Ganesh Chaturthi 2024
મંત્ર
विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगद्धितायं। नागाननाथ श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते॥
અર્થ-વિઘ્નેશ્વર, વર આપનાર, દેવતાઓના પ્રિય, લંબોદર, કળાઓથી પરિપૂર્ણ, જગતનું હિત કરનાર, ગજની સમાન મુખવાળા અને વેદ તથા યજ્ઞથી વિભૂષિત પાર્વતીપુત્રને નમસ્કાર. હે ગણનાથ, તમને નમસ્કાર છે.
આર્ટિકલ
વીડિયો
વેબ સ્ટોરી
View Moreગેલેરી
સમાચાર
ગણેશ ચતુર્થીને વિનાયક ચતુર્થી પણ કહેવાય છે. તે હિન્દુ ધર્મનો મહત્વનો તહેવાર છે. આ દિવસે ગણપતિ માતા પાર્વતી સાથે કૈલાસ પર્વત પરથી પૃથ્વી પર આવ્યા હતા. આ પ્રસંગે આ તહેવાર ઉજવવામાં આવે છે. ગણેશોત્સવ દરમિયાન માટીના ગણેશની મૂર્તિઓ બનાવવામાં આવે છે. આ મૂર્તિઓ ઘર અને જાહેર સ્થળોએ સ્થાપિત કરવામાં આવે છે. આ પછી 10 દિવસ સુધી ભક્તિભાવથી ગણેશજીની પૂજા કરવામાં આવે છે. અનંત ચતુર્થી દસમા દિવસે ઉજવવામાં આવે છે. જે દિવસે ગણેશ મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે.
ગણેશ ચતુર્થીના દિવસે પૂજા માટે ગણેશજીને મોદક અને લાડુ પ્રસાદ કરીકે ધરવામાં આવે છે. કહેવાય છે કે ગણેશજીને મીઠાઈઓ ખૂબ ગમે છે. ધાર્મિક વિધિમાં વૈદિક સ્તોત્ર, પ્રાર્થના અને જપ કરવામાં આવે છે. લોકો આ દિવસે ઉપવાસ પણ રાખે છે. મહોત્સવના દસમા દિવસે એટલે કે અનંત ચતુર્થીના દિવસે, ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે અને બાપ્પાને ઢોલ અને કરતાલના નાદ સાથે ભક્તિભાવ પૂર્વક વિદાય આપવાના ભાગરૂપે મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. બાપ્પાની મૂર્તિનુ નદી કે દરિયાના પાણીમાં વિસર્જન કરવામાં આવે છે. ગણેશોત્સવ દર વર્ષે સામાન્ય રીતે ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનામાં ઉજવવામાં આવે છે.
ગણેશ ચતુર્થી પર્વને લાગતા પ્રશ્ન અને જવાબ
-
સવાલ – ગણેશ ઉત્સવની શરૂઆત ક્યારે થઇ ?
જવાબ – ગણેશ ઉત્સવની શરૂઆત 1893માં મહારાષ્ટ્રમાં લોકમાન્ય બાલ ગંગાધર તિલક દ્વારા કરવામાં આવી
-
સવાલ – ગણેશ ઉત્સવ કેટલા દિવસનો હોય છે ?
જવાબ – ગણેશ ઉત્સવ 10 દિવસનો તહેવાર છે
-
સવાલ – ગણપતિના ધર્મપત્ની કોણ હતા ?
જવાબ – ગણપતિને બે પત્ની હતા રિદ્ધિ અને સિદ્ધિ
-
સવાલ – ગણપતિ કોના પુત્ર છે ? તેમના માતાનું નામ શું?
જવાબ – ગણપતિ ભગવાન શિવના પુત્ર છે. તેમના માતાનુ નામ પાર્વતી છે
-
સવાલ – ગણેશજીના મોટાભાઇનું નામ શું છે ?
જવાબ – ગણેશજીના મોટાભાઇનું નામ કાર્તિકેય છે