AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Release : ઘર બેઠા જોઈ શકશો આ ફિલ્મો, સલમાન ખાનથી લઈને વરુણ ધવન સુધીની ફિલ્મો ઓટીટી પર થઈ રિલીઝ

OTT Release :આજે એટલે કે 26 મેના રોજ એક નહીં પરંતુ ઘણી ફિલ્મો અને સિરીઝ આવી રહી છે. જેમાં સલમાન ખાનથી લઈને વરુણ ધવન સુધીની ફિલ્મોના નામ સામેલ છે.

OTT Release : ઘર બેઠા જોઈ શકશો આ ફિલ્મો, સલમાન ખાનથી લઈને વરુણ ધવન સુધીની ફિલ્મો ઓટીટી પર થઈ રિલીઝ
TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2023 | 9:29 AM
Share

OTT Release This Week:OTT પર મનોરંજનની ક્યારેય કોઈ કમી નથી. આવી સ્થિતિમાં OTT એ મે મહિનાના છેલ્લા સપ્તાહને આનંદથી ભરપૂર બનાવનો પ્રયત્ન કરી રહી છે.હવે તમારે ઉનાળામાં મૂવી જોવા માટે ઘરની બહાર નીકળવાની જરૂર નથી. કારણ કે સલમાન ખાનની ‘કિસી કા ભાઈ કિસી કી જાન’થી લઈને વરુણ ધવનની ‘ભેડિયા’ સુધીની ફિલ્મ OTT પર આવી ગઈ છે.

કિસી કા ભાઈ કિસી કી જાન

સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ સિનેમાઘરોમાં 100 કરોડ સુધીનો બિઝનેસ કર્યા બાદ OTT પર રિલીઝ થઈ છે. આજે એટલે કે 26 મેના રોજ G5 પર સ્ટ્રીમિંગ કરવામાં આવી છે. જો તમે હજુ સુધી આ ફિલ્મ ના જોઈ હોય તો તમારા ફોનમાં સલમાનની ફિલ્મ જોઈ લો.

આ પણ વાંચો : Mumbaikar: વિક્રાંત મેસી અને વિજય સેતુપતિની મુંબઈકર રોમાંચ અને સસ્પેન્સથી ભરપૂર, ટીઝર જોઈ ફેન્સ થયા ખુશ

ભેડિયા

ભલે વરુણ ધવન અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ ભેડિયા બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ ના કરી શકી. પરંતુ હજુ પણ ઘણા લોકોને આ ફિલ્મ પસંદ આવી છે. આવા લોકો જેઓ OTT પર ભેડિયા આવવાની રાહ જોઈ રહ્યા હતા, હવે તેમના માટે સારા સમાચાર છે. આ ફિલ્મ 26 મેના રોજ JioCinema પર આવી રહી છે. હવે તમે તમારા વીકએન્ડ પર ઘરે બેઠા આ ફિલ્મ જોઈ શકો છો.

સિટી ઑફ ડ્રીમ્સ 3

સલમાન અને વરુણની ફિલ્મ ઉપરાંત લોકપ્રિય પોલિટિકલ-ક્રાઈમ-ડ્રામા વેબ સિરીઝ સિટી ઑફ ડ્રીમ્સની નવી સિઝન પણ આજે રિલીઝ થઈ રહી છે. આ સીરીઝની છેલ્લી બે સીઝનને ચાહકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે. સિટી ઓફ ડ્રીમ્સ 3 આજે ડિઝની+ હોટસ્ટાર પર આવી રહ્યું છે.

સિર્ફ એક બંદા કાફી હૈ

મનોજ બાજપેયીની ફિલ્મ ‘સિર્ફ એક બંદા કાફી હૈ’ 23 મેના રોજ ZEE5 OTT પ્લેટફોર્મ પર આવી છે. આ સિરીઝને ઘણો સપોર્ટ મળી રહ્યો છે. ચાહકો મનોજ બાજપેયીની જોરદાર એક્ટિંગના વખાણ કરતાં થાકતા નથી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">