AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Plane Crash News Live Updates : પ્લેન ક્રેશના મૃતકોના પરિવારજનોને મૃતદેહ સોંપવાની શરૂઆત, કુલ 324 મૃતદેહ અને બોડી પાર્ટસના થયા DNA,  39 મૃતદેહોના DNA થયા મેચ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2025 | 10:24 PM
Share

અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓની ઓળખ માટે સંબંધીઓના ડીએનએ નમૂના લેવામાં આવી રહ્યા છે. આ ઘટનામાં મોટાભાગના મૃતદેહો સંપૂર્ણપણે બળી ગયા છે, જેની ઓળખ કરવી મુશ્કેલ છે. વિમાનમાં સ્થાપિત બ્લેક બોક્સ પણ મળી આવ્યું છે.

Ahmedabad Plane Crash News Live Updates : પ્લેન ક્રેશના મૃતકોના પરિવારજનોને મૃતદેહ સોંપવાની શરૂઆત, કુલ 324 મૃતદેહ અને બોડી પાર્ટસના થયા DNA,  39 મૃતદેહોના DNA થયા મેચ

અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓની ઓળખ માટે સંબંધીઓના ડીએનએ નમૂના લેવામાં આવી રહ્યા છે. આ ઘટનામાં મોટાભાગના મૃતદેહો સંપૂર્ણપણે બળી ગયા છે, જેની ઓળખ કરવી મુશ્કેલ છે. વિમાનમાં સ્થાપિત બ્લેક બોક્સ પણ મળી આવ્યું છે. અમદાવાદ પ્લેન ક્રેશ મામલે નાગરિક ઉડ્ડયન મંત્રાલયની ઉચ્ચ સ્તરીય બેઠક મળી. નાગરિક ઉડ્ડયન પ્રધાન રામમોહન નાયડૂની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. DGCA સહિત અન્ય વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા. બેઠક પછી નાગરિક ઉડ્ડયન પ્રધાન રામમોહન નાયડૂ પત્રકાર પરિષદ યોજી હતી. દરેક પહેલુથી ઘટનાની તપાસ કરવામાં આવી રહી હોવાનું પણ તેમણે જણાવ્યુ.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 14 Jun 2025 07:46 PM (IST)

    અસહ્ય ગરમી વચ્ચે છોટાઉદેપુરમાં મેઘરાજાનું આગમન

    છોટાઉદેપુર જિલ્લામાં શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. લાંબા વિરામ બાદ છોટાઉદેપુરના બોડેલી વિસ્તારમાં મેઘરાાજા મન ભરીને વરસ્યા હતા. આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે પ્રચંડ ગાજવીજ સાથે બોડેલી તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે.,.,વરસાદની સાથે ભારે પવન ફૂંકાતા લોકો પણ થોડા ચિંતામાં મુકાયા હતા. મેઘો એટલી હદે બોડેલી તાલુકામાં મન મુકીને વરસ્યા કે રસ્તાઓ પર ડામર નહીં પણ માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું હતું. ભીષણ ગરમી બાદ વરસાદ વરસતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

  • 14 Jun 2025 07:44 PM (IST)

    કોગ્રેસના પ્રતિનિધિમંડળે ઈજાગ્રસ્તોના પરિજનોને પાઠવી સાંત્વના

    પ્લેન ક્રેશની દુર્ઘટનાને લઇ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ અમદાવાદ આવ્યું. મલ્લિકાર્જુન ખડગે, ડી.કે. શિવકુમાર, પવન ખેડા, મુકુલ વાસનિક, નાસિર હુસૈન સહિતનું પ્રતિનિધિ મંડળ અમદાવાદની મુલાકાતે છે.  ત્યારે, કોંગ્રેસ નેતાઓ પ્લેન ક્રેશમાં ઇજાગ્રસ્ત થયેલા લોકો સાથે મુલાકાત કરશે અને સાંત્વના પાઠવશે. ત્યારબાદ, દુર્ઘટના સ્થળ એટલે કે IGP કમ્પાઉન્ડની મુલાકાત લઇ ઘટનાનો તાગ મેળવશે.

