મ્યુચ્યુઅલ ફંડ SIP એ બનાવ્યો રેકોર્ડ, 11 મહિનામાં 233% નો વધારો
ICRA એનાલિટિક્સના રિપોર્ટ અનુસાર આ વર્ષે જાન્યુઆરીથી નવેમ્બર સુધી SIPમાં કુલ નેટ ફ્લો રુપિયા 9.14 લાખ કરોડ હતો. જે વર્ષ 2023માં રુપિયા 2.74 લાખ કરોડ જોવા મળ્યો હતો. મતલબ કે SIPમાં 233 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.
મ્યુચ્યુઅલ ફંડ SIPમાં સામાન્ય લોકોનો વિશ્વાસ સતત વધી રહ્યો છે. જેના કારણે તેના કદમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. વર્ષ 2023ની સરખામણીએ વર્ષ 2024માં મ્યુચ્યુઅલ ફંડ SIPમાં 233 ટકાનો વધારો થયો છે. જ્યારે એકંદર મ્યુચ્યુઅલ ફંડ્સમાં 135 ટકાનો વધારો જોવા મળ્યો છે. આના પરથી તમે અનુમાન લગાવી શકો છો કે સામાન્ય રોકાણકારોનો વિશ્વાસ SIPમાં સતત જોવા મળી રહ્યો છે. આવો તમને એ પણ જણાવીએ કે કયા રિપોર્ટમાં કયા પ્રકારના આંકડા સામે આવ્યા છે.
SIPમાં રેકોર્ડ વધારો
ICRA એનાલિટિક્સના રિપોર્ટ અનુસાર આ વર્ષે જાન્યુઆરીથી નવેમ્બર સુધી SIPમાં કુલ નેટ ફ્લો રૂપિયા 9.14 લાખ કરોડ હતો, જે વર્ષ 2023માં રૂપિયા 2.74 લાખ કરોડ જોવા મળ્યો હતો. મતલબ કે SIPમાં 233 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. નવેમ્બરના અંતે નોંધાયેલી નવી SIPની સંખ્યા વધીને 49.47 લાખ થઈ. જે નવેમ્બર 2023માં 30.80 લાખ હતી. આ સિવાય નવેમ્બરમાં SIPની AUM ઘટીને રૂપિયા 13.54 લાખ કરોડ થઈ હતી. જે 2023માં રૂપિયા 9.31 લાખ કરોડ જોવા મળી હતી.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, છેલ્લા એક વર્ષમાં ભારતીય મ્યુચ્યુઅલ ફંડ (MF) ઉદ્યોગમાં 135 ટકાથી વધુ વૃદ્ધિ જોવા મળી છે. જ્યારે નેટ એયુએમમાં લગભગ 39 ટકાનો વધારો જોવા મળ્યો છે. અશ્વિની કુમાર, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ, ICRA એનાલિટિક્સે જણાવ્યું હતું કે વૈશ્વિક અર્થતંત્રમાં ભારત માટે એક ઉજવળ સ્થાન સાથે, સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ આગામી વર્ષોમાં અનેકગણો વૃદ્ધિ જોવા માટેની આશા છે.
મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝ આવી રહી છે
આ દરમિયાન મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં કુલ રોકાણ નવેમ્બર 2024માં 135.38 ટકા વધીને રૂ. 60,295.30 કરોડ થયું હતું, જે નવેમ્બર 2023માં રૂ. 25,615.65 કરોડ હતું. રસપ્રદ વાત એ છે કે, નેટ AUM જે ગયા વર્ષે નવેમ્બરમાં રૂ. 49.05 લાખ કરોડ હતી, તેને વટાવી ગઈ છે. આ વર્ષે નવેમ્બરમાં આ આંકડો રૂ. 68.08 લાખ કરોડના ઐતિહાસિક સ્તરને સ્પર્શ્યો હતો.
જ્યારે ભારતમાં તમામ ફંડ્સમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી હતી. ત્યારે ઇક્વિટી કેટેગરી હેઠળના લાર્જ કેપ ફંડ્સમાં સૌથી વધુ નાણાપ્રવાહ જોવા મળ્યો હતો. જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ નવેમ્બર 2024માં લગભગ 731 ટકા વધીને રૂપિયા 2547.92 કરોડ થયો હતો.
રોકાણકારોમાં વધુ આકર્ષણ ધરાવે તેવી શક્યતા
કુમારે જણાવ્યું હતું કે, વૈશ્વિક અનિશ્ચિતતાને પગલે વધતા ભૌગોલિક રાજકીય જોખમો અને સ્થાનિક બજારોમાં વધતી જતી અસ્થિરતા વચ્ચે, લાર્જ અને મિડ-કેપ ફંડ્સ આગામી દિવસોમાં રોકાણકારોમાં વધુ આકર્ષણ ધરાવે તેવી શક્યતા છે. સ્મોલ-કેપ અને મિડ-કેપ ફંડ્સ જેમણે એયુએમમાં સ્થિર વૃદ્ધિ જોઈ છે, તે પણ મધ્યમથી લાંબા ગાળા માટે રોકાણકારોના રસને આકર્ષવાનું ચાલુ રાખે તેવી શક્યતા છે.