Breaking News : અમદાવાદમાં યોજાનારી મેચ પહેલા ક્રાઇમ બ્રાન્ચ પોલીસની મોટી કામગીરી, ચાર કાશ્મીરી યુવકોની કરાઈ અટકાયત
આ યુવકોની સ્ટેડિયમ પાસેથી જ ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી છે. કોઈ ગુનાહિત પ્રવૃત્તિ અજામ આપે તે પહેલાં જ તેમને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યા છે.
અમદાવાદ શહેરમાં યોજાનારી મેચ પહેલા ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મોટી કામગીરી કરી છે. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ચાર કાશ્મીરી યુવકોની અટકાયત કરી છે. આ કશ્મીરી યુવકોની શંકાસ્પદ પ્રવૃત્તિના આધારે અટકાયત કરવામાં આવી છે. આ યુવકોની સ્ટેડિયમ પાસેથી જ ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી છે. કોઈ ગુનાહિત પ્રવૃત્તિ અજામ આપે તે પહેલાં જ તેમને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યા છે.
શંકાસ્પદ પ્રવૃત્તિના આધારે ચાર યુવકોની અટકાયત
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી અને છેલ્લી T20 મેચ આવતીકાલ 1 ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રમાવાની છે. જો કે આ પહેલા આજે મોડી રાત્રે ચાર શંકાસ્પદ કશ્મીરી યુવકોને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે. આ ચાર શખ્સોને સ્ટેડિયમ પાસેથી શંકાસ્પદ પ્રવૃત્તિના આધારે ઝડપી લેવામાં આવ્યા છે. આ ચારેય યુવકો કોઇ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપે તે પહેલા જ તેમની ધરપકડ કરવામાં આવી છે. આ યુવકો સ્ટેડિયમ શા માટે આવ્યા હતા તે અંગે ક્રાઇમ બ્રાંચે યુવકોની પુછપરછ હાથ ધરી છે.
અત્યાર સુધીમા 60 હજાર કરતા વધુ ટિકિટ વેચાઇ ગઇ
મેચને લઈને 23 જાન્યુઆરીથી ટિકિટનું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં અત્યાર સુધી 60 હજાર કરતાં વધુ ટિકિટ વેચાઇ ગઇ છે. મેચ જોવા આવનાર પ્રેક્ષકો માટે 18 પાર્કિંગ પ્લોટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્લોટમાં 50થી 200 રૂપિયા ચૂકવીને વાહન પાર્ક કરી શકાશે.
BCCI દ્વારા ત્રીજી ટી-20 મેચનું અમદાવાદમાં આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડની ટીમ અમદાવાદ પહોંચી ચુકી છે. આજે સ્ટેડિયમમાં બંને ટીમ પ્રેક્ટીસ કરી રહ્યા છે અને 1 ફેબ્રુઆરીએ મેચ યોજાશે. આ મેચ માટે ઓનલાઇન અને ઓફલાઇન ટિકિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી મેચની 60 હજારથી વધુ ટિકિટ વેચાઈ છે. 90 હજાર પ્રેક્ષકો મેચ જોવા આવે તેવી અપેક્ષા છે. હજુ ઓનલાઇન અને ઓફલાઇન 500 રૂપિયાથી 10,000 રૂપિયા સુધીની ટિકિટનું વેચાણ ચાલુ જ છે.
મેચને લઇને અમદાવાદા સ્ટેડિયમની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જો કે આ પહેલા ચાર શંકાસ્પદ કાશ્મીરી યુવકોની ધરપકડથી પોલીસ વધુ એલર્ટ બની ગઇ છે. કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ એક્શન મોડ પર જોવા મળી રહી છે.