  • 14 Jun 2025 05:47 PM (IST)

    દિવંગત વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં કરવાનો પરિવારનો નિર્ણય

    ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અંતિમવિધિ રાજકોટમાં કરવાનો નિર્ણય કરાયો છે. અમદાવાદમાં DNA મેચની કાર્યવાહી પૂર્ણ થયા બાદ રૂપાણી પરિવારના સભ્યો રાજકોટ પહોંચશે. હાલ ભાજપના આગેવાનો અને રૂપાણી પરિવારના સંબંધીઓ પૂર્વ CM રૂપાણીના રાજકોટ ખાતેના નિવાસસ્થાને પહોંચ્યા છે. કમલેશ મિરાણી, પુષ્કર પટેલ, મનીષ રાડિયા સહિતના નેતાઓ તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. વિજયભાઈ રૂપાણીની અંતિમવિધિ રાજકોટમાં કરવાનો નિર્ણય કરાયો છે. DNAની કામગીરી પૂર્ણ થયા બાદ તેમના પાર્થિવ દેહને રાજકોટ લઈ જવામાં આવશે. વિજય રૂપાણીના નિવાસ સ્થાન પર પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ત્યાર બાદ નિવાસસ્થાનેથી રામનાથપરા સ્મશાન સુધી અંતિમયાત્રા નીકળશે.

  • 14 Jun 2025 05:34 PM (IST)

    અમરેલી જિલ્લામાં વરસાદનું આગમન

    • અમરેલી જિલ્લામાં વરસાદનું આગમન
    • અમરેલીના બાબાપુર અને આસપાસના વિસ્તારમાં વરસાદ
    • ખાંભાનાં ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ
  • 14 Jun 2025 04:09 PM (IST)

    અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતદેહો આપવાની શરૂઆત

    • અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતદેહો આપવાની શરૂઆત
    • 1200 બેડ હોસ્પિટલ સામેના PM રૂમમાંથી મૃતદેહો અપાઈ રહ્યા છે
    • 39 મૃતદેહના DNA અને પરિજનોના DNA મેચ થયા
    • 5-5 પરિવારોને બોલાવી મૃતદેહ આપવામાં આવી રહ્યા છે
    • મૃતદેહ સાથે ડેથ સર્ટિફિકેટ અને DNA રિપોર્ટ પણ અપાશે
    • તબક્કાવાર રિપોર્ટ આવતા મૃતદેહ સોંપવાની કામગીરી
    • મંત્રી ઋષિકેશ પટેલ, જગદીશ વિશ્વકર્મા PM રૂમ પર ઉપસ્થિત
    • પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અત્યાર સુધી 324 DNA ટેસ્ટ કરાયા
    • અત્યાર સુધી 324 મૃતદેહ અને બોડી પાર્ટસના DNA ટેસ્ટ કરાયા
    • બ્રિટનથી ન આવી શકે એમ હોય એમના બ્લડ સેમ્પલ મગાવાયા
    • એર ઇન્ડિયાના ઉત્તર પૂર્વીય રાજ્યોના પરિવારજનોના બ્લડ સેમ્પલ મગાવાયા
    • હજુ પણ 9 વિદેશી મુસાફરોના પરિવારના સેમ્પલ લેવાના બાકી
    • 4 ભારતીય નાગરિકોના પણ સેમ્પલ લેવાના બાકી
    • DNAનો રિપોર્ટ 72 કલાકમાં આવશે સામે
    • અન્ય મૃતકોના પરિજનોએ સેમ્પલ આપવાની પ્રક્રિયા કરી પૂર્ણ
  • 14 Jun 2025 04:08 PM (IST)

    મનસુખ વસાવાએ વિજય રૂપાણી સાથેની યાદો કરી પોસ્ટ

    પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું. અને હાલ તેમના એક આગવા જ અંદાજ સાથેનો વીડિયો વાયરલ છે. વીડિયોમાં રૂપાણી ભજનો અને લોકગીતોની રમઝટ બોલાવતા નજરે પડી રહ્યા છે. ઝઘડીયાના અસા ગામે યોજાયેલ ભાજપની ચિંતન શિબિર દરમિયાન રૂપાણીનો આ આગવો જ અંદાજ જોવા મળ્યો હતો. આ વીડિયોને સાંસદ મનસુખ વસાવાએ સો. મીડિયા પર શેર કર્યો છે. જેને જોઈ હિતેચ્છુઓની આંખો ભીની થઈ રહી છે.

  • 14 Jun 2025 03:58 PM (IST)

    પ્લેનની ટેલમાંથી મળેલો મૃતદેહ ઍરહોસ્ટેસનો હોવાની આશંકા

    અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પ્લેનના કાટમાળમાંથી મળ્યો વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. બિલ્ડિંગમાં ફસાયેલા પ્લેનના પાછળના ભાગને ઉતરતા એક મૃતદેહ મળ્યો છે. આ મૃતદેહ એર હોસ્ટેસનો હોવાની આશંકા છે. ઉપરાંત હેવી ક્રેઈનની મદદથી પ્લેનની ટેલને ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વિમાનની ટેલમાં હજુ મૃતદેહો ફસાયા હોવાની આશંકા

  • 14 Jun 2025 02:55 PM (IST)

    અમદાવાદઃ પ્લેન દુર્ઘટનાની તપાસ માટે હોસ્ટેલ ખાલી કરવાનો નિર્ણય

    અમદાવાદઃ પ્લેન દુર્ઘટનાની તપાસ માટે હોસ્ટેલ ખાલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દુર્ઘટનાસ્થળ નજીકના પરિસરની 4 હોસ્ટેલ ખાલી કરાશે. અતુલ્યમ હોસ્ટેલ 1,2,3 અને 4 ખાલી કરાશે. હોસ્ટેલમાં રહેતા મેડિકલના વિદ્યાર્થી માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી. અતુલ્યમ હોસ્ટેલ 2 અને 3માં 100 ડૉક્ટર રહે છે.

  • 14 Jun 2025 02:26 PM (IST)

    સુરક્ષા વધારવા જરુરી પગલા લઇશું-નાગરિક ઉડ્ડયન પ્રધાન

    નાગરિક ઉડ્ડયન પ્રધાન રામમોહન નાયડૂ પત્રકાર પરિષદ યોજી અને તેમાં અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના બાદ લેવાયેલા પગલાની માહિતી આપી. તેમણે જણાવ્યુ કે પ્લેનનો ATC સાથે સંપર્ક થઇ શક્યો ન હતો. પાયલોટે ઇમરજન્સીની સૂચના આપી હોવાનું પણ જણાવ્યુ હતુ. સુરક્ષા વધારવા તમામ બનતા પ્રયત્નો કરીશું. તેમણે જણાવ્યુ કે બ્લેક બોક્સ મળી ગયુ છે. જેના રિપોર્ટ પછી દુર્ઘટનાનું સાચુ કારણ જાણી શકાશે.

  • 14 Jun 2025 02:14 PM (IST)

    પ્લેન ક્રેશમાં રાજકોટના જેતપુરનો એક મેડિકલ વિદ્યાર્થી ઇજાગ્રસ્ત

    અમદાવાદ પ્લેન ક્રેશમાં રાજકોટના જેતપુરનો એક મેડિકલ વિદ્યાર્થી પણ ઇજાગ્રસ્ત બન્યો હતો. મિતાંશુ ઠેસિયા નામનો મેડિકલનો વિદ્યાર્થી જમીને બહાર નીકળતો હતો ત્યારે પ્લેન BJ મેડિકલ કોલેજ પર પડ્યું હતું. જેમાં તે ઇજાગ્રસ્ત થયો. ત્યારે, ધારાસભ્ય જયેશ રાદડિયા ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને મળવા પહોંચ્યા  અને તેના ખબર-અંતર પૂછ્યા. ઉપરાંત, પૂર્વ CM વિજય રૂપાણીને યાદ કર્યા. તેમની સાથેના સંસ્મરણો વાગોળ્યા. તેમણે કહ્યું કે, વિજય રૂપાણીના જવાથી ગુજરાતને મોટી ખોટ પડી.  તેમના કાર્યકાળમાં ગુજરાત માટે મોટા નિર્ણયો અને વિકાસકામો થયા.

  • 14 Jun 2025 12:46 PM (IST)

    પૂર્વ CM વિજયભાઈ રૂપાણીની અંતિમવિધિ રાજકોટમાં કરવાનો નિર્ણય

    ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અંતિમવિધિ રાજકોટમાં કરવાનો નિર્ણય કરાયો છે. અમદાવાદમાં DNA મેચની કાર્યવાહી પૂર્ણ થયા બાદ રૂપાણી પરિવારના સભ્યો રાજકોટ પહોંચશે. હાલ ભાજપના આગેવાનો અને રૂપાણી પરિવારના સંબંધીઓ પૂર્વ CM રૂપાણીના રાજકોટ ખાતેના નિવાસસ્થાને પહોંચ્યા છે. કમલેશ મિરાણી, પુષ્કર પટેલ, મનીષ રાડિયા સહિતના નેતાઓ તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. વિજયભાઈ રૂપાણીની અંતિમવિધિ રાજકોટમાં કરવાનો નિર્ણય કરાયો છે. DNAની કામગીરી પૂર્ણ થયા બાદ તેમના પાર્થિવ દેહને રાજકોટ લઈ જવામાં આવશે.

  • 14 Jun 2025 10:30 AM (IST)

    વિજય રૂપાણીના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા મંત્રીઓ

    પ્લેન ક્રેશ દુર્ઘટનામાં વિજય રૂપાણીનું નિધન થયુ છે. ત્યારે ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને મંત્રીઓ પહોંચ્યા છે. રુપાણી પરિવારને સાંત્વના આપવા મંત્રીઓ પહોંચ્યા છે્. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ, જગદીશ પંચાલ પહોંચ્યા છે.

  • 14 Jun 2025 10:26 AM (IST)

    અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં મહત્વની બેઠક

    અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં મહત્વની બેઠક મળી છે. ઋષિકેશ પટેલ, જગદીશ પંચાલ સહિતના નેતાઓ પહોંચ્યા. CMOના ઉચ્ચ અધિકારીઓ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સાથે છે. પરિવારજનોને મૃતદેહો ઝડપથી સોંપાય તે અંગે બેઠકમાં ચર્ચા થષે. અત્યાર સુધી 8 મૃતદેહો પરિવારજનોને સોંપાયા. 241 લોકોના DNAની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી. પરિવારજનોને કોઈ મુશ્કેલી ન પડે તે અંગે થશે ચર્ચા.

  • 14 Jun 2025 10:16 AM (IST)

    અમદાવાદ: પ્લેન ક્રેશમાં મેડિકલ વિદ્યાર્થીઓના મોત મુદ્દે સ્પષ્ટતા

    અમદાવાદ: પ્લેન ક્રેશમાં મેડિકલ વિદ્યાર્થીઓના મોત મુદ્દે જૂનિયર ડૉક્ટર એસોસિએશનું પ્રથમ સ્ટેટમેન્ટ સામે આવ્યું છે. પ્લેન ક્રેશમાં 4 MBBS વિદ્યાર્થીઓના મોત થયાની સ્પષ્ટતા કરી. ઘટનામાં MBBSના 20 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયાનો ખુલાસો થયો છે. 20 પૈકી 11 વિદ્યાર્થીઓને સામાન્ય સારવાર બાદ રજા અપાઇ. વિદ્યાર્થીઓના મૃત્યુઆંક વધારે હોવાની વાતને અફવા ગણાવી. એક રેસીડેન્ટ ડૉક્ટરના પત્ની સારવાર હેઠળ  હોવાનું જણાવ્યુ.

  • 14 Jun 2025 08:29 AM (IST)

    પૂર્વ CM વિજય રૂપાણીના પુત્ર અમદાવાદ આવ્યા

    પૂર્વ CM વિજય રૂપાણીના પુત્ર અમદાવાદ આવ્યા છે. ઋષભ રૂપાણી તેમના પરિવાર સાથે અમેરિકાથી પહોંચ્યા. રાતના 4 વાગ્યાની ફ્લાઈટમાં અમદાવાદ પહોંચ્યા. વિજય રૂપાણીની અંતિમ વિધિ અંગે હવે નિર્ણય લેવાશે.

  • 14 Jun 2025 08:27 AM (IST)

    દુર્ઘટનાના 28 કલાક બાદ મળી આવ્યું બ્લેક બોક્સ

    અમદાવાદના પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મળી રહ્યા છે મોટા સમાચાર. દુર્ઘટનાના 28 કલાક બાદ મળી આવ્યું બ્લેક બોક્સ.. કેન્દ્રીય ઉડ્ડયનપ્રધાન રામમોહન નાયડુએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપી છે સૌથી મોટી જાણકારી.. બ્લેક બોક્સ મળતાની સાથે જ હવે પ્લેન ક્રેશના રહસ્ય પરથી પડદો ઉચકાશે.. અને પ્લેન ક્રેશ કેવી રીતે થયું તેની સચોટ જાણકારી મળશે.

  • 14 Jun 2025 07:50 AM (IST)

     કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ આવશે અમદાવાદ

    કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અમદાવાદ આવશે. વિમાન દુર્ઘટનાને લઈ મલ્લિકાર્જુન ખડગે અમદાવાદમાં આવશે. વિમાન દુર્ઘટના સ્થળ, સિવિલ હોસ્પિટલની મુલાકાત લેશે. કાલે સાંજે 4 વાગ્યે મલ્લિકાર્જુન ખડગે અમદાવાદ પહોંચશે.

Published On - Jun 14,2025 7:48 AM

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">