તુલસીની સ્ટાઈલમાં અર્ચનાએ બતાવ્યું પોતાનું ઘર, જુઓ વીડિયો

એક્ટ્રેસ અંકિતા લોખંડે (Ankita Lokhande) તેની મેરિડ લાઈફ એન્જોય કરી રહી છે. અવારનવાર તે સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ અંકિતાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ફેન્સને તેનું ઘર બતાવી રહી છે.

તુલસીની સ્ટાઈલમાં અર્ચનાએ બતાવ્યું પોતાનું ઘર, જુઓ વીડિયો
Ankita Lokhande
Image Credit source: Instagram
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Jul 01, 2022 | 3:21 PM

અંકિતા લોખંડેએ (Ankita Lokhande) ઈન્સ્ટાગ્રામ પર પોતાના સુંદર નવા ઘરની ઝલક બતાવી છે. એક્ટ્રેસે એકતા કપૂરની સીરીયલ ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ના ટાઈટલ ટ્રેકના એક સીનનું પુનરાવર્તન કર્યું, જેમાં સ્મૃતિ ઈરાનીએ (Smriti Irani) તુલસીની ભૂમિકા ભજવી હતી. વીડિયોમાં અંકિતાએ વિકીને ‘પતિ પરમેશ્વર’ કહ્યું. કપલ તાજેતરમાં જ તેમના નવા ઘરમાં શિફ્ટ થયું છે. એક્ટ્રેસ અંકિતા લોખંડે તેની મેરિડ લાઈફ એન્જોય કરી રહી છે. અવારનવાર તે સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ અંકિતાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ફેન્સને તેનું ઘર બતાવી રહી છે. અંકિતા લોખંડેએ છેલ્લે પવિત્ર રિશ્તાની સિઝન 2 માં જોવા મળી હતી. આ સિઝનમાં માનવનો રોલ શાહિર શેખે પ્લે કર્યો હતો.

અંકિતાએ બતાવ્યું પોતાનું ઘર

અંકિતા લોખંડેએ વીડિયોની શરૂઆતમાં લાલ રંગની સાડી પહેરીને જોવા મળે છે. તે દર્શકોને તેના ઘરના એન્ટ્રી ગેટ પર નમસ્તે કરતી જોવા મળે છે. આ સિવાય એક્ટ્રેસ તેના પરિવારના સભ્યોને વીડિયોમાં મળાવે છે. વીડિયોમાં અંકિતાએ નવા ઘરના તમામ ભાગોને કેપ્ચર કરે છે, જેમાં આલિશાન સોફા અને ઝુમરનો પણ સમાવેશ થાય છે. તેને તેના રસોડાની પણ મુલાકાત કરાવી. અંકિતા લોખંડેએ ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો કરતા લખ્યું, ‘ અર્ચના એક્સ તુલસી વિરાની.’ મારા પરિવારની સાથે આ વીડિયો ફરી બનાવવાની મને ખૂબ જ મજા આવી. આ તમારા માટે @ektarkapoor અને @smritiiraniofficial, તુલસી હંમેશા અમારા દિલમાં રહેશે. મને આશા છે કે તમને બધાને આ પસંદ ગમશે.

આ પણ વાંચો

એકતા કપૂરે કરી કોમેન્ટ

અંકિતા લોખંડેની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતાં, એકતા કપૂરે લખ્યું આ પ્યારી અર્ચનાથી અલગ છે. આ સિવાય તેની ફિલ્મ મણિકર્ણિકાની કો-સ્ટાર એક્ટ્રેસ કંગના રનૌટે લખ્યું, કિતના પ્યારા. આ સિવાય એક ઈન્સ્ટાગ્રામ યુઝર્સે લખ્યું,”વાહ મેમ! તમારી જોડી એકદમ પરફેક્ટ લાગી રહી છે! તમે બંને ખરેકર એકબીજા માટે બન્યા છો. અંકિતા અને વિકીએ હાલમાં જ રિયાલિટી શો સ્માર્ટ જોડીનું ટાઈટલ જીત્યું છે. આ બંનેને 25 લાખ રૂપિયા પણ મળ્યા છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati