AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ 6 ઈંચ વરસાદમાં જળમગ્ન, યલો એલર્ટમાંથી 3 દિવસ રેડ એલર્ટની સ્થિતિઃ મ્યુ કમિશનર બંછાનિધી પાની

મ્યુનિસિપલ કમિશનરે, એ વાતની કબૂલાત કરી હતી કે, પશ્ચિમ અમદાવાદમાં એસ જી હાઈવે, સાયન્સ સિટી, થલતેજ, બોડકદેવ જેવા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં 12 વાગ્યા સુધીમાં જ 6 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે અને હજુ પણ વરસાદ ચાલુ છે તેથી બીજો વધારાનો વરસાદ પણ નોંધાશે.

અમદાવાદ 6 ઈંચ વરસાદમાં જળમગ્ન, યલો એલર્ટમાંથી 3 દિવસ રેડ એલર્ટની સ્થિતિઃ મ્યુ કમિશનર બંછાનિધી પાની
| Updated on: Jul 23, 2026 | 2:32 PM
Share

અમદાવાદમાં આજે સવારથી વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે સમગ્ર પશ્ચિમ અમદાવાદ જળબંબાકાર થઈ ગયું છે. પશ્ચિમ અમદાવાદમાં એવો કોઈ વિસ્તાર નહીં હોય કે જ્યાં વરસાદી પાણી ના ભરાયા હોય. શહેરની આવી સ્થિતિ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર બંછાનિધી પાની વધુ વરસેલા વરસાદને જવાબદાર ગણે છે. જો કે, તેમણે કહ્યું કે, અમદાવાદમાં વરસાદને યલો એલર્ટ હતું. જે હવે રેડ એલર્ટમાં ફેરવાયું છે. આ રેડ એર્લટ પણ આગામી 3 દિવસ સુધી રહેશે.

મ્યુનિસિપલ કમિશનરે, એ વાતની કબૂલાત કરી હતી કે, પશ્ચિમ અમદાવાદમાં એસ જી હાઈવે, સાયન્સ સિટી, થલતેજ, બોડકદેવ જેવા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં 12 વાગ્યા સુધીમાં જ 6 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે અને હજુ પણ વરસાદ ચાલુ છે તેથી બીજો વધારાનો વરસાદ પણ નોંધાશે.

બોપલ વિસ્તારની બે સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસ્યા હોવાની વિગતો મળી છે. આ સ્થિતિ નિવારવા માટે, પંપીગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. વાસણા બેરેજની જળ સપાટી 130 ફૂટ છે, પરંતુ શહેરમાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ ઝડપથી થાય તે માટે વાસણા બેરેજ ખાતે જળસપાટી ઘટાડીને 125 ફુટની કરાશે.

અમદાવાદમાં એક તબક્કે વિવિધ વિસ્તારમાં આવેલા 9 અન્ડર બ્રિજ બંધ કરવામાં આવ્યા હતા. આ અન્ડરપાસમાં વરસાદ બંધ થતા પાણી ઓસરતા ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લા મુકશે. તકેદરાની પગલા રૂપે, નદીનું પાણી ખાલી કરવામાં આવી રહ્યું છે. સ્ટોર્મ વોટરનું પાણી સાબરમતીમાં આવે છે. આથી તેનુ જળસ્તર ઓછુ કરી લેવામાં આવે છે. એસટીપી, સ્ટ્રોમ વોટર માટેના પંપ ચલાવી રહ્યાં છીએ.

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું કે, રેડ એલર્ટને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર સંપૂર્ણ એલર્ટ છે. વોટર લોગિંગ માટે ડિવોટરીગ પંપ કામે લગાડવામાં આવ્યા છે. પાણી ઓસરવા માટે મેન્યઅલી, પંપીગ બન્ને પ્રકારની કામગીરી કરવામાં આવી રહ્યું છે.

સાબરમતી નદીમાં આવતીકાલ 24મી જુલાઈ અને પરમદિવસ 25 મી જુલાઈના રોજ વધુ પાણી આવવાની સંભાવના છે. જેને ધ્યાને લઈને વાસણા બેરેજના તમામ ગેટ ખોલી નાખવામાં આવ્યા છે. વાસણા બેરેજ ખાતે સાબરમતી નદીના લોએસ્ટ લેવલ સુધી પાણી ઘટાડવામાં આવી રહ્યું છે.

Rain Breaking News: અમદાવાદમાં આગામી 3 દિવસ રેડ એલર્ટ, સાબરમતીમાં પૂરનું જોખમ, અનેક વિસ્તારો પાણીમાં ડુબ્યા, જુઓ Video

Follow Us
પાણીના ઝઘડાએ લીધો હિંસક વળાંક... ઓલપાડના ગામમાં બે જૂથો આમને-સામને
પાણીના ઝઘડાએ લીધો હિંસક વળાંક... ઓલપાડના ગામમાં બે જૂથો આમને-સામને
8 મહિનાથી રસ્તો ન બનતા સ્થાનિકો લાલઘુમ,પાલિકા સામે આંદોલન કરવાની ચીમકી
8 મહિનાથી રસ્તો ન બનતા સ્થાનિકો લાલઘુમ,પાલિકા સામે આંદોલન કરવાની ચીમકી
સુરત રેલવે સ્ટેશનનો વીડિયો વાયરલ, પફ મશિનમાં ઉંદર દેખાતા મચ્યો હડકંપ
સુરત રેલવે સ્ટેશનનો વીડિયો વાયરલ, પફ મશિનમાં ઉંદર દેખાતા મચ્યો હડકંપ
ધોરાજીમાં 2 વર્ષ બાદ પણ કામ અધૂરું, સ્થાનિકો ખાડા અને ટ્રાફિકથી ત્રસ્ત
ધોરાજીમાં 2 વર્ષ બાદ પણ કામ અધૂરું, સ્થાનિકો ખાડા અને ટ્રાફિકથી ત્રસ્ત
સુરતમાં એક્સપાયરી વાળી કોલ્ડ ડ્રિંક્સ વેચાય છે..!
સુરતમાં એક્સપાયરી વાળી કોલ્ડ ડ્રિંક્સ વેચાય છે..!
સુરતમાં મહાનગરપાલિકાના નામે બોગસ નિમણૂક પત્ર કૌભાંડનો પર્દાફાશ
સુરતમાં મહાનગરપાલિકાના નામે બોગસ નિમણૂક પત્ર કૌભાંડનો પર્દાફાશ
વડોદરાના શિનોરમાં FDAના દરોડા, પનીર અને મીઠાઈઓના લેવાયા સેમ્પલ ! Video
વડોદરાના શિનોરમાં FDAના દરોડા, પનીર અને મીઠાઈઓના લેવાયા સેમ્પલ ! Video
અમદાવાદમાં ડેન્ગ્યુના 1 હજારથી વધુ કેસ નોંધાયા
અમદાવાદમાં ડેન્ગ્યુના 1 હજારથી વધુ કેસ નોંધાયા
એકતા અને વિવિધતા ભારતના ડીએનએમાં છેઃ USAમાં બોલ્યા મોહન ભાગવત
એકતા અને વિવિધતા ભારતના ડીએનએમાં છેઃ USAમાં બોલ્યા મોહન ભાગવત
મધ્યપ્રદેશના સતના-ચિત્રકૂટમાં ભારે પૂર, 26 રાજ્યમાં વરસાદની આગાહી
મધ્યપ્રદેશના સતના-ચિત્રકૂટમાં ભારે પૂર, 26 રાજ્યમાં વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">