Ahmedabad: માધ્યમિકમાં શિક્ષક બનવા માટેની યોજાઈ TATની મુખ્ય પરીક્ષા, પ્રિલીમ પાસ કરનારા 60 હજાર ઉમેદવારોની કસોટી
Ahmedabad: ગુજરાતમાં માધ્યમિકના શિક્ષક બનવા માટે રાજ્યના 5 મુખ્ય સેન્ટરો પર TATની પરીક્ષા યોજાઈ છે. જેમા પ્રિલીમ પાસ કરનારા 60 હજાર ઉમેદવારોની કસોટી છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના ચાર મહાનગરોના 222 કેન્દ્રો પર આ પરીક્ષા યોજાઈ છે.
Ahmedabad: રાજ્યમાં ધોરણ 9 અને 10 ના શિક્ષક બનવા માટે લેવાતી TAT ની અભિયોગ્યતા કસોટીમાં આ વર્ષે પ્રિલીમ બાદ પ્રથમ વાર મુખ્ય પરીક્ષા યોજાઈ. પ્રિલીમ પાસ કરનાર ગુજરાતના 60 હજારથી વધુ ઉમેદવારો આજે પ્રથમવાર મુખ્ય પરીક્ષા આપી રહ્યા છે. જેમા 100-100 માર્કસના બે પેપર મુખ્ય પરીક્ષામાં લેવાશે.
સવારે 10.30 થી 1 વાગ્યા સુધી ભાષા ક્ષમતાનું અને બપોરે 3 વાગ્યાાથી વિષયવસ્તુ અને પદ્ધતિશાસ્ત્રનું પેપર
રાજ્યની માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા માટેની ટાટ પરીક્ષા પ્રથમ વાર દ્વિસ્તરીય સ્તરે લેવાઈ રહી છે. અગાઉ પ્રિલીમ પરીક્ષા પાસ કરનાર 60 હજારથી વધુ ઉમેદવારો આજે ટાટની મેન્સ પરીક્ષા આપી રહ્યા છે. અમદાવાદ જિલ્લો અને શહેર, સુરત, વડોદરા, રાજકોટ એમ પાંચ જગ્યા પર ના 222 સેન્ટર પર ટાટ ની મુખ્ય પરીક્ષા લેવાઈ રહી છે.
જેમાં સવારે 10:30 થી 1:00 વાગ્યા સુધી ભાષા ક્ષમતાનું પેપર અને બપોરે 3 વાગ્યાથી વિષયવસ્તુ અને પધ્ધતિશાસ્ત્રના 100-100 માર્કસના બે પેપર લેવાઈ રહ્યા છે. આજની પરીક્ષા બાદ આગામી સમયે મુખ્ય પરીક્ષાના પરિણામો જાહેર કરાશે. કલાસ 3 માં પણ રાજ્ય સરકારે દ્વિસ્તરીય પરીક્ષા અમલી કરાયા બાદ આ પ્રથમ વાર ટાટ માં પણ બે પરીક્ષા યોજાઈ રહી છે.
ડિજિટલ ઈન્ડિયાની વાતો કરતી સરકાર કોમ્પ્યુટર શિક્ષકોની પણ ભરતી કરે- ઉમેદવારો
પરીક્ષા આપવા આવનાર ઉમેદવારોએ જણાવ્યું કે આ અગાઉ પણ સરકાર TET, TAT ની પરીક્ષા લીધા બાદ ભરતી નથી કરી શકી. એક અંદાજ મુજબ રાજ્યની સરકારી શાળાઓમાં 70 હજારથી વધુ શિક્ષકોની ઘટ છે, ત્યારે TAT ના પરિણામો જલ્દી જાહેર કરી ભરતી કરવામાં આવે એ જરૂરી છે. કોમ્પ્યુટર વિષયમાં TAT પરીક્ષા આપવા આવનાર ઉમેદવારોએ કહ્યું કે રાજ્યની સરકારી શાળાઓમાં પડેલ કોમ્પ્યુટર ધૂળ ખાઈ રહ્યા છે અને સરકાર કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી નથી કરી રહી. આ અગાઉ 2 વાર કોમ્પ્યુટર વિષયના ઉમેદવારો અભિયોગ્યતા કસોટી આપી ચુક્યા છે પરંતુ ત્યારબાદ ભરતી જ નથી થઈ ત્યારે આ ત્રીજીવાર પરીક્ષા આપવા આવ્યા છીએ.
આ પણ વાંચો : Ahmedabad : રાજ્યમાં 600થી વધુ કેન્દ્રો પર યોજાઈ TATની પ્રિલીમ પરીક્ષા, 1.65 લાખથી વધુ ઉમેદવારોની કસોટી
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો