AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big Boss OTT: કરણ જોહર નહીં કરે ‘બિગ બોસ ઓટીટી’ની બીજી સીઝન હોસ્ટ, આ એક્ટ્રેસને મળી શકે છે તક!

'બિગ બોસ ઓટીટી'ની (Big Boss OTT) બીજી સીઝન વૂટ પર સ્ટ્રીમ કરવામાં આવશે. આ શો માટે મેકર્સ સેલિબ્રિટીઝનો કોન્ટેક્ટ કરી રહ્યા છે. પરંતુ આ વખતની થીમ પાછલી સિઝન કરતા થોડી અલગ હશે કે નહિ, તેના વિશે કોઈ જાણકારી સામે આવી નથી.

Big Boss OTT: કરણ જોહર નહીં કરે 'બિગ બોસ ઓટીટી'ની બીજી સીઝન હોસ્ટ, આ એક્ટ્રેસને મળી શકે છે તક!
Karan JoharImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2022 | 11:08 PM
Share

‘બિગ બોસ ઓટીટી’ની (Big Boss OTT) બીજી સીઝન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. તેની પહેલી સીઝન કરણ જોહર (Karan Johar) દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી, જેને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી અને તેની બીજી સીઝન વિશે થોડા દિવસો પહેલા સમાચાર આવી રહ્યા હતા કે તે ‘બિગ બોસ ઓટીટી’ની આ સીઝનને પણ હોસ્ટ કરશે. પરંતુ હવે સમાચાર સામે આવ્યા છે કે કરણ જોહર આ સીઝનને હોસ્ટ કરવાના નથી. હવે તેની જગ્યાએ સલમાન ખાનની (Salman Khan) નજીકની એક્ટ્રેસ આ રિયાલિટી શોને હોસ્ટ કરી શકે છે. કરણ જોહર તેનો ચેટ શો ‘કોફી વિથ કરણ’ હોસ્ટ કરશે.

કરણ જોહર નહીં કરે ‘બિગ બોસ ઓટીટી’ હોસ્ટ

‘બિગ બોસ ઓટીટી’ની પહેલી સીઝનમાં કન્ટેસ્ટન્ટને એકબીજા સાથે જોડી બનાવવામાં આવ્યા હતા અને એલિમિનેશનથી બચવા માટે ગેમ પણ રમવી પડી હતી અને આ સમય દરમિયાન જો કોઈ કન્ટેસ્ટન્ટ શોમાંથી બહાર જાય તો તેના પાર્ટનરને પણ શોમાંથી બહાર જવું પડતું હતું. નવી સ્ટાઈલમાં લાવવામાં આવેલા આ શોને લોકોએ ખૂબ જ પસંદ કર્યો. પહેલી સિઝનની વિજેતા દિવ્યા અગ્રવાલ રહી હતી, પરંતુ હવે બીજી સિઝનની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે.

‘બિગ બોસ ઓટીટી’ની બીજી સીઝન વૂટ પર સ્ટ્રીમ કરવામાં આવશે. આ શો માટે મેકર્સ સેલિબ્રિટીઝનો કોન્ટેક્ટ કરી રહ્યા છે. પરંતુ આ વખતની થીમ પાછલી સિઝન કરતા થોડી અલગ હશે કે નહીં, તેના વિશે કોઈ જાણકારી સામે આવી નથી. ટેલીચક્કરના રિપોર્ટ મુજબ કરણ જોહર ‘બિગ બોસ ઓટીટી’ સીઝન 2 હોસ્ટ કરશે નહીં કારણ કે તે તેના શો ‘કોફી વિથ કરણ સીઝન 7’ના શૂટિંગમાં બિઝી છે. કરણ જોહરનો શો હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે અને તેથી તે બે અલગ-અલગ પ્લેટફોર્મ પર શૂટ કરી શકશે નહીં.

આ પણ વાંચો

હિના ખાન કરી શકે છે આ શોને હોસ્ટ!

પહેલા ફરાહ ખાન આ સિઝન હોસ્ટ કરવા જઈ રહી હતી એવા સમાચાર સામે આવી રહ્યા હતા, પરંતુ હવે તાજેતરના રિપોર્ટ મુજબ આ માટે હિના ખાન સાથે વાતચીત ચાલી રહી છે. પરંતુ હજુ સુધી આ અંગે કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. હિના ખાન પોતે પણ ‘બિગ બોસ 11’ની કન્ટેસ્ટન્ટ રહી ચૂકી છે. હિના ખાનના ઘરે આવ્યા બાદ તેની પોપ્યુલારિટી ઘણી વધી ગઈ હતી. હવે જો આવામાં હિના ખાન ‘બિગ બોસ ઓટીટી’ની બીજી સીઝનની હોસ્ટ બને છે તો એન્ટરટેમેન્ટનો ડબલ ડોઝ દર્શકોને મળી શકે છે. પરંતુ શરૂઆતમાં તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રાનું નામ પણ સામે આવ્યું હતું.

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">