બ્રેકિંગ ન્યૂઝ : લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો, ધારાસભ્ય સી જે ચાવડાએ આપ્યું રાજીનામુ
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં કોંગ્રેસમાંથી 17 ધારાસભ્ય ચૂંટાયા હતા. જે પૈકી દિગ્ગજ નેતા સી જે ચાવડા એક છે.તેઓ સરકાર સામે વિપક્ષ તરીકે મકક્મતાથી પોતાની વાત મુકતા આવ્યા છે, જો કે હવે તેમણે પણ કોંગ્રેસમાંથી છેડો ફાડી દીધો છે.
લોકસભાની આગામી ચૂંટણી પૂર્વે કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો મળ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય સી જે ચાવડાએ રાજીનામું આપી દીધુ છે.અગાઉ કોંગ્રેસના એક ધારાસભ્યએ કોંગ્રસમાંથી છેડો ફાડ્યા બાદ હવે વધુ એક કોંગ્રેસ ધારાસભ્ય કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ છે.
લોકસભાની આગામી ચૂંટણી પૂર્વે ગુજરાતના રાજકારણમાં ઉથલ પાથલ શરુ થઇ ગઇ છે. અગાઉ કોંગ્રેસના એક ધારાસભ્યએ કોંગ્રસમાંથી છેડો ફાડ્યા બાદ હવે વધુ એક કોંગ્રેસ ધારાસભ્ય કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ છે. આ પહેલા આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યુ હતુ, જે પછી કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યુ હતુ.હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા સી જે ચાવડાએ પણ ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દીધુ છે.
કોણ છે સી જે ચાવડા ?
સી જે ચાવડા કોંગ્રેસના દિગ્ગજ નેતા છે. તેઓ જરાત વિધાનસભા ચૂંટણી 2022માં વિજાપુર બેઠક ઉપરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા. તેઓ ગુજરાત સરકારમાં અધિકારી પણ રહી ચૂક્યા છે. તેમણે જયરાજસિંહ પરમાર, બળદેવજી ઠાકોર સાથે મળી કોંગ્રેસને મજબૂત કરી હતી. ઉત્તર ગુજરાતમાંથી જયરાજસિંહ બાદ પક્ષ છોડનારા સી જે ચાવડા કોંગ્રેસના બીજા મોટા નેતા છે.
ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને મોટો ઝટકો
સી જે ચાવડા વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સી જે ચાવડા વિજાપુરથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા. સી જે ચાવડાએ હંમેશા વિપક્ષમાં રહીને સરકાર ઉપર સવાલો ઊભા કરેલા છે અને પોતાની વાત મક્કમતાથી મુકેલી છે. આ વિધાનસભા ચૂંટણીમાં તેમણે પહેલી વાર પોતાની બેઠક બદલી હતી. અત્યાર સુધી તેઓ ગાંધીનગરથી ચૂંટણી લડતા આવ્યા છે. આ વખતે તેઓ વીજાપુર બેઠક પરથી કોંગ્રેસમાંથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં કોંગ્રેસમાંથી 17 ધારાસભ્ય ચૂંટાયા હતા. જે પૈકી દિગ્ગજ નેતા સી જે ચાવડા એક છે.તેઓ સરકાર સામે વિપક્ષ તરીકે મકક્મતાથી પોતાની વાત મુકતા આવ્યા છે, જો કે હવે તેઓ પણ કોંગ્રેસમાંથી છેડો ફાડે તેવી સંભાવના જોવા મળી રહી છે. બપોરે 12 કલાકની આસપાસ સી જે ચાવડા ગુજરાત વિધાનસભા પહોંચીને વિધાનસભા સ્પીકરને પોતાનું રાજીનામું આપી શકે તેમ છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી બે ધારાસભ્ય ઓછા થઇ જશે.આગામી સમયમાં હજુ પણ બીજા કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપે તેવી શક્યતા જોવા મળી રહી છે.