ગોલ્ડ મેડલિસ્ટ આ રેસલર બની કંગના રનૌતના શો ‘LOCK UPP’ની સ્પર્ધક, જાણો સંપૂર્ણ વિગત

આ શો 27 ફેબ્રુઆરી 2022ના રોજ પ્રીમિયર માટે તૈયાર છે.Alt બાલાજી અને MX પ્લેયરના સંબંધિત પ્લેટફોર્મ પર શોને 24x7 લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે.

ગોલ્ડ મેડલિસ્ટ આ રેસલર બની કંગના રનૌતના શો 'LOCK UPP'ની સ્પર્ધક, જાણો સંપૂર્ણ વિગત
Babita Phogat (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 5:45 PM

LOCK UPP Show : કંગના રનૌતના (Kangana Ranaut) અપકમિંગ કેપ્ટિવ રિયાલિટી શો ‘LOCK UPP’ એ તેના પડકારરૂપ ફોર્મેટથી બધાને ચોંકાવી દીધા છે.કન્ટેન્ટ ક્વીન એકતા આર કપૂર (Ekta Kapoor) ભારતીય દર્શકો માટે આ નિડર રિયાલિટી શોને 27 ફેબ્રુઆરીથી Alt બાલાજી અને MX પ્લેયર પર વિનામૂલ્યે સ્ટ્રીમ કરવા માટે તૈયાર છે.

હાલ દર્શકો દરેક સ્પર્ધકોના ખુલાસાની રાહ જોઈ રહ્યા છે, તેથી મેકર્સે હવે ‘લોક અપ’ના ચોથા સેલિબ્રિટી સ્પર્ધકની જાહેરાત કરી છે. ટીવી અભિનેત્રી અને મોડલ નિશા રાવલ, ઈન્ટરનેટ સેન્સેશન પૂનમ પાંડે, સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનવ્વર ફારૂકી સહિત પ્રથમ ત્રણ સ્પર્ધકોના નામની જાહેરાત કર્યા બાદ હવે એ વાતની પુષ્ટિ થઈ છે કે કુસ્તી ચેમ્પિયન બબીતા ​​ફોગાટ (Babita Phogat) આ શોની નવી કેદી છે.

આજનું રાશિફળ તારીખ 21-07-2024
શું તુલસીનો છોડ સુકાઈ રહ્યો છે? માત્ર 2 રૂપિયાના ખર્ચે છોડ થશે ફરી જીવંત
નતાશા સ્તાનકોવિક સાથે Divorce થતાં બોલિવૂડ અભિનેત્રી સાથે ફરી પ્રેમમાં પડ્યો હાર્દિક પંડ્યા ?
હાર્ટ એટેક આવતા પહેલા પગમાં શું અનુભવ થાય છે?
હનીમૂન માટે ખાસ છે ગુજરાતનું આ એકમાત્ર હિલ સ્ટેશન, સુંદરતા જોઈને થઈ જશો ફેન
ઘરના દરવાજા પર બે લવિંગ બાંધવાથી શું થાય છે જાણો ?

બબીતા ​​ફોગાટે 2019માં રાજકારણમાં એન્ટ્રી કરી હતી

રેસલર બબીતા ​​ફોગાટે 2014 કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા કુસ્તીમાં ભારતનો પહેલો ગોલ્ડ મેડલ જીતીને ભારતને ગૌરવ અપાવ્યુ હતુ. આ સિવાય તેણે 2018 કોમનવેલ્થ ગેમ્સ, 2010 કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ અને 2012 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો અને બાદમાં 2019માં રાજકારણમાં એન્ટ્રી કરી હતી. તેની વાસ્તવિક જીવનની કહાની પરથી બોલિવૂડ બ્લોકબસ્ટર ‘દંગલ’ બનાવવામાં આવી હતી,જેને કારણ કે તે લાખો લોકો માટે આઇકોન બની ગઈ છે.

જુઓ બબીતી ફોગટનો પ્રોમો

View this post on Instagram

A post shared by ALTBalaji (@altbalaji)

બબીતા ​​ફોગટ ‘લોક અપ’ને લઈને ખૂબ જ ઉત્સાહિત

આ શેર કરતાં બબીતા ​​ફોગાટે કહ્યું, “હું ‘લોક અપ’ જેવા શોમાં આવવા માટે ખૂબ જ ઉત્સાહિત છું કારણ કે મેં ક્યારેય એવો શો કર્યો નથી જે 24 કલાક લાઈવ હોય.આ શોથી લોકોને ખબર પડશે કે હું કોણ છું. દર્શકો મને સૌથી પહેલા ફિલ્મ ‘દંગલ’થી ઓળખે છે.તેથી હવે લોકો મારી પસંદ -નાપસંદ અને મારા વાસ્તવિક જીવનમાં હું કેવી છું તે વિશે જાણશે.

આ પણ વાંચો : Radhey Shyam New Song Released : પ્રભાસ અને પૂજા હેગડે સ્ટારર ‘રાધે શ્યામ’નું ‘જાન હૈ મેરી’ ગીત રિલીઝ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">