Ahmedabad કોર્પોરેશન એક કુતરાના ખસીકરણ પાછળ કરશે આટલો ખર્ચ

એનિમલ બર્થ કંટ્રોલ ડોગ રૂલ્સ 2001ના નિયમ મુજબ અમદાવાદ શહેરમાં છેલ્લા દસ વર્ષથી સ્વૈચ્છિક સંસ્થાઓ કૂતરાઓના ખસીકરણની કામગીરી કરે છે. જો કે તેમ છતાં કુતરાઓની સંખ્યાના દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે.

Ahmedabad કોર્પોરેશન એક કુતરાના ખસીકરણ પાછળ કરશે આટલો ખર્ચ
Ahmedabad Corporation will spend so much behind the Sterilization of a dog (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2021 | 4:28 PM

અમદાવાદ(Ahmedabad) શહેરમાં વધી રહેલા કુતરાઓની(Dog) સંખ્યાને નિયંત્રિત કરવા માટે કોર્પોરેશન દ્વારા કુતરાના ખસીકરણ(Sterilazation)  માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જો કે આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના એક કુતરાના ખસીકરણ માટે 930 રૂપિયાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે

જો કે શહેરમાં સતત કુતરાના ખસીકરણ માટે પ્રક્રિયા ચાલુ છે તેમ છતાં કુતરાઓની સંખ્યામાં થતો વધારો ખસીકરણની કામગીરી પર વેધક સવાલો પણ ઉભા કરે છે. જો કે વર્ષ 2012 થી વર્ષ 2019 સુધી કોર્પોરેશને બે લાખ વધુ કુતરાઓનું ખસીકરણ કર્યું હોવાનો દાવો કર્યો છે.

જેમાં જો વાત કરીએ કોર્પોરેશન દ્વારા દર વર્ષે સરેરાશ બે કરોડ રૂપિયા કુતરાના ખસીકરણ પાછળ ખર્ચવામાં આવે છે. તેમ છતાં કુતરાઓની સંખ્યા પર નિયંત્રણ મેળવી શકાતું નથી. જેમાં કોર્પોરેશને એક એક અંદાજ મુજબ 10 વર્ષમાં 2. 70 લાખ કુતરાના ખસીકરણ પાછળ 17 કરોડનો ખર્ચ કર્યો છે.

કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, ગૃહપ્રવેશની તસવીરો આવી સામે
પાકિસ્તાનમાં જમરૂખ વેચનાર સામે 2025નો પહેલો કેસ, જાણો શું હતું કારણ
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વેલણ-પાટલી પણ બનાવી શકે છે તમને અમીર, જાણો વાસ્તુના આ નિયમો
આ છે દુનિયાનું સૌથી નાનું શહેર પરંતુ વિશેષતા ચોંકાવનારી
ભારતના આ 7 સ્ટેશન પરથી વિદેશ જાય છે ટ્રેન, જાણો નામ

આ ઉપરાંત અમદાવાદ શહેરમાં સરેરાશ દર વર્ષે કુતરા કરડવાના  4000 થી વધારે કેસ નોંધાય છે. જે લોકોને  કોર્પોરેશનની હોસ્પિટલોના મફતમાં હડકવાની રસી પણ આપવામાં આવે છે.

જેમાં  એનિમલ બર્થ કંટ્રોલ  ડોગ રૂલ્સ 2001ના નિયમ મુજબ અમદાવાદ શહેરમાં છેલ્લા દસ વર્ષથી સ્વૈચ્છિક સંસ્થાઓ કૂતરાઓના ખસીકરણની કામગીરી કરે છે. જો કે તેમ છતાં કુતરાઓની સંખ્યાના દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે.

જેમાં અમદાવાદમાં શહેરમાં વર્ષ-2019 જુન સુધીના સમયમાં કૂતરાઓની કરવામાં આવેલી વસ્તી ગણતરી મુજબ, શહેરમાં 1 લાખ 49 હજાર 341 કૂતરા નોંધાયા હતા. જે પૈકી 1 લાખ 2 હજાર 300 કૂતરાઓનું ખસીકરણ થઈ ગયુ છે. આમ કૂતરાની કુલ સંખ્યાને ધ્યાનમાં લેતા 35 ટકા કૂતરાનુ ખસીકરણ કરવાની પ્રક્રીયા બાકી રહે છે.

જેના પગલે વર્ષે સાત હજારથી વધુ કૂતરાની સંખ્યા વધતી રહે છે. સ્ટેન્ડીંગ કમિટીમાં મુકવામાં આવેલી કૂતરાના ખસીકરણ માટેની દરખાસ્તમાં પ્રતિ ખસીકરણ રૂપિયા 930 ચૂકવવાની મંજુરી માંગવામાં આવી છે. જેમાં કૂતરાના ખસીકરણ ઉપરાંત તેને ચાર દિવસ રાખવા તથા તેના ખોરાક સહીતની બાબતનો સમાવેશ થાય છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં ભળેલા બોપલ સહિત પૂર્વમાં કઠવાડા જેવા અનેક નવા વિસ્તારોનો સમાવેશ મ્યુનિસિપલ હદમાં કરાયો છે.આ વિસ્તારોમાં કૂતરાની સંખ્યા કેટલી છે એની ગણતરી કરવાની બાકી હોવાનું જાણવા મળ્યુ છે.

આ ઉપરાંત રાષ્ટ્રીય સ્તરે કૂતરાને લઈને નિયમો અમલમાં મુકવામાં આવ્યા છે. જેમાં કુતરાના ત્રાસની ફરીયાદ મળ્યા બાદ જે કૂતરાઓનું ખસીકરણ કરવામાં ના આવ્યુ હોય એ જ કૂતરાને લઈ જઈ ખસીકરણ કરાયા બાદ એ જ વિસ્તારમાં પાછા છોડવા પડતા હોય છે. જેના લીધે પણ શહેરમાં કુતરાઓની સંખ્યા વધુ જોવા મળી રહી છે.

આ પણ વાંચો : Gujarat : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાના મંડાણ, વલસાડ, સુરત, નવસારી, તાપી, ડાંગમાં વરસાદથી ખુશીનો માહોલ

આ પણ વાંચો : Narmada : કેવડિયામાં ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક મળશે, આગામી વિધાનસભા ચૂંટણી અંગે રોડ મેપ તૈયાર થશે

સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ
સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ
ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ
ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ
દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video
દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video
સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા
સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા
પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ
પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ
સાઉથ બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સના સોના ચાંદીના દાગીનાની લૂંટ
સાઉથ બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સના સોના ચાંદીના દાગીનાની લૂંટ
કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી ? જાણો શું છે તેના ફાયદા
કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી ? જાણો શું છે તેના ફાયદા
સોનલ મા ના જન્મોત્સવ નિમીત્તે આયોજિત લોકડાયરામાં રૂપિયાનો વરસાદ
સોનલ મા ના જન્મોત્સવ નિમીત્તે આયોજિત લોકડાયરામાં રૂપિયાનો વરસાદ
બુટલેગરના ઘર ઉપર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, જાણો શું હતી ઘટના
બુટલેગરના ઘર ઉપર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, જાણો શું હતી ઘટના
ભૂપેન્દ્ર ઝાલાએ મોંઘીદાટ મોબાઈલ નેતાઓ & અધિકારીને ગીફ્ટ કર્યાનો ખુલાસો
ભૂપેન્દ્ર ઝાલાએ મોંઘીદાટ મોબાઈલ નેતાઓ & અધિકારીને ગીફ્ટ કર્યાનો ખુલાસો
g clip-path="url(#clip0_868_265)">