Narmada : કેવડિયામાં ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક મળશે, આગામી વિધાનસભા ચૂંટણી અંગે રોડ મેપ તૈયાર થશે
ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક કેવડીયા ખાતે મળશે. પહેલી સપ્ટેમ્બરથી ત્રણ દિવસ માટે કેવડિયા કોલોની સ્ટેટયુ ઓફ યુનિટી ખાતે આ બેઠક મળશે. આ બેઠકમાં ભાજપના મંત્રીઓ અને તમામ ભાજપના પદાધિકારીઓ હાજર રહેશે.
ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક કેવડીયા ખાતે મળશે. પહેલી સપ્ટેમ્બરથી ત્રણ દિવસ માટે કેવડિયા કોલોની સ્ટેટયુ ઓફ યુનિટી ખાતે આ બેઠક મળશે. આ બેઠકમાં ભાજપના મંત્રીઓ અને તમામ ભાજપના પદાધિકારીઓ હાજર રહેશે.
પ્રદુષણમુક્ત કેવડિયાનો તમામ નેતાઓ નિયમ પાળશે
અહીં સૌથી મોટી વાત એ છેકે આ તમામ ભાજપના નેતાઓને પર્સનલ વાહન કે કારમાં ન આવવા સુચના આપવામાં આવી છે. ભાજપના તમામ નેતાઓને બસ કે ટ્રેન મારફતે કેવડીયા આવવા સુચના આપવામાં આવી છે. પીએમ મોદીના કેવડિયાને ઇલેક્ટ્રિક વાહન યુક્ત સીટી બનાવવાની નેમના કારણે અહીં પ્રદુષણ ફેલાવતા વાહનોને પ્રતિબંધ ફરમાવ્યો છે. જેથી આ નિયમ ભાજપના નેતાઓને પણ લાગુ પડશે. આ કારોબારીમાં 600 જેટલા આગેવાનો ઉપસ્થિત રહેશે.
આગામી વિધાનસભા ચૂંટણીનો રોડ મેપ તૈયાર થશે
નોંધનીય છેકે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલના કાર્યકાળમાં આ બીજી પ્રદેશ કારોબારીની બેઠક મળનાર છે. આ બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણી અંગેનું આયોજન તૈયાર કરાશે. ચૂંટણી અંગે પાટીલની કારોબારીમાં ચર્ચા થવાની સંભાવનાઓ દેખાઇ રહી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી હેલીકોપ્ટરમાં આવશે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ બેઠકમાં હાજર રહેશે. અને, રૂપાણી હેલીકોપ્ટર મારફતે કેવડિયા પહોંચે તેવા અહેવાલો છે. કેવડિયાની મુલાકાત દરમિયાન તમામ આગેવાનો ઇલેક્ટ્રિક બસ મારફતે જ આવનજાવન કરી શકશે. આમ, કરવા પાછળનો હેતું કેવડિયામાં વાહનોના ટ્રાફિકની સમસ્યા ન રહે અને પ્રદુષણ પણ ન ફેલાય.
આ ઉપરાંત પ્રદેશ કારોબારીના અંતિમ દિવસ એટલે કે 3 સપ્ટેમ્બરે કારોબારીના સમાપન પહેલા રક્ષામંત્રી સહિતના કેન્દ્રીય મંત્રીઓ, પ્રદેશ અધ્યક્ષ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત તમામ સભ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે.
ગુજરાત ડિજિટલ કનેક્ટ પ્રોજેક્ટનું લોન્ચિંગ થશે આ બેઠક દરમિયાન સી.આર. પાટીલના ડ્રીમ પ્રોજેક્ટ ગુજરાત ડિજિટલ કનેક્ટનું ગ્રાન્ડ લોન્ચિંગ કરવામાં આવશે. સંરક્ષણમંત્રી રાજનાથસિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની ઉપસ્થિતિમાં વિશેષ એપ્લિકેશનો અને પ્રોગ્રામથી સજ્જ 750 મહત્વના કાર્યકરોને ટેબલેટ આપવામાં આવશે.
સોશિયલ મીડિયા પર નેતાઓને એક્ટિવ રહેવા તૈયાર કરાશે
આ બેઠક દરમિયાન ભાજપના આગેવાનોને ચૂંટણીને લઇને સોશિયલ મીડિયા પર એક્ટિવ થવા આહવાન કરાશે. આ માટે તમામ આગેવાનોને ટેકનિકલ માહિતી પણ પુરી પાડવામાં આવશે. તથા, ભાજપના નેતાઓને લોકોની વચ્ચે રહીને કેવી રીતે ભાજપનો પ્રચાર-પ્રસાર કરવો તેની પણ માહિતી આપવામાં આવશે.