અમદાવાદના નહેરૂનગરમાં હિટ એન્ડ રનથી 2ના મોત, કાર ચાલક ઝડપાયો
અકસ્માત સમયે કારની ગતિ કેટલી હતી તે જાણવા માટે વાહનની યાંત્રિક તપાસ કરવામાં આવશે. વાહનની સ્પીડ અને બ્રેકની પણ તપાસ કરવામાં આવશે. વૈજ્ઞાનિક તપાસમાં એફએસએલ અને આરટીઓની પણ મદદ લેવામાં આવશે. અકસ્માત સર્જનાર કારના કેટલાક ઈ ચલણ આવ્યા છે અને કયા કયા ગુનાના ભંગ બદલ આવ્યા છે તેની તપાસ કરવામાં આવશે.
અમદાવાદમા નહેરુનગર ઝાંસીની રાણીની પ્રતિમા નજીક ગત રાત્રે થયેલા હિટ એન્ડ રન કેસમાં કાર ચાલક આજે પોલીસ સમક્ષ હાજર થયો છે. ગઈકાલ રવિવારની રાત્રે નહેરુનગર ઝાંસીની રાણીની પ્રતિમા નજીક કાર ચાલકે દ્વિચક્રી વાહનને અડફેટે લીધી હતુ. જેમાં દ્વિચક્રી વાહનચાલક અને સવાર બન્નેના મોત થયા હતા. જો કે કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જો કે, આજે બપોરના સમયે કાર ચાલક પોલીસ સમક્ષ હાજર થયો હતો.
પોલીસના જણાવ્યાનુસાર, રવિવારની રાત્રે 1.30ની આસપાસ નહેરુનગરમાં કાર ચાલક રોહન સોનીએ, એક્ટિવાને અડફેટે લીધુ હતું. જેમાં એક્ટિવા ચાલક અને સવાર બે વ્યક્તિના મોત થયા હતા. અકસ્માત સમયે રોહન સોની કાર ચલાવતો હતો, જે અકસ્માત બાદ કાર મૂકીને ભાગી ગયો હતો. અકસ્માત સર્જનાર કાર, રોહનની માતા નિમિષા પરેશ સોનીના નામથી આરટીઓમાં રજિસ્ટર થયેલી છે.
અકસ્માત સમયે કારની ગતિ કેટલી હતી તે જાણવા માટે વાહનની યાંત્રિક તપાસ કરવામાં આવશે. વાહનની સ્પીડ અને બ્રેકની પણ તપાસ કરવામાં આવશે. વૈજ્ઞાનિક તપાસમાં એફએસએલ અને આરટીઓની પણ મદદ લેવામાં આવશે. અકસ્માત સર્જનાર કારના કેટલાક ઈ ચલણ આવ્યા છે અને કયા કયા ગુનાના ભંગ બદલ આવ્યા છે તેની તપાસ કરવામાં આવશે. સાથોસાથ જો કાર રેસ લગાડવામાં આવી હશે તેવી વિગતો સામે આવશે તો અન્ય કારચાલકોની પણ ધરપકડ કરવામાં આવશે. અકસ્માત સર્જનાર રોહન કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. રોહનના પિતાની પણ પૂછપરછ કરવામાં આવી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
