આણંદ અને મોરબીમાં અકસ્માતની ઘટના, આણંદમાં બે બાળકો સહિત 3ના કરૂણ મોત, મોરબીના હળવદમાં ત્રિપલ અકસ્માતમાં 1નું મોત, 12 ઇજાગ્રસ્ત

આણંદના તારાપુરની (tarapur) મોટી ચોકડી પાસે ટાઇલ્સ ભરેલી ટ્રક પલ્ટી મારતા 3 લોકોના કરૂણ મોત થયા હતા. મૃતકોમાં બે બાળકો તેમજ1 વૃદ્ધનો સમાવેશ થાય છે. તો મોરબીના (Halvad)હળવદમાં ત્રિપલ અકસ્માતની ઘટનામાં 12 લોકો ઇજાગ્ર્સત થયા હતા અને 1 વ્યક્તિનું મોત થયું હતુું.

આણંદ અને મોરબીમાં અકસ્માતની ઘટના, આણંદમાં બે બાળકો સહિત 3ના કરૂણ મોત, મોરબીના હળવદમાં ત્રિપલ અકસ્માતમાં 1નું મોત, 12 ઇજાગ્રસ્ત
આણંદ અને મોરબીમાં અકસ્માતની ઘટના
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2022 | 12:25 PM

આણંદના તારાપુરની મોટી ચોકડી પાસે ટાઇલ્સ ભરેલી ટ્રક પલ્ટી મારતા 3 લોકોના કરૂણ મોત થયા હતા. મૃતકોમાં બે બાળકો તેમજ1 વૃદ્ધનો સમાવેશ થાય છે. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. ત્રણેય મૃતકો અમરેલીના રાજુલાના વતની હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે. પોલીસે આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં અન્ય 5 ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે.

કુંડળીમાં છે શની દોષ તો શનિદેવને અર્પણ કરો આ તેલનો દીવો
તમે વ્હાઇટ કોલર જોબ વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ શું તમે પિંક, ગ્રે, બ્લુ અને ગોલ્ડ કોલર જોબ વિશે જાણો છો?
Girlfriend On Rent : અહીં ભાડે મળે છે ગર્લફ્રેન્ડ ! એક કલાકનું છે આટલું ભાડુ
ઘરના મુખ્ય દરવાજા પર કપૂરનું પાણી છાંટવાથી થશે આ ફાયદો
લંચ લેવાનો યોગ્ય સમય કયો છે?
રેપર એમીવે બન્ટાઈ લગ્નના બંધનમાં બંધાયો, જુઓ ફોટો

તો બીજી તરફ મોરબીના  હળવદમાં પણ ત્રિપલ અકસ્માતની ઘટના બની છે  આ વિચિત્ર અકસ્માતમાં  ટ્રેલર, ઇકો કાર અને એસટી બસ  વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એખ વ્યક્તિનું મોત થયું હતું અને  12 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોનો   હલવદની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા  છે.  ઇકો કારમાં  સવાર જામનગરના વ્યક્તિનું મોત થયું હતું.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

g clip-path="url(#clip0_868_265)">