અમદાવાદમાં ચંડોળા તળાવ બાદની બીજી સૌથી મોટી ડિમોલિશન ડ્રાઇવ શરુ, ઇસનપુર તળાવ પર 925 મકાનો તોડી પડાશે, જુઓ Video
અમદાવાદમાં ચંડોળા બાદ AMCએ બીજી સૌથી મોટી ડિમોલિશન ડ્રાઇવ શરુ કરી છે. શહેરના વધુ એક તળાવ પર મહાનગરપાલિકાની દબાણ હટાવો ઝુંબેશ આજથી શરુ થઇ છે. ઇસનપુર તળાવ પરના કાચા-પાકા મકાનો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. દબાણ હટાવો ઝુંબેશ દ્વારા 925 મકાનોનું દબાણ દૂર કરાશે. જે માટે JCB સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલાની તૈનાતી આ સ્થળ પર કરવામાં આવી છે.

અમદાવાદમાં ચંડોળા બાદ AMCએ બીજી સૌથી મોટી ડિમોલિશન ડ્રાઇવ શરુ કરી છે. શહેરના વધુ એક તળાવ પર મહાનગરપાલિકાની દબાણ હટાવો ઝુંબેશ આજથી શરુ થઇ છે. ઇસનપુર તળાવ પરના કાચા-પાકા મકાનો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. દબાણ હટાવો ઝુંબેશ દ્વારા 925 મકાનોનું દબાણ દૂર કરાશે. જે માટે JCB સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલાની તૈનાતી આ સ્થળ પર કરવામાં આવી છે.
50 વર્ષથી ગેરકાયદે દબાણ કરાયું હતુ
ઈસનપુર તળાવ અમદાવાદનું ત્રીજા નંબરનું સૌથી મોટું તળાવ છે.ઈસનપુર તળાવ પર છેલ્લા 50 વર્ષથી ગેરકાયદે દબાણ કરાયું હતુ. અગાઉ ઈસનપુર તળાવ પરથી 167 કોમર્શિયલ દબાણો દૂર કરાયા હતા. હવે આજની ડિમોલિશનની કામગીરી શરુ કરતા પહેલા જ સ્થાનિક લોકોને તેમના મકાનો સ્વેચ્છાએ ખાલી કરવા માટે સૂચના આપવામાં આવી હતી. પોલીસ અને AMC કર્મચારીઓ દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી છે. ઘટનાસ્થળે ફાયર વિભાગ અને મેડિકલ ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે.
925 બાંધકામોને નષ્ટ કરવાનો લક્ષ્ય
પહેલાથી આ વિસ્તારમાં 167 ગેરકાયદે દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. અત્યારની કામગીરીમાં 925 બાંધકામોને નષ્ટ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. કામગીરી માટે 550 પોલીસકર્મીઓ અને લગભગ સમાન સંખ્યામાં AMC કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. કામગીરીમાં 8 JCB અને 8 હિટાચી મશીન લાગૂ કરવામાં આવ્યા છે. AMCએ જણાવ્યું છે કે ચોમાસા અને દિવાળીના આ સમયે ડિમોલિશન મોડું રાખવામાં આવ્યો હતો, જેથી સ્થાનિકોને હાનિ ન પહોંચે. બે દિવસ પહેલાંથી પોલીસ મોર્ચો દ્વારા સુરક્ષા વ્યવસ્થા અને મકાનધારકોને ઘર ખાલી કરવા સમજાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.
ડિમોલિશનના સમયે મોટાભાગના મકાનધારકો સ્વેચ્છાએ પોતાના મકાનો ખાલી કર્યા હતા, જેના કારણે કામગીરી સરળ રીતે આગળ વધી રહી છે. AMCનું કહેવું છે કે આ પગલાં તળાવના મૂળ સ્વરૂપને પુનઃસ્થાપિત કરવા અને પાણીના નિકાસ તથા પર્યાવરણ સંરક્ષણ માટે અનિવાર્ય છે. આ ડ્રાઇવ અંતર્ગત ગેરકાયદે બાંધકામોને દૂર કરવાના પગલાં દરમિયાન કોઈ ગંભીર ઘટના ઘટી નથી, અને કામગીરી અવિરત જ ચાલી રહી છે.
ડિમોલિશન હાથ ધરાય તેના બે દિવસ પહેલાંથી જ પોલીસે અહીં માર્ચ કરી હતી અને લોકોને ઘર ખાલી કરવા સમજાવાયા હતા. સમગ્ર મામલે 10 રહીશો હાઈકોર્ટમાં ગયા હતા. વોટર બોડી પર મકાનો બન્યા હોવાથી હાઈકોર્ટે ડિમોલિશનનો હુકમ કર્યો હતો. જો કે તે 10 લોકોને સમય આપવા કહ્યું હતું. તો અગાઉ 20 તારીખે ડિમોલિશન હાથ ધરાવાનું હતું. પરંતુ સ્થાનિકો દ્વારા વધુ 4 દિવસનો સમય માગતા આજે કાર્યવાહી હાથ ધરવામાં આવી.
વીથ ઇનપુટ- હરિન માત્રાવાડિયા અને રોનક વર્મા