નેશનલ ડોક્ટર્સ ડેના દિવસે Doctor G ફિલ્મનો આયુષ્માન ખુરાનાનો લુક આઉટ, સોશિયલ મીડિયા પર તેમણે લૂક શેર કર્યો

Ayushmann Khurrana New Film : આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana) હવે પસંદ કરી કરીને ફિલ્મો કરી રહ્યો છે. સિલેક્ટિવ ફિલ્મો કરવાને કારણે તેની ફિલ્મો સારી કમાણી કરી રહી છે. આ સાથે જ ફિલ્મમાં તેની એક્ટિંગને લોકો પણ ખૂબ પસંદ કરી રહ્યા છે.

નેશનલ ડોક્ટર્સ ડેના દિવસે Doctor G ફિલ્મનો આયુષ્માન ખુરાનાનો લુક આઉટ, સોશિયલ મીડિયા પર તેમણે લૂક શેર કર્યો
New-Look-Out-From-Doctor-G
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Jul 01, 2022 | 6:01 PM

આજે 1 જુલાઈના રોજ દેશભરમાં ‘નેશનલ ડોક્ટર્સ ડે’ (National Doctors Day) મનાવવામાં આવે છે. આજના આ ખાસ દિવસને વધુ ખાસ બનાવવા માટે બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana) અને જંગલી પિક્ચર્સે લોકોને એક સ્પેશિયલ સરપ્રાઈઝ આપી છે. આયુષ્માન ખુરાનાએ તેની અપકમિંગ ફિલ્મ ‘ડોક્ટર જી’નું (Doctor G) નવું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. આ પોસ્ટરમાં આયુષ્માન ખુરાના એક ડોક્ટરના વેશમાં જોવા મળી રહ્યો છે. તેથી સ્વાભાવિક છે કે આયુષ્માન આ ફિલ્મમાં ડોક્ટરની ભૂમિકામાં જોવા મળશે. જેના વિશે કેટલીક જાણકારી આયુષ્માને પોતે આ પોસ્ટ કરીને આપી છે.

‘ડોક્ટર જી’નું નવું પોસ્ટર રિલીઝ

આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ડોક્ટર જી’ના નિર્માતા જંગલી પિક્ચર્સ છે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના સિવાય રકુલ પ્રીત સિંહ તેની અપોઝિટ જોવા મળશે, જ્યારે શેફાલી શાહ સિવાય ફિલ્મમાં અન્ય ઘણા સ્ટાર્સ જોવા મળવાના છે. આયુષ્માનની આ ફિલ્મ અનુભૂતિ કશ્યપે ડિરેક્ટ કરી છે. જંગલી પિક્ચર્સની આ ફિલ્મ એક ડ્રામા કોમેડી છે અને આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના ગાયનેકોલોજિસ્ટની ભૂમિકા ભજવી રહ્યો છે.

આયુષ્માન ખુરાનાએ ‘નેશનલ ડોક્ટર્સ ડે’ના દિવસે દેશના તમામ બેસ્ટ અને મહેનતુ ડોક્ટરોને વિશ કર્યું છે અને તેમના કામની પ્રશંસા કરતાં તેણે પોતાના ફેન્સને પ્રશ્નોની એક ઝલક પણ આપી છે અને કહ્યું છે કે, ‘ડોક્ટર જી મેં’ ‘જી’ નો મતલબ શું છે?’

આયુષ્માન ખુરાનાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી ફિલ્મનો પોતાનો લુક શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું, ‘જી સે ગાયનેકોલોજિસ્ટ, જી સે ગુપ્તા, યે હૈ હમારા #DoctorG. ડો. ઉદય ગુપ્તા ઉર્ફે ડોક્ટર જી અને પૂરી ટીમ તરફથી તમામ જીનિયસ ડોક્ટરોને #HappyDoctorsDay.’

ઘણી ફિલ્મો આયુષ્માનની લિસ્ટમાં સામેલ છે

આયુષ્માન ખુરાનાની આ ફિલ્મ તેની બહુપ્રતિક્ષિત ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મ સિવાય તેની લિસ્ટમાં જંગલી પિક્ચર્સની ‘વો લડકી હૈ કહાં?’, ‘ડોસા કિંગ’, ‘ઉલજ’ અને ‘ક્લિક શંકર’ જેવી ફિલ્મો છે. આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ડોક્ટર જી’ પહેલા 17 જૂન 2022ના રોજ રિલીઝ થવાની હતી પરંતુ તેની રિલીઝ ડેટ બદલાઈ ગઈ છે. પરંતુ નવી રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી.

આ પણ વાંચો

આયુષ્માન ખુરાના હવે સિલેક્ટેડ ફિલ્મો કરી રહ્યો છે. સિલેક્ટિવ ફિલ્મો કરવાને કારણે તેની ફિલ્મો સારી કમાણી કરી રહી છે. આ સાથે જ ફિલ્મમાં તેની એક્ટિંગને પણ લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati