Ahmedabad : જવેલર્સ એસોસિએશન દ્વારા 3 દિવસ બંધનું એલાન, કોરોનાથી મોતના આંકડામાં વધારો

Ahmedabad : શહેરમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. ત્યારે કોરોનાની ચેઇનને તોડવા હવે વેપારીઓ સ્વંયભૂ સામે આવીને બંધને સમર્થન આપી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં વધતા કોરોના સંક્રમણ સામે વધુ એક એસોસિએશને બંધનું એલાન આપ્યું છે.

| Updated on: Apr 23, 2021 | 12:51 PM

Ahmedabad : શહેરમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. ત્યારે કોરોનાની ચેઇનને તોડવા હવે વેપારીઓ સ્વંયભૂ સામે આવીને બંધને સમર્થન આપી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં વધતા કોરોના સંક્રમણ સામે વધુ એક એસોસિએશને બંધનું એલાન આપ્યું છે. અમદાવાદ જવેલર્સ એસોસિએશનને ત્રણ દિવસ બંધની જાહેરાત કરી છે. અમદાવાદ જવેલર્સ એસોસિએશન આજથી આગામી ત્રણ દિવસ સ્વયંભૂ બંધ પાળશે. આ એસોસિએશન સાથે જોડાયેલા તમામ જવેલર્સ બંધને સમર્થન આપ્યું છે. તો અન્ય લોકો પણ સ્વયંભૂ બંધમાં જોડાયા છે. કોરોનાની ચેન તોડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા શહેરના અનેક વિસ્તારોમાં સ્વંયભૂ બંધનું એલાન અપાયું છે. ત્યારે હવે સોની વેપારીઓ પણ બંધમાં જોડાતા અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને રોકવામાં ઘણા અંશે મદદ મળશે.

રાજયમાં કોરોનાનો હાહાકાર, મૃત્યુઆંકમાં વધારો
રાજયમાં હવે તો કોરોનાના કેસો ચરમસીમા પર પહોચ્યા છે. આ સાથે રાજ્યમાં મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરમાં 23, સુરત શહેરમાં 22, રાજકોટ શહેરમાં 10, વડોદરા શહેરમાં 10, સુરત, જામનગર શહેર, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં 5-5,વડોદરા, જામનગર, મોરબી અને રાજકોટ જિલ્લામાં 4-4, મહેસાણા, પાટણ, ભાવનગર શહેર, ભાવનગર, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકામાં 3-3, ભરૂચ, ગાંધીનગર, જૂનાગઢ શહેર, જૂનાગઢ અને ગીરસોમનાથ જિલ્લામાં 2-2, દાહોદ, પંચમહાલ, વલસાડ, અમરેલી, અમદાવાદ, અરવલ્લી અને નર્મદા જિલ્લામાં 1-1 મળી કુલ 137ના મોત થયા છે. આ સાથે મૃત્યુઆંક 5,,877એ પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે, સતત 14 દિવસથી હાઈએસ્ટ મોતનો આંકડો નોંધાઈ રહ્યો છે.

Follow Us:
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
g clip-path="url(#clip0_868_265)">