સામેલ છે.

ગુજરાતમાં યોજાનારી બેઠકોમાંથી પ્રથમ બેઠક “બિઝનેસ-20 ઇન્સેપ્શન”ની બેઠક 22 થી 24 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર ખાતે યોજાઈ હતી.જેમાં ભારતની B20 પ્રાથમિકતાઓ પર એક સ્પેશિયલ પ્લેનરી યોજાઇ હતી. જેમાં બજાજ ફાઇનસર્વના ચેરમેન અને એમડી સંજીવ બજાજ, OECD ખાતે બિઝનેસના ચેરમેન ચાર્લ્સ રિક જ્હોનસ્ટોન, માસ્ટરકાર્ડના વાઇસ ચેરમેન અને પ્રેસિડેન્ટ માઇકલ ફ્રોમેન અને TVS સપ્લાય ચેઇન સોલ્યુશન્સના એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન આર. દિનેશ હાજરી આપી હતી.

G20 નું એક મહત્વપૂર્ણ એન્ગેજમેન્ટ ગ્રુપ છે

B20ની સ્થાપના 2010માં કરવામાં આવી હતી અને તે G20 નું એક મહત્વપૂર્ણ એન્ગેજમેન્ટ ગ્રુપ છે. તે વૈશ્વિક વ્યવસાયોની પ્રાથમિકતાઓનું પ્રતિનિધિત્વ કરે છે. ગાંધીનગર ખાતે યોજાનારી B20 ઇન્સેપ્શન મીટિંગ B20 સ્ટ્રેટેજિક વિઝનને સાકાર કરવાના ઉદ્દેશથી નિર્ધારિત થયેલી ઔદ્યોગિક પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેથી કરીને કાર્યક્ષમ નીતિ સૂચનોમાં તેને રૂપાંતરિત કરી શકાય.

આ પણ વાંચો : Vadodara : 100 કરોડની જમીન પચાવી પાડવાનો કેસ, આરોપી સંજયસિંહના બે બેંક ખાતામાંથી દોઢ કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યા

g clip-path="url(#clip0_868_265)">