અમદાવાદમાં સિંધુભવન પાસે મંદિર ડિમોલિશનનો વિવાદ, મહંતની પોલીસે કરી અટકાયત

  • Publish Date - 3:56 pm, Wed, 28 October 20
અમદાવાદમાં સિંધુભવન પાસે મંદિર ડિમોલિશનનો વિવાદ, મહંતની પોલીસે કરી અટકાયત

અમદાવાદમાં સિંધુ ભવન પાસે આવેલા મંદિરની ડિમોલિશનની કામગીરીથી વિવાદ સર્જાયો છે. સિંધુ ભવન પાસે રસ્તાની બાજુમાં આવેલા મેલડી માતા અને ઝાપડી માતાના મંદિરની અમદાવાદ મનપા દ્વારા વિવાદ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે. મંદિર નહીં તોડવાની જીદ સાથે અને પોતાની માગણીઓ સાથે મંદિર પરિસરમાં બેસેલા મહંતની પોલીસે અટકાયત કરી છે. ડિમોલિશન પહેલા AMCના કર્મચારીઓ અને મંદિરના મહંત વચ્ચે બેઠક યોજાઇ હતી. જોકે આ બેઠકનું પરિણામ શૂન્ય આવ્યું હતું. મંદિરના મહંતનું કહેવું છે કે આ મંદિર 120 વર્ષ જૂનું છે અને મંદિર હટાવવા માટે તેમને વૈકલ્પિક વ્યવસ્થા અને પૂરતો સમય આપવામાં આવે.

તો આ તરફ આસિસ્ટન્ટ મનપા કમિશનરનું કહેવું છે કે, મંદિરના કોઇ ભાગનું ડિમોલિશન નથી થતું, માત્ર મંદિર પરિસરમાં મહંતનો જે હોલ હતો તેનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમણે મહંતના વૈકલ્પિક વ્યવસ્થા અને પૂરતો સમય ન આપ્યો હોવાના આક્ષેપને પણ ફગાવ્યા.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati