VIDEO: રામોલના રસ્તા પર ભરાયા કેમિકલયુક્ત પાણી, AMCની કામગીરી સામે સવાલો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં કરવામાં આવતી કામગીરીને લઈને સવાલો ઉઠી રહ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા રામોલ-જનતાનગર વિસ્તારમાં છેલ્લા 3 મહિનાથી ગટર અને કેમિકલ યુક્ત પાણી રોડ પર ઉભરાય છે. તેમ છતાં કોર્પોરેશન દ્વારા યોગ્ય કામગીરી ન થતા સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ વિસ્તારની વર્ષોથી ઉપેક્ષા કરવામાં આવી […]

VIDEO: રામોલના રસ્તા પર ભરાયા કેમિકલયુક્ત પાણી, AMCની કામગીરી સામે સવાલો
Follow Us:
Pratik jadav
| Edited By: | Updated on: Oct 05, 2019 | 1:59 PM

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં કરવામાં આવતી કામગીરીને લઈને સવાલો ઉઠી રહ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા રામોલ-જનતાનગર વિસ્તારમાં છેલ્લા 3 મહિનાથી ગટર અને કેમિકલ યુક્ત પાણી રોડ પર ઉભરાય છે. તેમ છતાં કોર્પોરેશન દ્વારા યોગ્ય કામગીરી ન થતા સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ વિસ્તારની વર્ષોથી ઉપેક્ષા કરવામાં આવી રહી છે.

રામોલ વિસ્તાર રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાનો મત વિસ્તાર છે. છતાં અહીં વિકાસના કાર્યોમાં ઉપેક્ષા થઈ રહી હોવાનો લોકોનો આરોપ છે. અહીં છાસવારે રોડ પર કેમિકલના પાણી ફરી વળે છે. બે દિવસથી આ પાણી પીવાના પાણીમાં ભળે તેવો ભય તોળાઈ રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અધિકારીઓ આ વિસ્તાર સાથે પક્ષપાત કરી રહ્યાં છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ચોમાસાની શરુઆત થઈ ત્યારથી જ રામોલ વિસ્તારના મુખ્ય માર્ગ પર ગટર અને કેમિકલયુક્ત પાણી ફરી વળ્યા છે. મુખ્યમાર્ગની બાજુમાં જ આવેલા ખેતરોમાં કેમિકલ યુક્ત પાણી ફરી વળતા ખેડૂતોના પાકને પણ મોટું નુક્શાન થયુ છે. આ સમસ્યા અંગે સ્થાનિકો દ્વારા અનેકવાર ફરિયાદ કરવામાં આવી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પરંતુ આ સમસ્યાનો કાયમી નિકાલ લાવવામાં કોર્પોરેશન નિષ્ફળ નિવડ્યુ છે. સ્થાનિકોની ફરિયાદને સાંભળીને પાણીના નિકાલ માટે ફાઈટર તો મોકલવામાં આવે છે પણ પાણી કાઢવા માટે વપરાતા ફાઈટર શોભાના ગાંઠિયા સમાન હોય છે. જેને લઈને સમસ્યા ઠેરની ઠેર જ રહે છે. છેલ્લા 3 મહિનાથી રામોલ વિસ્તારમાં આવેલી શાહે આલમ રેસિડેન્સી સહિતની સોસાયટીઓના સ્થાનિકોને ગટર અને કેમિકલ યુક્ત પાણીમાંથી  પ્રસાર થવુ પડી રહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કેમિકલયુ્ક્ત પાણી રોડ પર ફરી વળવાના કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો પણ રામોલ વિસ્તારમાં ફાટી નિકળ્યો છે. નર્કથી પણ બદતર જીંદગી જીવી રહેલા સ્થાનિકો કોર્પોરેશનના અધિકારીને સવાલ પૂછી રહ્યા છે કે અમે AMCને સમયસર ટેક્સ ચૂકવી રહ્યા છે તો શા માટે અમે પ્રાથમિક સુવિધાથી વંચિત છીએ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">