Ahmedabad : રાજ્યમાં 600થી વધુ કેન્દ્રો પર યોજાઈ TATની પ્રિલીમ પરીક્ષા, 1.65 લાખથી વધુ ઉમેદવારોની કસોટી
Ahmedabad: માધ્યમિક શાળાના શિક્ષક બનવા માટે લેવાતી ટાટની પ્રિલીમનરી પરીક્ષા યોજાઈ હતી. રાજ્યના 5 જિલ્લામાં આ પરીક્ષા યોજાઈ જેમા 1.65 લાખથી વધુ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. પ્રથમવાર આ પરીક્ષા દ્વીસ્તરીય પદ્ધતિથી લેવામાં આવી હતી.
Ahmedabad : માધ્યમિક શાળામાં શિક્ષક માટે લેવામાં આવતી અભી યોગ્યતા કસોટી (Teachers Aptitude Test) એટલે કે TAT ની પ્રથમવાર દ્વિસ્તરીય પદ્ધતિમાં પરીક્ષા લેવાઇ. આજે રાજ્ય દ્વારા પાંચ શહેરોના 602 સેન્ટર ઉપર ટાટ માટેની પ્રિલીમ પરીક્ષા યોજાઈ. જેના માટે 1.65 લાખ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. શિક્ષક બનવા માટેની પરીક્ષા દ્રિસ્તરીય લેવાતા કેટલાક પરીક્ષાર્થીઓએ નારાજગી પણ વ્યક્ત કરી હતી, જોકે પેપર સરળ અને વિષય આધારિત નીકળતા પરીક્ષાર્થીઓ ખુશ જોવા મળ્યા.
રાજ્યના 5 જિલ્લામાં યોજાઈ TATની પરીક્ષા
માધ્યમિક શિક્ષક બનવા માટે લેવામાં આવતી ટાટની પરીક્ષા અત્યાર સુધી માત્ર એક પેપર આધારિત હતી. જોકે જાહેરાત બહાર પાડ્યાના થોડા સમયગાળા બાદ શિક્ષણ વિભાગે ટાટની પરીક્ષા બે તબક્કામાં એટલે કે દ્વિસ્તરીય પદ્ધતિથી લેવાનું નક્કી કર્યું હતું. જેના માટે પ્રથમ પ્રિલિમિનરી પરીક્ષા આજે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત અને રાજકોટના 602 સેન્ટરો પર લેવાઇ. ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં લેવાયેલ પરીક્ષા માટે સૌથી વધુ વિજ્ઞાન ટેકનોલોજી અને ગણિતમાં 53 હજાર જ્યારે સામાજિક વિજ્ઞાન વિષય માટે 28 હજાર ગુજરાતી માટે 27 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. આજે લેવાયેલ પરીક્ષા બાદ ટૂંક જ સમયમાં એનું પરિણામ જાહેર કરવામાં આવશે. કટ ઓફ માર્કસના આધારે આગામી 18 જૂન ના રોજ મેઇન્સની પરીક્ષા લેવાશે.
આ પણ વાંચો : Gujarat Video : Ahmedabad: IIMની ઐતિહાસિક બિલ્ડિંગ અંગે લેવાઈ શકે નિર્ણય, પૂર્વ વિદ્યાર્થીઓ સાથે ચેરપર્સનની મળી બેઠક
દ્વિસ્તરીય પદ્ધતિ અંગે ઉમેદવારોમાં મિશ્ર પ્રતિસાદ
શિક્ષક અભિયોગ્યતા કસોટી પ્રથમ વાર દ્વિસ્તરીય પદ્ધતિથી લેવાઈ રહી છે. જેને લઇ પરીક્ષાાર્થીઓમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો. કેટલાક પરીક્ષાર્થીઓએ જણાવ્યું કે પદ્ધતિ બદલાઈ એનાથી વાંધો નથી પરંતુ ઉમેદવારોને સમય ઓછો આપવામાં આવ્યો. શિક્ષકની નોકરી વર્ગ-3 માં ગણવામાં આવે છે. જેમાં આ પ્રથમવાર દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ લાગુ કરાઈ છે. સામાન્ય રીતે જીપીએસસી ની પરીક્ષાઓમાં દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ હોય છે. જ્યારે કેટલાક ઉમેદવારોએ દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ ના નિયમ ને આવકાર્યો હતો અને જણાવ્યું કે સરકારને સારા શિક્ષકો જોઈતા હોય તો આ વ્યવસ્થા યોગ્ય છે. સરકાર ટાટ માઇન્સ લેવાયા બાદ જલ્દી ભરતી પ્રક્રિયા કરે એ પણ જરૂરી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો